android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bayad: બાયડની પાલડી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ
calendar_today March 29, 2026

Bayad: બાયડની પાલડી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ

બાયડ : બાયડ તાલુકાની પાલડી પ્રાથમિક શાળામાં ધો-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ આંબલીયારા બીટ નિરીક્ષક પંકજભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. મુ.શિ. ધર્મેશ સોનીના સહયોગથી બાળકોને પરીક્ષા પેડ, પેન અને વિદાય પત્ર આપી શુભેચ્છા પાઠવી શ્રીખંડ-પુરીનું ભોજન કરાવાયું હતું. સમગ્ર આયોજનમાં સુશીલાબેન પટેલ, જીતેન્દ્રભાઈ ભોઈ, કિરણભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ અને જયેશભાઈએ જહેમત ઉઠાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Bayad: વિરેશ્વર ખાતે પર્યાવરણ જતન માટે અનોખી પહેલ
calendar_today March 29, 2026

Bayad: વિરેશ્વર ખાતે પર્યાવરણ જતન માટે અનોખી પહેલ

બાયડ : પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતાના જતન માટે પોલો વન્ય ફઉન્ડેશન દ્વારા સાબરકાંઠાના વિરેશ્વર એમ એમ ફાર્મ ખાતે વન્ય ફર્મનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મિહિર એચ. પટેલે રાજપુર કેળવણી મંડળ સંચાલિત વિજયનગર કોલેજના 200થી વધુ વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને જંગલના સાચા હમદર્દ ગણાવ્યા હતા. આ પ્રસંગે આરએફઓ જે આર વાઘેલા, ગોપાલભાઈ એ પટેલ, એમ એન પટેલ, એચ એમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.વન અધિકારીએ વન્યજીવન અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સીડ બોલ પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ હતી અને સ્થાનિક રોજગારી માટે પાંચથી 10 નાના સ્ટોલ વિકસાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પોલો વન્ય ફાઉન્ડેશન વન વિકાસ, વન્ય જીવન સંરક્ષણ અને ટકાઉપણા માટે સમર્પિત સંસ્થા પ્રકૃતિ અને ભાવી પેઢી વચ્ચે સંતુલન બનાવવા કાર્ય કરતી ફાઉન્ડેશન છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Narmada: મા નર્મદા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા રૂટ પર ઠેરઠેર કચરો
calendar_today March 28, 2026

Narmada: મા નર્મદા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા રૂટ પર ઠેરઠેર કચરો

માં નર્મદા પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાને આજે તા.28 માર્ચના રોજ 10 દિવસ પૂર્ણ થાય છે. માં નર્મદા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા કરવા માનવ મહેરામણ ઊમટયો હતો. દુઃખની વાત એ છે કે, પરિક્રમાના મુખ્ય માર્ગ પર પરિક્રમાવાસીઓ ચા-નાસ્તો કરીને તેની ડિસો અને કચરો રસ્તાની આજુબાજુ ફેક્યાં હતા. પાણી પીને બોટલો ફેકી હતી. જમીને પતરાળા ફેક્યાં હતા. કાગળો સહિત અન્ય વસ્તુઓ ફેકી હતી. અને આ એક દિવસની નહી દરરોજની પરિસ્થિતિ છે. માં નર્મદા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા કરવા આવવાનું અને પુણ્ય કમાવાનું અને કચરો ફુંકીને નર્મદાના માર્ગેને અસ્વચ્છ બનાવવાના અસુંદર બનાવવાના તેને કારણે પરિક્રમાવાસિયો અને લોકોની લાગણી દુભાય છે. રામપુરાથી ઠેઠે રેગણ વાસણ સુધી કચરો ફેકીને નર્મદાના કિનારાને પ્રદુષિત કરે છે. માં નર્મદા પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા કરતાં પરિક્રમાવાસીઓ નર્મદામાં પણ કચરો ફેકે છે. અને નર્મદાને પ્રદૂષિત કરે છે. નર્મદા પરિક્રમાવાસીઓ અને લોકોની ધાર્મિક લાગણી દુભાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward