android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News : PM નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
calendar_today March 28, 2026

Sabarkantha News : PM નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વડાપ્રધાન ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રેલવેના આ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં રેલ માળખાના આધુનિકીકરણ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાન દ્વારા લોકાર્પિત થનારા રેલવે પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર-ખેડબ્રહ્મા સુધીની 55 કિમી નવી લાઇનનું ઉદ્ઘાટન કરશે, જે ₹ 482 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી છે. તેના થકી સાબરકાંઠા જિલ્લામાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે, જે ઝડપી અને પોસાય તેવા દરે મુસાફરી સુનિશ્ચિત કરશે, તેમજ આ પ્રોજેક્ટથી અમદાવાદને ઉદયપુર સાથે સીધું જોડાણ મળશે. તેનાથી આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવી આવશ્યક સેવાઓની પહોંચમાં વધારો થશે તેવો અંદાજ છે અને સાથે-સાથે સ્થાનિક સમુદાયો માટે આજીવિકાની નવી તકો પણ ઊભી થશે. ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે તે સિવાય ₹257 કરોડના ખર્ચે નિર્મિત કાનાલુસ-જામનગર ડબલિંગ પ્રોજેક્ટ (27 કિલોમીટર) અંતર્ગત વધારાની રેલવે લાઇન અને ગાંધીધામ-આદિપુર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ (11 કિલોમીટર)નું પણ વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ પરિયોજનાઓથી ટ્રેનની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. સાથોસાથ ગુડ્સની અવરજવર વધુ કાર્યક્ષમ રીતે થશે અને દીનદયાળ પોર્ટ સહિત મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સ્થાનિક પ્રવાસન વિકાસમાં પણ યોગદાન આપશે. ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે આ કાર્યક્રમમાં વડાપ્રધાન ખેડબ્રહ્માથી અમદાવાદ સુધીની ટ્રેનને લીલી ઝંડી આપશે જે વાયા હિંમતનગર થઇને જશે. આ ટ્રેન શરૂ થવાથી આ વિસ્તારમાં નાગરિકો માટે મુસાફરી વધુ ઝડપી અને સુગમ બનશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે. વડાપ્રધાનશ્રીના વિઝન અનુસાર ભારતીય રેલવેને આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. છેવાડા સુધી કનેક્ટિવિટી સુનિશ્વિત કરીને નાગરિકોના મુસાફરીના અનુભવને સમૃદ્ધ બનાવવાના પ્રયાસો સતત હાથ ધરવામાં આવ્યા છે. આ પહેલોથી સમાવેશી વિકાસને પ્રોત્સાહન મળશે અને ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યસચિવ મનોજ કુમાર દાસ

Read Full Story arrow_forward
Ahmedabad: સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, પિતાએ જ હુમલો કરાવ્યો હોવાનો પીડિતાનો ગંભીર આક્ષેપ
calendar_today March 28, 2026

Ahmedabad: સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, પિતાએ જ હુમલો કરાવ્યો હોવાનો પીડિતાનો ગંભીર આક્ષેપ

શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નિલકમલ સોસાયટી પાસે એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવતી પર અજાણ્યા શખ્સે એસિડ ફેંકી હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.અમદાવાદના સરદારનગરમાં એસિડ એટેક યુવતી જ્યારે સોસાયટીની બહાર હતી ત્યારે અચાનક એક શખ્સે તેના પર એસિડ ફેંક્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા જ સ્થાનિક રહીશો તેની મદદે દોડી આવ્યા હતા. લોકોએ ત્વરિત સૂઝબૂઝ દાખવી યુવતી પર ઠંડુ પાણી છાંટી તેને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી આપી હતી.પિતા સામે ગંભીર આક્ષેપોમળતી માહિતી મુજબ, પીડિતા છેલ્લા 13 વર્ષથી તેની માતા અને બહેનો સાથે પિતાથી અલગ રહે છે. યુવતીએ વર્ષ ૨૦૨૩માં પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા, જેનાથી તેના પિતા અત્યંત નારાજ હતા. પીડિતાનો આક્ષેપ છે કે પિતા સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હોવાથી અને પ્રેમ લગ્નની અદાવત રાખીને પિતા અથવા તેમના માણસોએ આ જીવલેણ હુમલો કરાવ્યો છે.પોલીસ કાર્યવાહીસરદારનગર પોલીસે આ મામલે યુવતીના પિયર પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી હુમલો કરનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચી શકાય. આ પણ વાંચો: Gir Somnath: જૂનાગઢ મીટર ગેજ ટ્રેન પુનઃ શરૂ થતા ભવ્ય વધામણાં, આંદોલનકારીઓની મહેનત રંગ લાવી

Read Full Story arrow_forward
Ahmedabad News : PM નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ અને નરોડા GIDCના ₹271 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે
calendar_today March 28, 2026

Ahmedabad News : PM નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ અને નરોડા GIDCના ₹271 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે

આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા ₹૨૭૧.૨૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. મુખ્ય પ્રવેશદ્વારો પાસે 18.35 કિ.મી. લાંબી ડ્રેઈન સિસ્ટમ વિકસાવવામાં આવી અમદાવાદના સાણંદ ખાતે આશરે ૨,૦૫૬ હેક્ટરમાં ફેલાયેલી ઔદ્યોગિક વસાહત આજે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા હાઈ-ટેક ઉદ્યોગોનું હબ બની છે. અહીં ૧,૧૫૦થી વધુ એકમો કાર્યરત છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે GIDC દ્વારા બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ ડ્રેઈન પ્રોજેક્ટ અંતર્ગત વસાહતની બંને બાજુએ ૧૮.૭૧ કિ.મી. લાંબી RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન બનાવવામાં આવી છે, જે આંતરિક અને ઉપરવાસના પાણીનો નિકાલ કરશે. તે ઉપરાંત સાણંદ-વિરમગામ હાઈવે પરના મુખ્ય પ્રવેશદ્વારો પાસે ૧૮.૩૫ કિ.મી. લાંબી ડ્રેઈન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. સૌથી જૂની વસાહતોમાંની એક એવી નરોડા ઔદ્યોગિક વસાહત માર્ચ ૨૦૨૬માં પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે 'ઝીરો વોટર લોગિંગ' ઝોન બનવા તરફ આગળ વધી રહ્યું છે. ૧૯૬૩માં સ્થપાયેલી રાજ્યની સૌથી જૂની વસાહતોમાંની એક એવી નરોડા ઔદ્યોગિક વસાહતને પણ રાજ્ય સરકારની 'Assistance for Industrial Infrastructure (A.I.I.)' યોજના હેઠળ નવું કલેવર આપવામાં આવ્યું છે. ₹૨૭.૨૦ કરોડ ના ખર્ચે અહીં વિવિધ કામો પૂર્ણ કરાયા છે. જે અંતર્ગત આંતરિક માર્ગોનું મજબૂતીકરણ અને વિસ્તરણ, સ્ટોર્મ વોટર ડ્રેઈન અને કુદરતી નાળાનું લાઈનિંગ, ૧.૧૯ લાખ ચો.મી. વિસ્તારમાં પેવર બ્લોક, ફૂટપાથ અને પાર્કિંગની સુવિધા તેમજ નવી સ્ટ્રીટ લાઈટ્સ, હાઈ-માસ્ટ લાઈટ્સ, સેક્યુરિટી કેબિન અને ટોયલેટ બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંત્રીમંડળના સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી સાણંદ અને નરોડાના હજારો લઘુ અને મોટા ઉદ્યોગોને સીધો ફાયદો થશે. આધુનિક ડ્રેઈન સિસ્ટમ, સ્માર્ટ વોટર મીટર, CCTV સર્વેલન્સ અને મજબૂતીકરણ કરેલ રસ્તાઓને કારણે માલ-સામાનની હેરફેર સરળ બનશે અને વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત વધુ આકર્ષક બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનારા આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રીમંડળના સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ પણ વાંચો : Sabarkantha News : PM નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

Read Full Story arrow_forward