android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ તાલુકાના 34 ગામ અને અંબાજી શહેરના અંદાજે 78 હજાર નાગરિકોને આ યોજનાથી પાણીનો મળશે લાાભ
calendar_today March 27, 2026

Banaskantha News : બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ તાલુકાના 34 ગામ અને અંબાજી શહેરના અંદાજે 78 હજાર નાગરિકોને આ યોજનાથી પાણીનો મળશે લાાભ

રાજ્યના સર્વાંગી વિકાસ માટે પાણીની અગત્યતાને સમજીને સરકાર દ્વારા દરેક નાગરિકને શુદ્ધ અને પૂરતું પેયજળ પૂરૂ પાડવા માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. આ કડીરૂપ અભિયાન અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજી માટે અંદાજિત રૂ. ૧૪૧ કરોડની રકમની 'અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-૧ અને ૨' નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. યોજનાની મુખ્ય વિગતો: લાભાર્થી ગામો: દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ ૩૪ ગામો અને અંબાજી શહેરના નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે . નાગરિક ફાયદો: આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આશરે ૦.૭૮ લાખની વસ્તીને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ થશે . ભૌગોલિક પડકારોનો ઉકેલ: આ વિસ્તાર ડુંગરાળ અને ખડકાળ હોવાથી અત્યાર સુધી અહીંના ગામો ભૂગર્ભ જળ પર નિર્ભર હતા, જે હવે સરફેસ સ્ત્રોત એટલે કે સપાટી પરના સ્ત્રોત આધારિત યોજનામાં પરિવર્તિત થશે જેનો સીધો ફાયદો આરોગ્યને થશે. ભવિષ્યનું ડેવલપમેન્ટ: અંબાજીએ ભારતનું એક મહત્વનું પવિત્ર યાત્રાધામ હોવાથી અને ભવિષ્યમાં આસપાસના વિસ્તારોમાં થનારા વિકાસને ધ્યાને રાખીને આ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે . પાણી પુરવઠા ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ: રાજ્યવ્યાપી ગ્રીડ: ગુજરાત સરકારે ભૂગર્ભ જળ પરની નિર્ભરતા ઘટાડીને નદી, કેનાલ અને જળાશય જેવા સ્ત્રોતો આધારિત યોજનાઓ અમલી બનાવી છે બલ્ક પાઈપલાઈન: રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ હેઠળ ૩,૩૦૦ કિ.મીથી વધુ બલ્ક પાઈપલાઈનના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે અત્યાર સુધી રાજ્યના ૧૫,૦૦૦ થી વધુ ગામો અને ૨૫૧ શહેરી વિસ્તારોને સરફેસ સ્ત્રોત આધારિત પીવાનું પાણી મળી રહ્યું છે, જેનાથી રાજ્યની અંદાજે પાંચ કરોડથી વધુ વસ્તી લાભાન્વિત થઈ છે .જલ જીવન મિશન-2 કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 'જલ જીવન મિશન-૨' થકી બાકી રહેલા ગામોના કામોને વધુ વેગ મળશે. આ ઉપરાંત નાગરિકોની સુવિધા માટે ગ્રામીણ વિસ્તારમાં પાણીને લગતી સમસ્યાઓના ઉકેલ માટે 24x7 હેલ્પલાઇન નંબર ૧૯૧૬ પણ કાર્યરત છે, જ્યાં ફરિયાદોનું સંતોષકારક નિવારણ કરવામાં આવે છે' તેમ પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે. આ પણ વાંચો : Agriculture News : ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે માર્ગદર્શિકા જાહેર

Read Full Story arrow_forward
Gandhinagar: ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર, વલસાડના સાંસદ અને સુરતના પૂર્વ મેયરને મળી મહત્વની જવાબદારી
calendar_today March 27, 2026

Gandhinagar: ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર, વલસાડના સાંસદ અને સુરતના પૂર્વ મેયરને મળી મહત્વની જવાબદારી

આગામી રાજકીય ગતિવિધિઓને ધ્યાને રાખીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠનમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપની મીડિયા ટીમને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે ૭ સહ-પ્રવક્તા અને ૨ મીડિયા સહ-ઈન્ચાર્જની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂંકોમાં અનુભવી નેતાઓ અને સંગઠનના ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.નવનિયુક્ત પ્રદેશ સહ-પ્રવક્તાઓની યાદીપ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલા 7 સહ-પ્રવક્તાઓમાં સાંસદથી લઈને પૂર્વ મેયર સુધીના નેતાઓનો સમાવેશ થાય છે:1. ધવલભાઈ પટેલ (સાંસદ) - વલસાડ2. અશ્વિનભાઈ બેંકર - કર્ણાવતી3. જયરાજસિંહ પરમાર - મહેસાણા4. ઘનશ્યામભાઈ ગઢવી - અમદાવાદ જિલ્લો5. મનજીભાઈ આહીર - કચ્છ6. હેમાલીબેન બોઘાવાલા (પૂર્વ મેયર) - સુરત શહેર7. શ્વેતાબેન બ્રહ્મભટ્ટ - કર્ણાવતીમીડિયા સહ-ઈન્ચાર્જની નિમણૂંકમીડિયા વિભાગની આંતરિક કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે બે નવા સહ-ઈન્ચાર્જ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝુબીન આશરા - કર્ણાવતી, કલ્પ પટેલ - ગાંધીનગર શહેરમહત્વ અને અસરઆ નવી ટીમમાં સુરતના પૂર્વ મેયર અને વલસાડના સાંસદનો સમાવેશ એ સૂચવે છે કે ભાજપ સોશિયલ મીડિયા અને મુખ્ય મીડિયામાં પ્રાદેશિક સંતુલન જાળવવા માંગે છે. ખાસ કરીને મહેસાણાના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર અને વલસાડના સાંસદ ધવલ પટેલની એન્ટ્રીથી ભાજપનો પક્ષ રજૂ કરવામાં વધુ ધાર જોવા મળી શકે છે. પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ આ યાદી અમલમાં મૂકવામાં આવી છે.આ પણ વાંચો: Kutch: કાઠડા ત્રણ રસ્તા પાસે કારમાં ગાંજો લઈ જતો શખ્સ ઝડપાયો, આરોપી સામે NDPS હેઠળ ગુનો દાખલ

Read Full Story arrow_forward
Surat News: ખજોદ ડમ્પિંગ સાઈટ પર 4 દિવસે આગ કાબૂમાં, મનપા કમિશનરે જણાવ્યું આગ લાગવાનું સાચું કારણ
calendar_today March 27, 2026

Surat News: ખજોદ ડમ્પિંગ સાઈટ પર 4 દિવસે આગ કાબૂમાં, મનપા કમિશનરે જણાવ્યું આગ લાગવાનું સાચું કારણ

સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર છેલ્લા ચાર દિવસથી લાગેલી ભીષણ આગ આખરે કાબૂમાં આવી છે. સુરત ફાયર વિભાગની સતત કામગીરી બાદ ચાર દિવસ બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી છે, જેનાથી આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.મિથેન ગેસના કારણે લાગી આગ: મનપા કમિશનર આગ લાગવાની ઘટના અને તેના પાછળના આક્ષેપોને લઈને સુરત મનપા કમિશનર એમ. નાગરાજનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં ગરમીના કારણે મિથેન ગેસ ઉત્પન્ન થતો હોય છે. ઉનાળાની પ્રચંડ ગરમીમાં આ મિથેન ગેસ સક્રિય થતા આગ ભભૂકી ઉઠી હતી. કમિશનરે કોઈ પણ પ્રકારના માનવસર્જિત આક્ષેપોને નકારીને આ ઘટના પાછળ કુદરતી અને વૈજ્ઞાનિક કારણ હોવાનું જણાવ્યું છે. તંત્રની જહેમત અને આગામી પગલા નોંધનીય છે કે, ડમ્પિંગ સાઈટ પર કચરાના ડુંગરોમાં લાગેલી આગને કારણે સુરતના દક્ષિણ વિસ્તારમાં ધુમાડાના કારણે પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ફાયર વિભાગના ડઝનબંધ ટેન્ડરો અને કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. મનપા દ્વારા હવે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ડમ્પિંગ સાઈટ પર ગેસ વેન્ટિલેશન અને કચરાના નિકાલની પ્રક્રિયાને વધુ સઘન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો - Surat News : સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ ચોથા દિવસે પણ યથાવત, આગના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું

Read Full Story arrow_forward