android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Form 16: નોકરિયાત ટેક્સપેયર્સને હવે નહીં મળે Form 16, 1 એપ્રિલથી બદલાઇ રહ્યો છે નિયમ
calendar_today March 30, 2026

Form 16: નોકરિયાત ટેક્સપેયર્સને હવે નહીં મળે Form 16, 1 એપ્રિલથી બદલાઇ રહ્યો છે નિયમ

દેશની ટેક્સ સિસ્ટમમાં એક એપ્રિલથી ફેરફાર થવા જઇ રહ્યો છે. નવુ ઇન્કમ ટેક્સનું માળખુ 1961ના જૂના કાયદાની જગ્યા લેશે જેનાથી ખાસ કરીને નોકરી કરતા લોકો માટે પ્રક્રિયામાં બદલાવ થઇ શકે છે. Form-16અત્યાર સુધી પગારદાર કર્મચારીઓને તેમના નોકરીદાતાઓ દ્વારા ફોર્મ-16 આપવામાં આવતુ હતું. પરંતુ નવી સિસ્ટમમાં તેને ફોર્મ-130થી બદલવામાં આવ્યું છે. આ એક TDS પ્રમાણપત્ર પણ હશે, પરંતુ તે પહેલા કરતાં વધુ વિગતવાર માહિતી પ્રદાન કરશે. Form-130 વિશે શું ખાસ છે?Form-130 કરદાતાઓને તેમની આવક, કપાત અને કર જવાબદારી વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી એક જ જગ્યાએ પૂરી પાડવા માટે રચાયેલ છે. અગાઉ ફોર્મ-16 અને ITR ડેટા વચ્ચેના તફાવતને કારણે ઘણી વ્યક્તિઓને નોટિસનો સામનો કરવો પડ્યો હતો જે હવે ઘટાડી દેવામાં આવ્યો છે. ડિજિટલ વ્યવહારો બનશે કડક કર ઉપરાંત ડિજિટલ ચુકવણી નિયમો પણ બદલાઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર હવે દરેક ઓનલાઈન વ્યવહાર માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) જરૂરી રહેશે.ફક્ત વૈકલ્પિક પ્રમાણીકરણ હવે પૂરતું રહેશે નહીં.1 એપ્રિલ, 2026 પછી ફક્ત OTP પર આધારિત ચુકવણીઓ શક્ય રહેશે નહીં. વપરાશકર્તાઓએ ઓછામાં ઓછી બે પદ્ધતિઓ દ્વારા તેમની ઓળખ ચકાસવાની જરૂર પડશે, જેમ કે OTP + PIN, બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ/ચહેરો) + ટોકન, પાસવર્ડ + ઉપકરણ ચકાસણી. આ ફેરફાર શા માટે જરૂરી છે? તાજેતરના વર્ષોમાં ફિશિંગ, સિમ સ્વેપ અને OTP છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે. નવા નિયમોનો હેતુ સાયબર છેતરપિંડી અટકાવવા અને વપરાશકર્તા સુરક્ષા વધારવાનો છે. આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર પણ અસર RBI અનુસાર ઓક્ટોબર 2026 સુધીમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન વ્યવહારો માટે સમાન 2FA નિયમો લાગુ કરવામાં આવશે. નવી કર પ્રણાલી અને ડિજિટલ ચુકવણી નિયમો પારદર્શિતા અને સુરક્ષા વધારવા તરફના મુખ્ય પગલાં છે. જો કે વપરાશકર્તાઓએ આ ફેરફારોનું પાલન કરવા માટે પોતાને અપડેટ કરવાની જરૂર પડશે.આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  ONGCને DUDPમાં  સફળતા, અરબી સમુદ્રમાં ગેસ ઉત્પાદન શરૂ કરાયું, ગેસ હઝીરા પ્લાન્ટ સુધી પહોંચાડાયો
calendar_today March 30, 2026

Gujarat Latest News Live : ONGCને DUDPમાં સફળતા, અરબી સમુદ્રમાં ગેસ ઉત્પાદન શરૂ કરાયું, ગેસ હઝીરા પ્લાન્ટ સુધી પહોંચાડાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News: "ટીચર મને મારે છે..." 14 વર્ષના તરુણની આત્મહત્યાની ચિઠ્ઠીથી ખળભળાટ, સીટી લાઈટની સ્કૂલ વિવાદમાં
calendar_today March 30, 2026

Surat News: "ટીચર મને મારે છે..." 14 વર્ષના તરુણની આત્મહત્યાની ચિઠ્ઠીથી ખળભળાટ, સીટી લાઈટની સ્કૂલ વિવાદમાં

ડાયમંડ સિટી સુરતમાંથી વાલીઓની ઊંઘ ઉડાવી દે તેવો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના પોશ ગણાતા સીટી લાઈટ વિસ્તારની એક અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થીએ લખેલી આત્મહત્યાની ચિઠ્ઠીએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ માસૂમ બાળકે પોતાની ચિઠ્ઠીમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે.ચિઠ્ઠી વાંચતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ ઘટનાની મળતી માહિતી અનુસાર, સીટી લાઈટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, પ્રિન્સિપાલ અને ટીચર મને મારે છે, હું આત્મહત્યા કરવા જાઉં છું. આ શબ્દો વાંચતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. વિદ્યાર્થીનો આરોપ છે કે, છેલ્લા એક વર્ષથી શાળાના પ્રિન્સિપાલ અને એક શિક્ષિકા તેના પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારી રહ્યા છે, અને તેને સતત માર મારવામાં આવે છે. વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બાળકો શાળામાં સુરક્ષિત છે કે કેમ? તેવો પ્રશ્ન આ ઘટનાએ ફરી એકવાર ઉભો કર્યો છે. 14 વર્ષનો તરૂણ જ્યારે આવા ગંભીર પગલાની વાત કરે, ત્યારે તે કેટલી હદે માનસિક પીડામાં હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ કિસ્સો સુરતના તમામ વાલીઓ માટે એક મોટી ચેતવણી છે કે, તેઓ પોતાના બાળકો સાથે સતત સંવાદ રાખે અને શાળામાં તેમની સાથે કેવું વર્તન થાય છે તેની જાણકારી મેળવતા રહે. હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ આટલી ગંભીર ઘટના હોવા છતાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ ચિઠ્ઠી વાયરલ થતા શાળા પ્રશાસન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. આ પણ વાંચો - Surat News: પુણા પોલીસ મથકની હદમાં SMCએ રેડ કરી 19 લાખનો દારુ ઝડપ્યો, છ આરોપી વોન્ટેડ એકની ધરપકડ

Read Full Story arrow_forward