Surat: કાપડના વેપારી સાથે 1.40 કરોડની છેતરપિંડી, મેનેજર જ નીકળ્યો મુખ્ય સૂત્રધાર
સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં વેપાર કરતા એક કાપડ વેપારીને તેમના જ વિશ્વાસુ મેનેજરે અન્ય બે શખ્સો સાથે મળીને રૂપિયા 1.40 કરોડનો ચૂનો લગાવ્યો છે. આ મામલે સરોલી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે.વિશ્વાસ કેળવીને ખેલ ખેલાયોપ્રાપ્ત વિગતો મુજબ, ઠગબાજોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ છેતરપિંડી આચરી છે. શરૂઆતના તબક્કે વેપારી સાથે નિયમિત વ્યવહાર રાખીને તેમનો ગાઢ વિશ્વાસ કેળવ્યો હતો. જ્યારે વેપારીને તેમના પર પૂરો ભરોસો બેસી ગયો, ત્યારે મેનેજર અને તેના બે સાથીદારોએ મળીને મોટું ફલેકું ફેરવ્યું હતું અને કરોડોની મતા ઓળવી ગયા હતા. પોલીસ કાર્યવાહીવેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા જ તેમણે તાત્કાલિક સરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે મેનેજર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આ ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Surat News: કોસંબામાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ
Read Full Story arrow_forward