android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: શિનોરમાં સોની વેપારીની નજર ચૂકવી અજાણ્યો શખ્સ સોનાનું બિસ્કિટ લઈ ફરાર
calendar_today March 27, 2026

Vadodara News: શિનોરમાં સોની વેપારીની નજર ચૂકવી અજાણ્યો શખ્સ સોનાનું બિસ્કિટ લઈ ફરાર

ગુજરાતમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવનારી ચોર ટોળકીએ તરખાટ મચાવી દીધો છે. વડોદરાના શિનોરમાં જ્વેલર્સમાં 50 ગ્રામનું સોનાનું બિસ્કિટ ચોરાયુ હોવાની ઘટના સામે આવી છે. બે શખ્સોએ ચોરીને અંજામ આપ્યો છે. બંને જણા જ્વેલર્સની દુકાનમાંથી સાત લાખની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શિનોર શહેરમાં ચોરીની ઘટનાઓ વધતાં સુરક્ષા સામે સવાલો ઉભા થયાં છે. મહાકાળી જ્વેલર્સમાં આ ચોરીની ઘટના બની વડોદરાના શિનોરમાં સોની બજારમાં સાત લાખનું સોનું ચોરાઈ જતાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. બે શખ્સો બાઈક પર ચોરીને અંજામ આપવા માટે આવ્યા હતાં. જેમાંથી એક ચોર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે દુકાનમાંથી 50 ગ્રામનું સોનાનું બિસ્કિટ ચોરી લીધું હતું. 7 લાખ ઉપરનું સોનું લઈ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. શિનોરમાં સોની બજારમાં સ્થિત મહાકાળી જ્વેલર્સમાં આ ચોરીની ઘટના બની હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ મહાકાળી જ્વેલર્સમાં આવેલો એક અજાણ્યો શખ્સ વેપારીની નજર ચૂકવી ચાલાકીથી સોનાનું બિસ્કિટ ચોરીને રવાના થયો હતો. ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં ચોરી થતાં હડકંપ મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી હોવા છતાં ચોર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટનાઓ વધતાં પોલીસ માટે પણ એક પડકાર ઉભો થયો છે. સોની બજારમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચોઃ Ahmedabad News: પકવાન બ્રિજ પર કાર ચાલકે બાઈક પર પસાર થતાં યુવકને અડફેટે લીધો

Read Full Story arrow_forward
Surat PCB પોલીસની મોટી સફળતા: ભાવનગરના તળાજામાં હત્યા કરી 8 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
calendar_today March 27, 2026

Surat PCB પોલીસની મોટી સફળતા: ભાવનગરના તળાજામાં હત્યા કરી 8 વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

સુરત શહેર પોલીસની પીસીબી (PCB) શાખાએ એક સરાહનીય કામગીરી કરતા છેલ્લા આઠ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા હત્યાના આરોપીને મહારાષ્ટ્રના બારામતી ખાતેથી દબોચી લીધો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વર્ષ 2018માં થયેલી એક હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી સુનીલ કિશોર પ્રસાદ પોલીસ પકડથી દૂર હતો, જેને ઝડપી પાડવા માટે ₹10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.પોલાસે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો વર્ષ 2018માં આરોપી સુનીલ કિશોર પ્રસાદે અંગત અદાવત રાખીને વિનોદ યાદવ નામના વ્યક્તિની કરપીણ હત્યા કરી હતી. આ લોહિયાળ ઘટના બાદ આરોપી ધરપકડથી બચવા માટે ગુજરાત છોડી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના બારામતી MIDC વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને મજૂરી કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત પીસીબીની ટીમે ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો. આરોપી બારામતી MIDCમાં કરતો હતો મજૂરી કામ આરોપી લાંબા સમયથી નાસતો-ફરતો હોવાથી પોલીસ માટે તેને પકડવો એક પડકાર હતો. સુરત પીસીબી પોલીસે આરોપીની કાયદેસરની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે તેને ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી ગંભીર ગુના આચરીને બીજા રાજ્યોમાં છુપાઈ જનારા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. 8 વર્ષ જૂના વણઉકેલાયેલા કેસમાં આરોપીની ધરપકડ થતા મૃતકના પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad News: જાણીતી 'ધ ગ્રાન્ડ જ્યોતિ' રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
calendar_today March 27, 2026

Nadiad News: જાણીતી 'ધ ગ્રાન્ડ જ્યોતિ' રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના સંતરામ રોડ પર આવેલી અત્યંત જાણીતી 'ધ ગ્રાન્ડ જ્યોતિ' (જ્યોતિ દાલપુરી) રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાણી-પીણીના શોખીનોમાં લોકપ્રિય એવી આ રેસ્ટોરન્ટમાં અચાનક અધિકારીઓનો કાફલો ત્રાટકતા અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.ધ ગ્રાન્ડ જ્યોતિ રેસ્ટોરન્ટમાં સેમ્પલ લેવાયા તપાસની કામગીરી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેસ્ટોરન્ટના રસોડામાં જઈને સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસવામાં આવતી વિવિધ વાનગીઓના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા હતા. ખાસ કરીને મસાલા, તેલ અને તૈયાર વાનગીઓ જેવી કે દાલપુરી સહિતની આઈટમોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી, જેથી તે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તેની ખાતરી કરી શકાય. સેમ્પલને ટેસ્ટિંગ અને પ્રોસેસ માટે મોકલાયા વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલને વધુ ટેસ્ટિંગ અને લેબોરેટરી પ્રોસેસ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો ખાદ્ય પદાર્થોમાં કોઈ ભેળસેળ કે હલકી ગુણવત્તા માલૂમ પડશે, તો રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. નડિયાદના ભીડભાડવાળા સંતરામ રોડ પર થયેલી આ કાર્યવાહીને પગલે લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward