android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: રામનવમીના બંદોબસ્તમાં બેદરકારી અને DySP સાથે ઉદ્ધત વર્તન કરનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
calendar_today March 28, 2026

Anand: રામનવમીના બંદોબસ્તમાં બેદરકારી અને DySP સાથે ઉદ્ધત વર્તન કરનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

આણંદ જિલ્લામાં પોલીસ શિસ્ત અને ફરજ પ્રત્યેની ગંભીરતાને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોજીત્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી વસંતગીરીને તેમની ફરજમાં બેદરકારી અને ઉપરી અધિકારી સાથેના અસભ્ય વર્તન બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.બંદોબસ્તમાં ગંભીર બેદરકારીરામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મહત્વની ફરજ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિંતનગીરી પોલીસ યુનિફોર્મના ફરજિયાત સાધનો એવા લાઠી અને વ્હિસલ વગર હાજર રહ્યા હતા. સંવેદનશીલ બંદોબસ્તમાં આ પ્રકારની લાપરવાહી શિસ્તભંગ ગણાય છે.DySP સાથે ઉદ્ધતાઈભર્યું વર્તનજ્યારે બંદોબસ્તના નિરીક્ષણ દરમિયાન DySP (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ) દ્વારા તેમને આ સાધનો વિના હાજર રહેવા બાબતે ટકોર કરવામાં આવી, ત્યારે નમ્રતા દાખવવાને બદલે હેડ કોન્સ્ટેબલે ઉદ્ધત વર્તન કર્યું હતું. ઉપરી અધિકારી સાથેની આ પ્રકારની ગેરવર્તણૂકને ગંભીરતાથી લેવામાં આવી હતી.આ પણ વાંચો: Veraval: રખડતા શ્વાનોનો આતંક બેકાબૂ, વોર્ડ નંબર 5 ના રહીશો ભયના ઓથાર હેઠળ

Read Full Story arrow_forward
Kutch News : ભચાઉના રામપર ગામે ટોળાનો આંતક, ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરાતા 32 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો
calendar_today March 28, 2026

Kutch News : ભચાઉના રામપર ગામે ટોળાનો આંતક, ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરાતા 32 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

સરહદી જિલ્લા કચ્છના ભચાઉ તાલુકાના રામપર ગામે હથિયારધારી ટોળાએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને 32 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે 21 આરોપીને રાઉન્ડઅપ કર્યા છે અને ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમાજના પ્રમુખ પદ માટે ચાલે છે બબાલ પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ સરપંચ અને સામેના પક્ષ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિવાદના કારણે ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હથિયારો સાથે આવેલા ટોળાએ માત્ર ફાયરિંગ જ નહીં, પરંતુ પૂર્વ સરપંચના ઘર અને આસપાસના વિસ્તારમાં જોરદાર પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા વાહનોમાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હથિયારધારી લોકો આતંક મચાવતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. સામખિયાળી પોલીસે નોંધ્યો ગુનો ઘટનાની જાણ થતા જ સામખીયાળી પોલીસનો કાફલો રામપર ગામે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી અને ટોળા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ પણ વાંચો : Rajkot News : રાજકોટની હોટલમાં વેઈટરે સગીરા પર દુષ્કર્મ આચર્યુ, પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Kheda: ભગુપુરા અંડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત, લોડિંગ ટ્રકની ટક્કરે બાઈક ચાલકની હાલત ગંભીર
calendar_today March 28, 2026

Kheda: ભગુપુરા અંડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત, લોડિંગ ટ્રકની ટક્કરે બાઈક ચાલકની હાલત ગંભીર

ખેડા નેશનલ હાઈવે પર આવેલ ભગુપુરા અંડરપાસ પાસે આજે એક ભયાનક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. લોડિંગ ટ્રક, આઈસર કન્ટેનર અને બાઈક વચ્ચે સર્જાયેલી આ ટક્કરમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ખેડા હાઈવે પર ટ્રિપલ અકસ્માતમળતી માહિતી મુજબ, ભગુપુરા અંડરપાસમાંથી એક આઈસર કન્ટેનર પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક લોડિંગ ટ્રકે કન્ટેનરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે આઈસર ફંગોળાઈને સામેથી આવી રહેલા એક બાઈક ચાલક પર ચડી ગયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક વાહનોની અડફેટમાં આવી જતાં તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ટ્રક, આઈસર અને બાઈક વચ્ચે અકસ્માતઅકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બાઈક ચાલકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.આ પણ વાંચો: Anand: રામનવમીના બંદોબસ્તમાં બેદરકારી અને DySP સાથે ઉદ્ધત વર્તન કરનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

Read Full Story arrow_forward