android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી
calendar_today March 27, 2026

Gandhinagar News: ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ 32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબ કલમ 32 જી અંતર્ગત ખેડૂતો/ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે અને આ કિંમત કાયદા મુજબની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની હોય છે. કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આવી ખરીદ કિંમત ન ભરવાના કિસ્સામાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વખતો વખત આવી ખરીદ કિંમત ભરપાઈ કરવાની છુટ આપીને સમય મર્યાદા લંબાવવાના નિર્ણયો કરેલા છે. કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતોએ કરેલી રજૂઆતો અને 31 ડિસેમ્બર-2025ના અંતે કેસોની બાકી રહેલી સંખ્યા ધ્યાનમાં લઈને તેમણે ખેડૂતોની તરફેણમાં વધુ નરમ વલણ દર્શાવીને ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની આ મુદત તા. 31 ડિસેમ્બર-2026 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.આ ખેડૂતહિતલક્ષી નિર્ણયના પરિણામે ખેડૂતો/ગણોતીયાઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે. આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્ય સરકારે વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી

Read Full Story arrow_forward
Banaskantha : ડીસામાં સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી, રિક્ષામાં બેઠેલી મહિલા લોહીલુહાણ
calendar_today March 27, 2026

Banaskantha : ડીસામાં સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી, રિક્ષામાં બેઠેલી મહિલા લોહીલુહાણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક મિસફાયર થતા એક નિર્દોષ મહિલાને ગોળી વાગી છે. બેંકની બહાર રિક્ષામાં બેઠેલી આ મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.રિક્ષામાં બેઠેલા મહિલા બની ભોગ મળતી માહિતી મુજબ, ડીસાના રાણપુર ગામની રહેવાસી સકરીબેન ઠાકોર નામની મહિલા આજે કોઈ કામ અર્થે ડીસા આવી હતી. તેઓ જ્યારે રિક્ષામાં બેઠા હતા, ત્યારે અચાનક સર્વોદય બેંકના સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી ગોળી છૂટી હતી. આ ગોળી સીધી રિક્ષામાં બેઠેલા સકરીબેનને વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અચાનક ગોળીબારનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસનો ધમધમાટ ઘટનાની જાણ થતા જ ડીસા દક્ષિણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના આકસ્મિક રીતે ગોળી છૂટવાને કારણે બની હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ સિક્યુરિટી ગાર્ડની બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. સિક્યુરિટી ગાર્ડની બંદૂક કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર સ્થળે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.આ પણ વાંચો---      Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ

Read Full Story arrow_forward
Agriculture News:  રાજ્ય સરકાર બાજરી અને જુવાર સહિત મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે
calendar_today March 27, 2026

Agriculture News: રાજ્ય સરકાર બાજરી અને જુવાર સહિત મકાઈની ટેકાના ભાવે ખરીદી કરશે

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે બાજરી રૂ. ૨,૭૭૫ પ્રતિ ક્વી., જુવાર-માલદંડી માટે રૂ. ૩,૭૪૯ પ્રતિ ક્વી., જુવાર-હાઈબ્રીડ માટે રૂ. ૩,૬૯૯ પ્રતિ ક્વી. તથા મકાઈ માટે રૂ. ૨,૪૦૦ પ્રતિ ક્વી. લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવ્યો છે. ખેડૂતોને મહત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે માટે બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૩૦૦ પ્રતિ ક્વી. બોનસની ચુકવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે. ખેડૂતોની ઓનલાઇન નોંધણી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૦૧ થી ૩૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી કરવામાં આવશે તેમજ બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી તા. ૦૧ મે થી ૧૫ જુલાઇ, ૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી. નોંધણી માટે જરૂરી પુરાવા નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. SMS મારફતે ખરીદી અંગેની જાણ કરાશે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે, જેની નોંધ લેવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.આ પણ વાંચોઃ Ahmedabad News: જીતી શકે એવા જ ઉમેદવારો શોધો, MP કે MLAની ભલામણો ચલાવી ના લેવી

Read Full Story arrow_forward