android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Khedaના ડાકોરમાં સફાઇ કર્મચારીઓની હડતાળ, જુઓ Video
calendar_today March 29, 2026

Khedaના ડાકોરમાં સફાઇ કર્મચારીઓની હડતાળ, જુઓ Video

નપા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના લોકોએ કરી સફાઇ અને મંદિર નજીકથી શરુ કરવામાં આવ્યું સફાઇ અભિયાન જેમાં પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયું સફાઇ અભિયાન અને નપા પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યોએ કરી નગરની સફાઇ. ખેડામાં સફાઈ કામદારોની હડતાળ સામે સત્તાપક્ષની ગાંધીગીરી સફાઈ કર્મીઓએ સફાઈ બંધ કરતા સત્તાપક્ષ લાગ્યું સ્વચ્છતા અભિયાનમાં,કર્મચારીઓ પાસે કામ કરાવતા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પુરુષ સભ્યો લાગ્યા સ્વચ્છતા અભિયાનમાં અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ અને સભ્યોએ હાથમાં પકડી ઝાડું, યાત્રાધામ ડાકોરની સાફ સફાઈ કરતા કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચની માંગણી સાથે ઉતર્યા છે હડતાલ ઉપર અને યાત્રાધામ ડાકોરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. કર્મચારીઓની હડતાલને લઇ આવનારા ભક્તો પર ડાકોરની ખોટી છાપ ઊભી ન થાય માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ પકડ્યું હાથમાં ઝાડું. આ પણ વાંચો : Kutchમાં એક દાયકા બાદ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' ઘોરાડના બચ્ચાનો જન્મ થયો, જુઓ Video

Read Full Story arrow_forward
Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ
calendar_today March 29, 2026

Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, કમોસમી વરસાદ ચોમાસાને અસર કરશે અને ચોમાસા પર માઠી અસર થાય તેવા સંકેત છે, 7 એપ્રિલથી ફરીથી માવઠું પડવાની શકયતા છે અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠાની શકયતા છે, પશ્ચિમી વિક્ષેપોની અસરથી વરસાદની આગાહી કરાઈ છે.ઉ.ગુજરાત, કચ્છ, બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની શક્યતા છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, 8 થી 16 એપ્રિલે પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાતમાં થશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 8 થી 16 એપ્રિલમાં પણ પ્રોમોન્સન એક્ટિવિટીથી વરસાદની શકયતા : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને ભારેથી અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેલી છે, અરબી સમુદ્રમાં પણ 20 મેં થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતા છે, ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે, પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે. 7 એપ્રિલ સુધીમાં તાપમાન 40 થી 41 ડિગ્રી પહોંચશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે અને અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે, 11 મે થી 20 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધારે રહેશે અને 24 મે થી 4 જૂન વચ્ચે કેટલાંક ભાગમાં વરસાદ પડી શકે છે, 30 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને જનધનમાં રોગ આવવાની સંભાવના છે, ઊભા કૃષિ પાકો માં રોગ આવવાની શક્યતા છે અને એપ્રિલ, મે માસમાં પાકમાં ઇયળ પણ પડશે. 22 થી 25 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષેપ આવશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,પશ્ચિમી વિક્ષેપ આવશે જેથી ફરીથી વરસાદ થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થતી હોય પણ એ અત્યારે થાય છે અને પાકિસ્તાનના બોર્ડર પર ગુજરાત તથા રાજસ્થાનના ભાગોમાં વરસાદ આવવાની શકયતા છે, એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિનું સર્જન થાય છે અને 7 એપ્રિલ સુધીમાં તાપમાન ૪૦-૪૧ ડીગ્રી પહોંચશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપને કારણે તારીખ ૧૦ થી ૨૦ એપ્રિલ વચ્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા. 30 માર્ચથી પવન ફૂંકાશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધારે પવન ફૂંકાશે અને આંબાના પાકને વધારે અસર થશે, 20 એપ્રિલથી મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડાં આવશે તેમજ અરબ સાગરમાં પણ સાયકલોન આવવાની સંભાવના છે. 8 જુનથી દરિયાના પવન બદલાશે એટલે અરબ સાગરમાં હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા રહેશે, ૨૪ મે થી ૪ જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 20 માર્ચે દેશના ઘણા ભાગોમાં ઉઘાડ નીકળશે અને આકાશ સ્વચ્છ થશે અને ખેડૂતોને રાહત મળશે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની શક્યતાઓ છે, તો આગામી સમયમાં રાજ્યમાં મોટા ભાગોમાં વરસાદથી રાહત થતી જોવા મળશે, જેટ ધારાની અસરના કારણે દેશમાં પશ્ચિમી વિક્ષેપ પૂર્વ તરફ ખસી રહ્યાં છે, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરથી ભેજ આવતા ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં પવનની ગતિમાં થશે વધારો : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને કેટલાક અન્ય ભાગોમાં પવનની ગતિ 55 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બારડોલી, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેતીના પાકો પર જોખમ આવી શકે છે : અંબાલાલ પટેલ તેજ પવન અને કવખતના વરસાદને કારણે ઊભા પાક, ખાસ કરીને ઘઉંના પાકને જમીનદોસ્ત થવાની ભીતિ છે. આ ઉપરાંત, આંબાના પાકમાં અત્યારે 'મોર' (ફૂલ) આવવાની સિઝન હોવાથી, પવનને કારણે મોર ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાક રક્ષણના આગોતરા પગલાં લેવા અનુરોધ કર્યો છે. હાલમાં તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે, તે મોસમ માટે સાનુકૂળ નથી. હજૂ પણ 25 માર્ચ અને માર્ચના અંતમાં તેમજ એપ્રિલ મહિનામાં 2 થી 4 નવા પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. આ કારણોસર તાપમાનમાં ઘટાડો રહેશે અને વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ પણ વાંચો : Khedaના ડાકોરમાં સફાઇ કર્મચારીઓની હડતાળ, જુઓ Video https://sandesh.com/videos/news/maru-saher-maru-gaam/kheda/sanitation-workers-go-on-strike-in-dakor-kheda-watch-video

Read Full Story arrow_forward
Kutch News: ગાંધીધામ તંત્રની નોટિસ બાદ જર્જરિત બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ, અન્ય જોખમી ઇમારતો પણ રડારમાં
calendar_today March 29, 2026

Kutch News: ગાંધીધામ તંત્રની નોટિસ બાદ જર્જરિત બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ, અન્ય જોખમી ઇમારતો પણ રડારમાં

કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ શહેરમાં આવેલી એક અત્યંત જર્જરિત અને જોખમી ઇમારતને તોડી પાડવાનું ડિમોલિશન કાર્ય આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ પૂર્વે અથવા અકસ્માત નિવારવા માટે તંત્ર દ્વારા આ મિલકતને ખાલી કરવા અને તોડી પાડવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી.માલિક દ્વારા સ્વૈચ્છિક ડિમોલિશન તંત્રની કડક સૂચના અને નોટિસ બાદ, ઇમારતના માલિક દ્વારા સુરક્ષાના કારણોસર આ જોખમી બાંધકામ તોડવાની કામગીરી જાતે જ શરૂ કરવામાં આવી છે. આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હતી, જેથી આસપાસના રહીશો અને રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થયું હતું. આજે સવારથી જ મશીનરી સાથે આ બિલ્ડિંગને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.https://x.com/sandeshnews/status/2038160007334875143 અન્ય જોખમી ઇમારતોને પણ નોટિસ ગાંધીધામ નગરપાલિકાએ આ મામલે ગંભીરતા દાખવતા માત્ર એક જ નહીં, પરંતુ ગાંધીનગર શહેરની અન્ય જૂની અને જર્જરિત ઇમારતોની યાદી તૈયાર કરી છે. જે બિલ્ડિંગો રહેવા માટે અયોગ્ય અને જોખમી જણાય છે, તે તમામના માલિકોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો માલિકો દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો તંત્ર દ્વારા સીધું ડિમોલિશન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ પણ વાંચો - Kutch: રામપરમાં આતંક મચાવનાર તત્વોની શાન ઠેકાણે, પોલીસે આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું

Read Full Story arrow_forward