Dang : સુબીરમાં આદિવાસી પરિવારનું આખું ઘર બળીને ખાખ, જીવનભરની કમાણી આગમાં હોમાઈ
પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લાના સુબીરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા જમણીબેન માલુભાઈ ચૌધરીના રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ દુર્ઘટનામાં પરિવારની ઘરવખરી સહિત આખું મકાન બળીને રાખ થઈ ગયું છે.ગ્રામજનોએ પાણીના ટેન્કર વડે કરી જહેમત મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પાણીના ટેન્કરો મંગાવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ઘરમાં રહેલું અનાજ, કપડાં અને અન્ય કિંમતી સામાન બળી જવાથી પરિવાર અત્યારે ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે. તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે ઘટનાની જાણ થતા જ સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરો તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારની વ્હારે આવ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. સુબીર મામલતદારની સૂચના મુજબ મહેસૂલ વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું છે.આ પણ વાંચો --- Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ
Read Full Story arrow_forward