Lunavada: મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળની કારોબારી સભા મળી
મહિસાગર જિલ્લા શાળા સંચાલક મંડળની કારોબારી અને સાંસદ સભા મળી હતી, જેમાં સભામાં રાજ્ય અને જિલ્લા કક્ષાના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાઈ હતી.આ બેઠકમાં મહીસાગર જિલ્લાના હોદ્દેદારોને રાજ્યકક્ષાએ યોગ્ય હોદ્દો આપવા, ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એસએસએ યોજના અંતર્ગત ચાલતા વોકેશનલ ટ્રેડમાં આઉટસોર્સિંગ એજન્સીના સ્થાને જિલ્લા શાળા સંચાલક મંડળનું સંચાલન કરી સંચાલકો મારફતે આચાર્યની ભરતી મુજબ નિમણૂક પ્રક્રિયાનો અમલ થવા સુધારા કરવા આદેશ કરાયો હતો, આ શાળાઓમાં પીએમ સૂર્યઘર યોજનાની સબસીડીનો લાભ શાળાઓને આપવા અંગે ઠરાવાયું હતું. ગ્રામ વિકાસ વિભાગની એસબીએમ યોજનાની ગ્રાન્ટ તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે અપાય છે, જેમાંથી 20 ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયત દ્વારા શાળા શિક્ષણના હેતુ માટે વપરાશ કરવા ઠરાવાયું હતું. રાજ્ય મંડળના હોદ્દેદારો દ્વારા જિલ્લાના તમામ પ્રશ્નોને સત્વરે વાચા આપવા માટે રાજ્ય સ્તરે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી તેમજ શિક્ષણ સચિવ સાથે બેઠક કરવાનું પણ નક્કી કરાયું હતું. બેઠકમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ મનુભાઈ રાવલ, ભાસ્કરભાઈ પટેલ ઉપાધ્યક્ષ એ.કે. ભરવાડ, મહામંત્રી પંકજભાઈ પટેલ, પી.ડી. સોલંકી, જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ કનુભાઈ પટેલ, પ્રમુખ એસ.કે પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ સિસોદીયા, બોર્ડ સભ્ય વિનોદભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ ગીરીશભાઈ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ ડી.કે. રાઠોડે હાજરી આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward