Dhandhuka: ધંધૂકા શહેરના ભવાની મંદિરમાં ચૈત્ર નવરાત્રી મહોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ યોજાયો
ધંધૂકા : અમદાવાદ જિલ્લાના ધંધૂકા સ્થિત ભવાની મંદિર ખાતે ચૈત્ર માસની પવિત્ર નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં માઈભક્તો ભાવ અને શ્રાદ્ધા સાથે જોડાયા હતા અને માતાજીની આરાધના કરી ધર્મલાભ લીધો હતો. યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી પરિવાર અને સમાજના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામનાઓ વ્યક્ત કરી હતી. આ આયોજનમાં સ્થાનિક આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સફ્ળ આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને આસ્થાના માહોલમાં પૂર્ણ થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward