android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પોલીસ પંચાત : દિલ્હી દરવાજા નજીકના પોલીસ મથકના વહિવટદાર "વન" અને મન અધિકારી પર "રાજ" કરવા તૈયાર
calendar_today March 29, 2026

પોલીસ પંચાત : દિલ્હી દરવાજા નજીકના પોલીસ મથકના વહિવટદાર "વન" અને મન અધિકારી પર "રાજ" કરવા તૈયાર

પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં. અમદાવાદમાં જાણીતુ મસાલા બજાર અને દિલ્હી દરવાજા નજીક આવેલું એક પોલીસ સ્ટેશન કે જયાં "વનના રાજાનું" રાજ અમદાવાદ શહેરમાં સામગેટ 27 પીઆઈની બદલી કરવામાં આવતા મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં વહિવટદારો બદલાઈ ગયા છે, ત્યારે અમદાવાદ શહેરમાં દિલ્હી દરવાજા અને જાણીતા મસાલા માર્કેટની પાસે આવેલું એક પોલીસ સ્ટેશન કે જયાં એક સાથે 2 વહિવટદાર સરખા સેટીંગ સાથે વિસ્તારમાં ચાલી રહ્યા છે, તો પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે, એક વહિવટદારની નોકરી જિલ્લા બદલીમાં જામનગર છે તો બીજા વહિવટદારની નોકરી કાલુપુર રેલવે સ્ટેશનની નજીકના એક પોલીસ સ્ટેશનમાં છે, ત્યારે વન અને મનની આ જોડીએ પીઆઈને ખુશ કરવા માટે વિસ્તારમાં નવા રસ્તા પણ શોધી નાખ્યા છે. અમદાવાદ શહેરમાં ફરી PIની બદલી આવશે ! વહિવટદારોમાં ચિંતાનું મોજું સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા 518 પીઆઈની બદલી કરવામાં આવી છે, અમદાવાદથી 60 ટકા પીઆઈની બદલી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આવી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ બેડામાં એવી વાતે જોર પકડયું છે કે, જે પીઆઈ અમદાવાદ બહારથી આવ્યા છે અને જે પોલીસ સ્ટેશન ખાલી હશે ત્યાં તેમને મૂકવામાં આવશે, તો અમદાવાદ શહેરમાં ફરી પીઆઈઓની બદલી આવી શકે છે, ઘણા વહિવટદારો ચિંતામાં છે કે, નવા પીઆઈ તેમને વહિવટ આપશે કે નહી, ત્યારે અમદાવાદ શહેર પોલીસમાં ઘણા પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈઓની નિમણૂંક નક્કી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે થોડાક સમય પહેલા જ મોટા ભાગના પીઆઈની બદલી કરી હતી અને જે પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પીઆઈ હતા ત્યાં પણ રેગ્યુલર પીઆઈ મૂકવામાં આવ્યા છે, પણ 3 વર્ષ અથવા 3 વર્ષથી વધુનો સમય જે પીઆઈને અમદાવાદમાં થયો હતો તેવા પીઆઈની બદલી આવતા અમદાવાદ શહેરમાં ઘણા પોલીસ સ્ટેશન ફરી ખાલી થાય તો નવાઈ નહી. વાંક કોનો છે એ બે નંબરની વાત પણ, મારૂ પોલીસ સ્ટેશન છે, ચલ નીકળ લુખ્ખા આવા શબ્દો PSIને શોભે છે ? અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ જયેશભાઈનો વીડિયો ખૂબ વાયરલ થયો સોશિયલ મીડિયામાં જે વીડિયો છે તેમાં તેઓ કહી રહ્યાં છે કે, આ મારૂ પોલીસ સ્ટેશન છે, ચલ નીકળ લુખ્ખા, બધાના નામ લખો, હજી અહીં બેસીસ તો હજુ લુખ્ખો કહીશ, મારુ પોલીસ સ્ટેશન છે અહીં મારુ ચાલશે, બધી હોશિયારી નીકળી જશે હમણાં...આવા શબ્દો જાહેરમાં બોલવા તે કેટલા યોગ્ય છે તમે જ કહો, પોલીસ સ્ટેશન આવતો અરજદાર તમારા માટે તો ભગવાન સમાન જ છે પણ ડબલ સ્ટાર પહેર્યા કે પોલીસમાં છો એટલે કોઈને પણ દમ મારવો એ યોગ્ય વાત નથી, આ બધી ઘટનામાં વાંક કોનો છે કોનો નહી એ કોઈ નથી જોવાનું પણ, પીએસઆઈ સાહેબ તમે પણ તમારો વીડિયો જોજો તમે કેવું બોલી રહ્યાં છો, અરજદાર એક તો તકલીફમાં છે એટલે પોલીસ સ્ટેશન આવે છે અને તેમાં પણ તમે આવું વર્તન કરશો ! તમને આ વર્તન શોભે છે ! ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ચેકિંગના નામે વહિવટદારો ખેલી પાડી રહ્યાં છે ! ગેસ અછતની વચ્ચે પોલીસને જાણે મજા આવી ગઈ હોય એમ લાગે છે, ત્યારે અમદાવાદ પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ચેકિંગના બહાને પોલીસને રૂપિયા મળી રહ્યાં છે ! અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન કે જયાં ગેસ સિલિન્ડરના ગોડાઉનો આવેલા છે ત્યાં પોલીસે ચેકિંગ તો કર્યું, પરંતુ પોલીસ ગોડાઉનમાં પ્રવેશતા વેપારીઓ પણ ગભરાવા લાગ્યા હતા, ત્યારે એવી ચર્ચા એ જોર પકડયું છે કે, ગેસ સિલિન્ડરના નામ વહિવટદારોએ ગેસ ગોડાઉનના માલિકો પાસેથી રૂપિયા પણ લીધા છે, ત્યારે આ વાત અમને પણ સૂત્રો તરફથી સામે મળી છે એટલે આપની સમક્ષ મૂકી છે, સત્યતા તો હવે વહિવટદાર જાણે અને ગેસ ગોડાઉનનો માલિક જાણે. ગુજરાત પોલીસ દ્વારા આરોપીના કઢાતા ‘વરઘોડા' એ ન્યાય તંત્રનું સરેઆમ અપમાન ! ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ બાદ તેમનો જાહેરમાં 'વરધોડો' કાઢવો અથવા જે-તે વિસ્તારમાં દોરડાથી બાંધીને ઘટનાસ્થળે લઈ જઈને જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધી રહી છે. તેમાં ખેડાથી લઈને જૂનાગઢ અને ભાવનગરથી લઈને ઝીલિયા પાટણની સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓના વીડિયો જોઈ સામાન્ય જનતા પોલીસને સિંઘમ ગણી રહી છે. ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે કે પોલીસને કોઈ પણ વ્યક્તિને ગુનેગાર સાબિત થવા પહેલાં જાહેરમાં અપમાનિત કરવાનો કે શારીરિક ઈજા પહોંચાડવાનો અધિકાર જ નથી આમ છતાંય ગુજરાતમાં પોલીસને આરોપીઓને જાહેરમાં ફટકારી રહી છે. અદાલતમાં ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ નિર્દોષ છે. પોલીસ જેની ધરપકડ કરે છે તે માત્ર ‘આરોપી' છે, 'ગુનેગાર’ નહીં. જ્યારે પોલીસ જાહેરમાં માર મારે છે ત્યારે તે વ્યક્તિના નિર્દોષ હોવાના અધિકાર' પર સીધો પ્રહાર છે.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી, બે દિવસ રાજયમાં વરસાદનું સંકટ
calendar_today March 29, 2026

