android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: સગાઈ તૂટી જતાં આણંદની યુવતીએ છાણી કેનાલમાં કર્યો આપઘાતનો પ્રયાસ
calendar_today March 27, 2026

Vadodara News: સગાઈ તૂટી જતાં આણંદની યુવતીએ છાણી કેનાલમાં કર્યો આપઘાતનો પ્રયાસ

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી કેનાલ પર આજે એક યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. મૂળ આણંદની વતની એવી આ યુવતી પોતાની સગાઈ તૂટી જવાથી ભારે માનસિક તણાવમાં હતી, જેના કારણે તેણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ વડોદરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને યુવતીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.યુવતી છાણી કેનાલમાં કૂદવાની હતી યુવતી છાણી કેનાલના કિનારે આપઘાત કરવાના ઇરાદે ઉભી હતી ત્યારે સ્થાનિકો કે અન્ય માધ્યમથી પોલીસને જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવતીને સમજાવટથી રોકી રાખી હતી અને બીજી તરફ સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડના જવાનોને પણ બોલાવી લીધા હતા. ફાયરના જવાનોએ કેનાલના કિનારેથી યુવતીને સુરક્ષિત રીતે પકડી પાડીને બહાર કાઢી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કર્યું રેસ્ક્યુ રેસ્ક્યુ બાદ પોલીસે યુવતીની પ્રાથમિક પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સગાઈ તૂટી જવાની સામાજિક પરિસ્થિતિથી તે ખૂબ જ વ્યથિત હતી. પોલીસે માનવતાવાદી અભિગમ દાખવી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેના પરિવારજનોને આણંદ ખાતે જાણ કરી વડોદરા બોલાવ્યા હતા. હાલમાં યુવતીને તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : 130 કરોડની કોર્પોરેટ લોનની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
calendar_today March 27, 2026

Ahmedabad : 130 કરોડની કોર્પોરેટ લોનની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ શહેરમાં કોર્પોરેટ લોન આપવાના બહાને વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો ઝોન-7 LCBની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે જીતેન્દ્ર મકવાણા, અલ્પેશ મકવાણા, કેયુર પટેલ અને શૈલેષ પરમાર નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી બેંક કરતા અડધા વ્યાજે કરોડોની લોન અપાવવાની લાલચ આપી સ્ટેમ્પ ડ્યુટીના નામે વેપારીઓ પાસેથી નાણાં પડાવી લેતી હતી.આસામ અને તામિલનાડુના વેપારીઓ બન્યા ભોગ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગે આસામના એક વેપારીને 100 કરોડની મોર્ગેજ લોન આપવાનું કહી 35 લાખ અને તામિલનાડુના વેપારીને 30 કરોડની લોન અપાવવાના બહાને 30 લાખ પડાવી લીધા હતા. આ અંગે બોડકદેવ અને સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદો નોંધાઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી જીતેન્દ્ર અગાઉ બસ કંડક્ટર હતો, જ્યારે કેયુર રેપિડો ચલાવતો હતો. આ સામાન્ય દેખાતા શખ્સોને આગળ કરી મુખ્ય સૂત્રધાર વિકી શર્મા અને નીતાંત શર્મા છેતરપિંડીનું આખું નેટવર્ક ચલાવતા હતા. મોડસ ઓપરેન્ડી અને ફરાર આરોપીઓ મુખ્ય આરોપી વિકી શર્મા પોતાની ઓળખ મોટી કંપનીના માલિક તરીકે આપતો હતો, જ્યારે નીતાંત બનાવટી કંપનીઓ ઊભી કરી ઠગાઈના નાણાં તે એકાઉન્ટમાં જમા કરાવતો હતો. ઝડપાયેલા ચાર આરોપીઓ કંપનીના કર્મચારી બનીને વેપારીઓનો વિશ્વાસ જીતતા હતા. પોલીસને આશંકા છે કે આ ગેંગે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હશે. હાલમાં પોલીસ ફરાર વિકી અને નીતાંતની શોધખોળ કરી રહી છે.આ પણ વાંચો---     Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ

Read Full Story arrow_forward
Chhota Udepur News: કવાંટમાં આધેડને ફાડી ખાનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
calendar_today March 27, 2026

Chhota Udepur News: કવાંટમાં આધેડને ફાડી ખાનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલા દીપડાના દહેશતનો આખરે અંત આવ્યો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં માનવભક્ષી દીપડો આબાદ ઝડપાઈ જતા સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી છે.ભયાનક હુમલાની ઘટના અત્રે નોંધનીય બાબત છે કે, આજથી ચાર દિવસ પહેલા રાયસિંગપુરા ગામના 52 વર્ષીય અમરસિંહ રાઠવા પર દીપડાએ ઓચિંતા હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે, દીપડાએ અમરસિંહને ફાડી ખાધા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી દીપડાને પકડવા માગ કરી હતી. વન વિભાગની સફળ તજવીજ ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગામની સીમમાં અને શંકાસ્પદ વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ દિવસ-રાત પેટ્રોલિંગ કરીને દીપડાની હિલચાલ પર નજર રાખી હતી. આખરે ગત રાત્રે દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ થઈ ગયો હતો. ગામમાં આનંદનો માહોલ દીપડો પાંજરે પુરાયાના સમાચાર મળતા જ રાયસિંગપુરા સહિત આસપાસના ગામના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. ચાર દિવસથી જે દહેશતમાં લોકો જીવતા હતા, તેનો અંત આવતા હવે ખેડૂતો અને ગ્રામીણો નિર્ભય બની ખેતરે જઈ શકશે. વન વિભાગ હવે આ દીપડાને સુરક્ષિત સ્થળે અથવા રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી કરી રહ્યું છે. આ પણ વાંચો - CHHOTA UDEPUR: રામનવમી પર્વે બોડેલીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

Read Full Story arrow_forward