android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vansdaના વિકાસમાં ઐતિહાસિક ક્ષણ: અંબિકા નદી પર 'મેજર બ્રિજ'નું મંત્રી નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
calendar_today March 29, 2026

Vansdaના વિકાસમાં ઐતિહાસિક ક્ષણ: અંબિકા નદી પર 'મેજર બ્રિજ'નું મંત્રી નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વિકાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. આઝાદીના 78 વર્ષ બાદ અંતરિયાળ વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માગણી સંતોષાઈ છે. કાળાઆંબા-વાટી રોડ પર અંબિકા નદી ઉપર નિર્માણ પામનારા 'મેજર બ્રિજ'નું ગરિમામય ખાતમુહૂર્ત સંપન્ન થયું છે, જે આ વિસ્તારના પરિવહન અને પ્રગતિ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.ડઝનબંધ ગામડાઓ સીધા સંપર્કમાં આવશે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને લોકસભા દંડક તેમજ સાંસદ ધવલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આ બ્રિજનું નિર્માણ થવાથી ચોમાસા દરમિયાન વાહનવ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને ડઝનબંધ ગામડાઓ સીધા સંપર્કમાં આવશે. ખેડૂતો અને વિદ્યાર્થીઓને પણ મોટો ફાયદો ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, 'ડબલ એન્જિન સરકાર' છેવાડાના માનવી સુધી આધુનિક માળખાગત સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. આ બ્રિજ માત્ર નદી પરનો સેતુ નથી, પરંતુ અંતરિયાળ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસનો નવો માર્ગ છે. 78 વર્ષની પ્રતીક્ષા બાદ શરૂ થયેલું આ કાર્ય વાંસદા અને નવસારી જિલ્લાના વિકાસની સફરને વધુ વેગ આપશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક ખેડૂતો અને વિદ્યાર્થીઓને પણ મોટો ફાયદો થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli news:મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયું, માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા
calendar_today March 29, 2026

Aravalli news:મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયું, માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ચાલી રહેલા વાતાવરણના પલટાની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. રવિવારની સવારથી જ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. માર્ચ મહિનાના અંતમાં અચાનક બદલાયેલા આ મિજાજને કારણે ખેતીના પાકને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે.ગ્રામ્ય પંથકમાં વાદળછાયું આકાશ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો છે. ખાસ કરીને જીવણપૂર, ઉમેદપુર અને ઇસરોલ સહિતના પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અચાનક વાતાવરણ પલટાતા ઉનાળાની ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ તો થયો છે, પરંતુ ખેડૂતો માટે આ આભલાં આફત સમાન સાબિત થઈ શકે છે. ખેડૂતોની ચિંતામાં વધારો હાલમાં ખેતરોમાં રવી પાકની કાપણી અને મકાઈ જેવા પાકો તૈયાર થવાના આરે છે. ખેડૂતોએ મહામહેનતે પકવેલો ઘઉં અને મકાઈનો પાક કાપણીના તબક્કે છે, ત્યારે જો કમોસમી વરસાદ (માવઠું) પડે તો ભારે આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો હવે આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે, જો વરસાદ ખાબકશે તો તૈયાર પાક પલળી જશે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે. હવામાન વિભાગે અગાઉ જ રાજ્યમાં વરસાદી માહોલની આગાહી કરી હતી, જેની અસર હવે અરવલ્લીમાં પ્રત્યક્ષ દેખાઈ રહી છે. આ પણ વાંચો - વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Read Full Story arrow_forward
Himachal Pradesh માં અચાનક થઈ હિમવર્ષા, મનાલી અને લાહૌલ ઘાટીમાં ઠંડીમાં વધારો,લોકોને કરાયા એલર્ટ
calendar_today March 29, 2026

Himachal Pradesh માં અચાનક થઈ હિમવર્ષા, મનાલી અને લાહૌલ ઘાટીમાં ઠંડીમાં વધારો,લોકોને કરાયા એલર્ટ

રાત્રીના વરસાદ બાદ હિમવર્ષામળતી માહિતી મુજબ, મોડી રાત્રીના મનાલી અને લાહૌલ ઘાટીના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. સવાર થતાં જ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષામાં પરિવર્તિત થઈ ગયો. ખાસ કરીને અટલ ટનલ રોહિતાંગના સાઉથ પોર્ટલ આસપાસના અનેક વિસ્તારમાં તાજી હિમવર્ષા થઈ છે.. લાહૌલના કોકસર, જિસ્પા, દારચા, શિંકુલા અને બરાલાચા-લા સહિતના વિસ્તારોમાં ભારે બરફબારી નોંધાઈ છે. ઉપરાંત રોહિતાંગ ટોપ પર પણ બરફની જાડી પરત જોવા મળી રહી છે. જેના કારણે આખી ઘાટીનું દૃશ્ય ખૂબ જ મનમોહક બની ગયા છે. તાપમાનમાં ઘટાડો, ઠંડીમાં વધારો છેલ્લા કેટલાક દિવસોથી હવામાન સ્વચ્છ હતું, પરંતુ આ અચાનક બદલાવને કારણે ફરીથી ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. કુલ્લુ જિલ્લામાં પણ વરસાદ ચાલુ રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી શઇમલા હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ 29 માર્ચથી 3 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં હળવીથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેવી આગાહી કરી છે. યેલો એલર્ટ અને સુરક્ષા પગલાં હવામાન વિભાગે 29થી 3 એપ્રિલ સુધી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે, જેને કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને સાવચેતીના પગલાં લીધા છે. ખાસ કરીને સોલંગ વેલી તરફ જતા માર્ગ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.ટુ વ્હિલર ચાલકોને સોલંગ બેરિયરથી આગળ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.કામ વગર બહાર ન નીકળવા સ્થાનિક પ્રશાસને લોકોને કરી છે અપીલ. પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ   આ પણ વાંચો:India:આ 5 શહેરમાં નોકરીઓ વધી, કરિયર માટે યુવાનોને મળશે નવી તકોhttps://sandesh.com/india/news/india-jobs-have-increased-in-these-5-cities-youth-will-get-new-opportunities-for-their-career

Read Full Story arrow_forward