Weather News : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી, બે દિવસ રાજયમાં વરસાદનું સંકટ

હવામાન વિભાગે સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી કરી છે, 30 માર્ચે બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું છે, સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો અનુભવ સૌથી વધુ થઈ રહ્યો છે. દેશમાં હવામાનને લઇ IMDની આગાહી દેશના જુદાજુદા રાજ્યોમાં હવામાન પલટાશે અને દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પવન ફૂંકાશે, 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના રહેલી છે, કરા પડવાથી રવિ પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે. એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત : IMD એક અઠવાડિયા માટે ગુજરાતમાં ગરમીથી રાહત મળશે તેવું અનુમાન India Meteorological Departmentનું છે, અમુક વિસ્તાર સિવાય તાપમાન સામાન્ય રહેશે અને 24 કલાક પછી તાપમાનમાં ઘટાડો થશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને 29, 30 માર્ચ માટે ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, વાવાઝોડા અને વીજળીનું એલર્ટ જાહેર કરાયું છે અને હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે. 30મી માર્ચે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. જોકે, આગામી ૨૯ અને ૩૦ માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી ૨૯ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની જયારે ૩૦ માર્ચના રોજ બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પ્રદેશોમાં પણ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર અન્ય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો

Read Full Story arrow_forward
Dahod: જાહેરમાં જુગાર રમતાં 6 જુગારીને પોલીસે ઝડપી પાડયાં
calendar_today March 29, 2026

Dahod: જાહેરમાં જુગાર રમતાં 6 જુગારીને પોલીસે ઝડપી પાડયાં

દાહોદ : દાહોદ એ ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ દાહોદના રળીયાતી વિસ્તારમાં આવેલ નવી વસાહત ઝુપડપટ્ટી વિસ્તારમાં છાપો માર્યો હતો, જ્યાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા 6 જુગારી ધર્મેશ સુરેશ ભોઈ, આમીર અબ્દુલ એહમદ પઠાણ, ભુરા લચ્છુ ભોઈ અને જગદીશ સીતારામ યાદવને ઝડપી પાડયાં હતાં, જ્યારે કિશોર ઉર્ફે કાન્હા અમૃત ભોઈ અને લક્ષ્મણ ચંદર ભોઈ નાસી ગયા હતાં. પોલીસે અંગત ઝડતીમાંથી અને દાવ પરથી રોકડા રૂા.11,170 જપ્ત કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward