android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : દુષ્કર્મના આક્ષેપ બાદ વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયોમાં ખોલી શિક્ષિકાની પોલ
calendar_today March 27, 2026

Rajkot : દુષ્કર્મના આક્ષેપ બાદ વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયોમાં ખોલી શિક્ષિકાની પોલ

રાજકોટ શહેરમાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી પર કરાયેલા દુષ્કર્મના કેસમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. દુષ્કર્મના આક્ષેપથી વ્યથિત થયેલા આરોપી વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર એક સનસનાટીભર્યો વીડિયો જાહેર કરી ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવકે પહેલા વીડિયોમાં જે પુરાવા રજૂ કર્યા છે, તેણે સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.'જે મારી સાથે બિન્દાસ ફરતી હોય, તેનું દુષ્કર્મ શું કામ કરું?' યુવકે વીડિયોમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે, શિક્ષિકા તેની પાસેથી સતત રૂપિયા પડાવતી હતી અને બંનેએ સાથે મળીને મોજ-મજા કરી હતી. યુવકના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે વધુ રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો, ત્યારે શિક્ષિકાએ તેને બદનામ કરવા માટે દુષ્કર્મનો ખોટો કેસ ઠોકી દીધો હતો. યુવકે સવાલ ઉઠાવ્યો છે કે, "જે છોકરી મારી સાથે બિન્દાસ ફરતી હોય, તેની પર દુષ્કર્મ કરવાની મારે શું જરૂર?" પુરાવા તરીકે સેલ્ફી અને ગૂગલ પે ટ્રાન્ઝેક્શન પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે યુવકે શિક્ષિકા સાથે ફરવા ગયાના ફોટા, સેલ્ફી અને ગૂગલ પે મારફતે મોકલેલા રૂપિયાના ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ પણ જાહેર કર્યા છે. યુવકે આક્ષેપ કર્યો છે કે શિક્ષિકાએ તેની પાસેથી નાણાં પડાવ્યા બાદ હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવા આ ષડયંત્ર રચ્યું છે. અંતમાં યુવકે ભાવુક અપીલ કરતા જણાવ્યું કે, "મારા મર્યા બાદ મને અને મારા પરિવારને ન્યાય અપાવજો." આ પણ વાંચો---   Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ

Read Full Story arrow_forward
Amreli News: ધારીના તુલસીશ્યામ રોડ પર ભંગારના વાડામાં ભીષણ આગ, ફાયર ફાઈટરના અભાવે અફરાતફરી
calendar_today March 27, 2026

Amreli News: ધારીના તુલસીશ્યામ રોડ પર ભંગારના વાડામાં ભીષણ આગ, ફાયર ફાઈટરના અભાવે અફરાતફરી

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. ધારીથી તુલસીશ્યામ જવાના મુખ્ય માર્ગ પર આવેલા એક ભંગારના વાડામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, આ ઘટનાએ ધારી વિસ્તારમાં ફાયર ફાઈટરની સુવિધાના અભાવને ફરી એકવાર ઉજાગર કર્યો છે.સ્થાનિકોએ જીવના જોખમે કરી કામગીરી તુલસીશ્યામ રોડ પર આવેલા ભંગારના વાડામાં આગ લાગતા જ જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી દેખાવા લાગી હતી. આગના કારણે આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દુર્ભાગ્યવશ, ધારીમાં ફાયર ફાઈટરની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકોએ જાતે જ પાણીનો મારો ચલાવી અને માટી નાખી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સુવિધાના અભાવે લોકોમાં રોષ ધારી એક મહત્વનું તાલુકા મથક હોવા છતાં અહીં ફાયર સ્ટેશન કે ફાયર ફાઈટરની સુવિધા નથી. જ્યારે પણ આવી આગની ઘટના બને છે, ત્યારે પાડોશી તાલુકાઓમાંથી ફાયર ફાઈટર મંગાવવા પડે છે, જેમાં કિંમતી સમય વેડફાય છે. આ ઘટનામાં પણ સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો કે, જો સમયસર સુવિધા હોત તો આગને વહેલી કાબૂમાં લઈ શકાઈ હોત. મોટા નુકસાનની ભીતિ ભંગારના વાડામાં ટાયર, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થયો હોવાની આશંકા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પણ વાંચો - Amreli News: 60 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું, ખાંભા પોલીસની કાર્યવાહી

Read Full Story arrow_forward
Middle East Tension: સરકાર સંકટની ગતિવિધિ પર રાખશે બાજ નજર, રાજનાથ સિંહની અધ્યક્ષતામાં  બનાવી કમિટી
calendar_today March 27, 2026

Middle East Tension: સરકાર સંકટની ગતિવિધિ પર રાખશે બાજ નજર, રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બનાવી કમિટી

સરકારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવતા મુદ્દાઓ પર નજીકથી નજર રાખવા માટે સંરક્ષણ પ્રધાનના નેતૃત્વમાં એક આંતર-મંત્રી જૂથની રચના કરી છે. આ જૂથની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. કમિટીમાં કોણ કોણ ? સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂથમાં ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી સહિત અન્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. દેશભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો સુગમ અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આ સંદર્ભમાં, આજે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો આજે શરૂઆતમાં, સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. પેટ્રોલ પરની ડ્યુટી હવે પ્રતિ લિટર ₹3 ઘટાડી દેવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની ડ્યુટી શૂન્ય કરવામાં આવી છે. ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર ₹21.5 નો અણધાર્યો કર નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં, સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) માટે કર માળખામાં સુધારો કર્યો છે; તેના પર પ્રતિ લિટર ₹50 ની નવી એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવી છે. જોકે, કેટલીક છૂટછાટોને કારણે, અસરકારક ડ્યુટી પ્રતિ લિટર ₹29.5 પર રહેશે, જેનાથી ઉડ્ડયન ક્ષેત્ર પરનો નાણાકીય બોજ ઓછો થશે. આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. હાલમાં જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં. આ બેઠકનો ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને રાજ્યોની તૈયારી અને આકસ્મિક યોજનાઓની સમીક્ષા કરવાનો છે. આ વાતચીત વર્ચ્યુઅલી થશે, જે COVID-19 રોગચાળા દરમિયાન યોજાયેલી બેઠકોની જેમ જ થશે. આ પહેલી ઘટના છે જ્યાં પ્રધાનમંત્રી ખાસ કરીને પશ્ચિમ એશિયામાં સંઘર્ષના મુદ્દા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. નોન-ડોમેસ્ટિક એલપીજી ક્વોટા 70 ટકા સુધી વધારવામાં આવ્યો કેન્દ્ર સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક ક્ષેત્રોને રાહત આપવા માટે એક મોટો નિર્ણય પણ લીધો છે. આજે સરકારે નોન-ડોમેસ્ટિક એલપીજીની ફાળવણીમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશો હેઠળ રાજ્યોને ફાળવવામાં આવતા વાણિજ્યિક એલપીજીનો કુલ ક્વોટા 70% સુધી વધારી દેવામાં આવ્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલા બાદ મધ્ય પૂર્વમાં સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. ત્યારથી, ઇરાને તેના ખાડી પડોશીઓ અને ઇઝરાયલને લક્ષ્ય બનાવીને બદલો લેવા માટે હુમલા કર્યા છે.આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward