Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ
અમદાવાદ શહેરમાં જમીન અને બિલ્ડિંગ સ્કીમમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ઠગ ટોળકીનો આર્થિક ગુના નિવારણ શાખાએ પર્દાફાશ કર્યો છે. સોલા રોડ પર આવેલા શુકન મોલમાં ઓફિસ ધરાવતા 'પટેલ બ્રધર્સ' તરીકે ઓળખાતા મિતેશ પટેલ, પ્રતીક પટેલ અને મિતેશની પત્ની મોક્ષા પટેલની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં 41 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ ભોગ બનનારાઓના મતે આ આંકડો 400 કરોડને પાર કરી શકે તેમ છે.દુબઈ રિટર્ન રોકાણકારો પણ બન્યા ભોગ આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી. સપ્ટેમ્બર 2021 થી માર્ચ 2026 દરમિયાન આરોપીઓએ અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. નવાઈની વાત એ છે કે, દુબઈથી અમદાવાદ સેટલ થવા માંગતા એક પરિવારે પોતાની વિદેશની તમામ સંપત્તિ વેચીને અહીં રોકાણ કર્યું હતું, જેમને પણ આ દંપતીએ લાખોનો ચૂનો લગાવ્યો છે. ખોટી સહીઓ અને હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જમીન માલિકોની ખોટી સહીઓ કરી રોકાણકારોને પહોંચ આપતા હતા. જ્યારે દસ્તાવેજનો સમય આવે ત્યારે અલગ-અલગ બહાના બતાવી ઓફિસને તાળા મારી દેતા હતા. લોકોના પરસેવાની કમાણી પર આ ત્રણેય આરોપીઓ હાઈ-પ્રોફાઈલ જીવન જીવતા હતા. ભોગ બનનારાઓના ટોળા ઉમટતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે અને અન્ય ભોગ બનનારાઓને પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.આ પણ વાંચો---- Mehsana : દારૂડિયા માટે બનાવેલા પાંજરામાં કાકાની બોણી! કૂતૂહલ પડ્યું ભારે
Read Full Story arrow_forward