Surat News: હથોડામાં બાંધકામ સાઈટ પર લોખંડના સળિયા વીજ વાયરને અડતા કરંટ લાગ્યો, એક શ્રમિકનું મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન વીજ કરંટ લાગવાથી ઉત્તર પ્રદેશના એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.લોખંડના સળિયા બન્યા કાળ ઘટનાની મળતી માહિતી અનુસાર, હથોડા ગામની સીમમાં આવેલા બાલાજી ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક મિલનું બાંધકામ ચાલી રહ્યું છે. અહીં કામ કરતા શ્રમિકો જ્યારે લોખંડના ભારે સળિયા ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક સળિયાનો એક છેડો ઉપરથી પસાર થતા હાઈટેન્શન વીજ વાયરને અડી ગયો હતો. સળિયો લોખંડનો હોવાથી તેમાં જોરદાર કરંટ ઉતર્યો હતો અને કામ કરી રહેલા બે શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા. એકનું મોત, બીજાની હાલત નાજુક વીજ કરંટ એટલો જોરદાર હતો કે, પથીરામ નિષાદ નામના શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે કામ કરી રહેલો નીતીશ કુમાર ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત નીતીશને તાત્કાલિક સારવાર માટે કીમની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. યુપીના વતની હતા શ્રમિકો આ બંને શ્રમિકો મૂળ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ અહીં રોજગારી મેળવવા માટે આવ્યા હતા, પરંતુ કામ દરમિયાન થયેલી એક નાનકડી ભૂલ અથવા બેદરકારી તેમના માટે જીવલેણ સાબિત થઈ છે. હાલમાં સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: ઓલપાડના અક્ષય રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 22 વર્ષીય યુવકનું મોત
Read Full Story arrow_forward