Panchmahal: શહેરામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે દોડતી ગાડીઓની અછત
શહેરા નગરપાલિકાના વ્યાપ અને વસ્તીની સરખામણીએ ડોર-ટુ-ડોર કચરો લેવા માટે દોડતી ગાડીઓની સંખ્યા અત્યંત ઓછી છે. નગરના અમુક વિસ્તારમાં કચરાની ગાડીઓ સમયસર નહીં આવતી હોવાની ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી.શહેરા નગરપાલિકા વિસ્તારમાં વ્યાપ અને વસ્તીની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે પાલિકા પાસે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવા માટેની ગાડીઓની સંખ્યા ઓછી હોવાથી અનેક રહેણાંક વિસ્તારોમાં સમયસર કચરો લેવા માટે ગાડીઓ પહોંચી શકતી ન હોવાની ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી. નગરના વિસ્તારોમાં સુવ્યવસ્થિત રીતે કચરાનું કલેક્શન થાય તેવું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. વધતા જતા વ્યાપ સામે પાલિકા પાસે કચરાની ગાડીઓની સંખ્યા ઓછી હોય ત્યારે શું પાલિકા પાસે નવા વાહનો વસાવવા માટે સક્ષમ નથી આવા અનેક સવાલો નગરજનો માંથી ઉઠી રહ્યા હતા. જો નગર પાલિકા વેરો ઉઘરાવવામાં તત્પરતા બતાવતી હોય, તો નગરજનોની દિન પ્રતિ દિન વધતી જતી પાણી, રસ્તા સહિતની અનેક સમસ્યા હલ કરવા માટે પાલિકાના ચીફ ઓફ્સિર પાસે નગરજનો આશા રાખી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત મૌખિક રજૂઆત કરાશે. શહેરા નગરપાલિકા વિસ્તારનો ભૌગોલિક વ્યાપ અને વસ્તી સતત વધી રહી છે. નવા ગામો સાથે રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓનો ઉમેરો થયો છે, પરંતુ તેની સામે પાલિકા પાસે કચરો ઉઠાવવા માટેના વાહનોની સંખ્યા વર્ષો જૂની અને મર્યાદિત છે પાલિકા દ્વારા નગરજનોની વિવિધ સમસ્યાઓ માંથી છુટકારો મળે તે માટે નગરપાલિકા ક્યારે વિચારશે એ તો આવનારા સમયમાં ખબર પડશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward