android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો મૂકનાર શખ્સની 7 વર્ષ બાદ ધરપકડ, હથિયાર આપનાર માલિક પણ પોલીસ સકંજામાં
calendar_today March 29, 2026

Surendranagar: સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો મૂકનાર શખ્સની 7 વર્ષ બાદ ધરપકડ, હથિયાર આપનાર માલિક પણ પોલીસ સકંજામાં

સોશિયલ મીડિયા પર હથિયારો સાથે ફોટા મૂકીને રૌબ જમાવતા તત્વો સામે સુરેન્દ્રનગર પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી (SOG) પોલીસે દસાડા તાલુકાના કઠાડા ગામના એક યુવકને વર્ષો જૂના હથિયારવાળા ફોટાના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હથિયાર સાથેનો એક ફોટો નજરે પડ્યોસુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરી રહી હતી, તે દરમિયાન દસાડા તાલુકાના કઠાડા ગામના વણોલ હિમાલયભાઈ ભરતભાઈનો હથિયાર સાથેનો એક ફોટો નજરે પડ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી હિમાલયભાઈની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.7 વર્ષ પહેલાની કબૂલાતપોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, આ ફોટો અત્યારનો નહીં પણ આજથી અંદાજે સાતેક વર્ષ પહેલા પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, ફોટામાં દેખાતું હથિયાર કઠાડા ગામના જ મોહનભાઈ ભવાનભાઈ વણોલનું હતું.એસ.ઓ.જી પોલીસે હથિયાર સાથે ફોટો મૂકનાર હિમાલયભાઈ અને હથિયારના માલિક મોહનભાઈ બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ મામલે દસાડા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ પણ વાંચો: Ahmedabad: જગતપુર-ચેનપુરમાં રોડના નામે માત્ર ધૂળ અને ખાડા, 2018 થી કામ અધૂરું રહેતા સ્થાનિકોએ દાન પેટી લઈ અનોખો વિરોધ કર્યો

Read Full Story arrow_forward
Gold Price Today : સોનાના ભાવમાં 20% નો તોતિંગ કડાકો, બેયર માર્કેટમાં પ્રવેશતા ગભરાટ, આજનો શું ભાવ?
calendar_today March 29, 2026

Gold Price Today : સોનાના ભાવમાં 20% નો તોતિંગ કડાકો, બેયર માર્કેટમાં પ્રવેશતા ગભરાટ, આજનો શું ભાવ?

2026 ની શરૂઆતમાં સોનામાં શાનદાર તેજી જોવા મળી હતી, પરંતુ હવે તેનો વેગ ઓછો થતો દેખાય છે. વર્ષની શરૂઆતમાં $5,602 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી, સોનું લગભગ $4,495 પર આવી ગયું છે, જે લગભગ 20% નો ઘટાડો છે, આ ઘટનાને સામાન્ય રીતે મંદી બજાર તરીકે ઓળખવામાં આવે છે. સોનામાં આ તેજી ઓક્ટોબર 2022 માં શરૂ થઈ હતી. તે સમયે લગભગ $1,500 થી, જાન્યુઆરી 2026 સુધીમાં તેમાં 275%નો વધારો થયો. જોકે, હવે કરેક્શન શરૂ થયું છે, અને બજાર દબાણ હેઠળ છે.ઇતિહાસ શું કહે છે? ઇતિહાસ દર્શાવે છે કે સોનાના ભાવમાં વધારો અને ત્યારબાદ તીવ્ર ઘટાડો અસામાન્ય નથી. માર્ક ટ્વેઇને પ્રખ્યાત રીતે કહ્યું હતું કે, ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરતો નથી, પરંતુ તે તેના જેવો જ રહે છે. • 1974-76: સોનું 353% વધ્યું, પછી 43% ઘટ્યું • 1980નો દાયકા: 541%નો ઉછાળો અને ત્યારબાદ 52%નો ઘટાડો • 2011-2015: લાંબી તેજી અને ત્યારબાદ 42% ઘટાડો 2026માં સોનું કેટલું ઘટી શકે છે? જો ઇતિહાસનું પુનરાવર્તન થાય છે, તો સોનાનો ભાવ તેની ટોચ પરથી 50% ઘટી શકે છે. આ સ્થિતિમાં, ભાવ લગભગ $2,800 અથવા $3,000 સુધી ઘટી શકે છે. જોકે, ઘણા નિષ્ણાતો $3,600ના સ્તરને મહત્વપૂર્ણ માને છે. સોના પર અત્યારે દબાણ કેમ છે? ઈરાન યુદ્ધ પછી તેલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ડોલર મજબૂત થયો છે અને ફુગાવાને વેગ મળ્યો છે. પરિણામે, વ્યાજ દરો ઊંચા રહી શકે છે. સોનું કોઈ વ્યાજ આપતું નથી, તેથી ઊંચા દરો અને મજબૂત ડોલરના સમયગાળા દરમિયાન તેની માંગ ઘટે છે. જોકે ટૂંકા ગાળાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, નિષ્ણાતો માને છે કે લાંબા ગાળે સોનું ફરીથી મજબૂત થઈ શકે છે. ભૂ-રાજકીય તણાવ અને કેન્દ્રીય બેંકની ખરીદી ટેકો પૂરો પાડી શકે છે.મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ1,48,1201,35,800વડોદરા1,48,1201,35,800રાજકોટ1,48,1201,35,800સુરત1,48,1201,35,800મુંબઈ1,48,0901,35,750દિલ્હી1,48,2201,35,900રોકાણકારો માટે સલાહ ટૂંકા ગાળા માટે સોનામાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે. તેને તમારા પોર્ટફોલિયોના 10-15% સુધી મર્યાદિત રાખવું અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે રોકાણ કરવું શ્રેષ્ઠ છે. Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

Read Full Story arrow_forward
Ahmedabad News : 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા સતાધાર ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
calendar_today March 29, 2026

Ahmedabad News : 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા સતાધાર ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફના રોડ પર સતાધાર ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 90 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. સતાધાર ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું સતાધાર જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઓવરબ્રિજનો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 936 મીટર લંબાઈ અને16.60 મીટર પહોળાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે. ભારતને આગળ લાવવા PM એ હંમેશા પ્રયાસ કર્યા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અહીંયા બેઠેલા બધા શરૂઆતથી મારી સાથે છે. સફરમાં બધાએ સાથે રહી આગળ વધવાનું હોય. પાર્ટી મોટી થાય અને કામ હોય. કેટલીય પાર્ટમાંથી લોકો ભાજપમાં આવે છે. આપણે તો જેવા છે એવા લઈએ. ભારતને આગળ લાવવા PM એ હંમેશા પ્રયાસ કર્યા. મોટા મોટા દેશો અત્યારથી થાકી ગયા છે. બે દિવસ અફવાથી પેટ્રોલ માટે લાઇન લાગી. આપણે એટલું પેટ્રોલ આપ્યું આજે લાઇન જ નથી. રાજ્યને તકલીફ ન પડે એનું ધ્યાને કેન્દ્ર રાખે છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈ રાજ્યને તકલીફ ન પડે એનું ધ્યાને કેન્દ્ર રાખે છે. મોટા મોટા દેશોમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થયો છે. PM મોદીએ નાના લોકોનો વિચાર કર્યો છે. આપણે પેટ્રોલ ડીઝલ ભાવ વધવા ન દીધા. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાનો મક્કમ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી નવલોકાર્પિત ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈને તેમના આગામી કાર્યક્રમ માટે રવાના થયા હતા. ઓવરબ્રિજ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ પણ વાંચોઃ Valsad News : પારડીના ઉમરસાડીમાં 12 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વોક વે બ્રિજનું લોકાર્પણ

Read Full Story arrow_forward