android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Khambhaliya: રામનગર રોડ પર કાર અને બાઈકનો અકસ્માત, પિતાનું મોત અને પુત્રી સારવાર હેઠળ
calendar_today March 27, 2026

Khambhaliya: રામનગર રોડ પર કાર અને બાઈકનો અકસ્માત, પિતાનું મોત અને પુત્રી સારવાર હેઠળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં રામનગર રોડ પર આજે એક કાળમુખી કારે ભારે કહેર વર્તાવ્યો છે. બેફામ ગતિએ આવી રહેલી કારે બાઈક પર જઈ રહેલા પિતા-પુત્રીને જોરદાર ટક્કર મારતા પિતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેમની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ છે.રામનગર રોડ પર કારે બાઈકને અડફેટે લીધુંમળતી માહિતી મુજબ, અશ્વિનભાઈ ચોપડા પોતાની પુત્રી પાયલબેન સાથે બાઈક પર રામનગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક બેફામ બનેલી કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું. કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર અશ્વિનભાઈ ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.પુત્રીની હાલત નાજુકઆ અકસ્માતમાં તેમની પુત્રી પાયલબેનને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, ઈજાઓ વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.આ પણ વાંચો: Surat: પાડોશીના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાતનો પ્રયાસ, સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પીધું ફીનાઈલ

Read Full Story arrow_forward
Gujarat Weather Update: છત્રી હાથવગી જ રાખજો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ
calendar_today March 27, 2026

Gujarat Weather Update: છત્રી હાથવગી જ રાખજો! અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે કુદરતી આફતના સંકેતો મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી આવી રહેલા વાતાવરણના પલટાને કારણે સમગ્ર ગુજરાતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે.પશ્ચિમી વિક્ષેપની અસર અને પવનની ગતિ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 8 થી 12 એપ્રિલ દરમિયાન રાજ્યમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં પવનનું જોર વધુ જોવા મળશે. માત્ર એટલું જ નહીં, 20 થી 23 એપ્રિલ દરમિયાન પણ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કયા વિસ્તારોમાં થશે વરસાદ? આગાહી મુજબ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ આ કમોસમી વરસાદને કારણે સૌથી વધુ માઠી અસર બાગાયતી પાકો પર પડવાની ભીતિ છે. ખાસ કરીને અત્યારે જ્યારે કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે, ત્યારે ભારે પવન અને વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડવાની અને ગુણવત્તા બગડવાની ચિંતામાં ખેડૂતો મુકાયા છે. નાગરિકોને અને ખાસ કરીને ખેડૂત ભાઈઓને સાવચેત રહેવા અને ખેતપેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની સલાહ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. આ પણ વાંચો - Weather Update: દેશભરમાં હવામાનમાં આવ્યો પલ્ટો, ભર ઉનાળે IMDની આ રાજ્ય માટે વરસાદની ચેતવણી

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ, ધોરાજીમાં 'ફોર્સ 3'નું ચાલે છે શૂટિંગ
calendar_today March 27, 2026

Rajkot News : રાજકોટના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ, ધોરાજીમાં 'ફોર્સ 3'નું ચાલે છે શૂટિંગ

રાજકોટ જીલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ અને ધોરાજીમાં ફોર્સ 3 મૂવીનું વીડિયો શૂટિંગ માટે આવ્યા હતા, જોન અબ્રાહમે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત અને ધોરાજી પોલીસ સ્ટાફ, પીઆઈ, એસ પી સહિતનાઓ સાથે જોને ફોટો પડાવ્યો હતો. સૌરાષ્ટ્રની મુલાકતે ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બોલિવૂડની આગામી મેગા એક્શન ફિલ્મ 'ફોર્સ 3' નું શૂટિંગ ચાલી રહ્યું છે. ધોરાજીના ઐતિહાસિક અને લોકેશન-ફ્રેન્ડલી વિસ્તારોમાં ચાલી રહેલા આ શૂટિંગ વચ્ચે ફિલ્મના મુખ્ય અભિનેતા અને બોલીવૂડ સુપરસ્ટાર જોન અબ્રાહમના આગમનથી સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી, રોડ પર શુંટિંગ દરમિયાન લોકોના ટોળા પણ ઉમટયા હતા અને પોલીસ બંદોબસ્તની વચ્ચે ફોર્સ 3 મુવીનું શૂટિંગ ચાલી રહ્યું છે. ધોરાજી અને તેની આસપાસના વિસ્તારો ફિલ્મમાં આવી રહ્યા છે ફોર્સ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડીના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો ધોરાજી અને તેની આસપાસના વિસ્તારો ફિલ્મમાં આવી રહ્યા છે. આ વ્યસ્તાની વચ્ચે પણ જોન પોલીસ સ્ટેશન અને લોકોને મળ્યા હતા, ધોરાજી સિટી ઐતિહાસિક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિલ્મ શૂટિંગ દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસનો ખૂબ જ મોટો સહયોગ રહ્યો છે. આ પણ વાંચો : Jamnagar News : જામનગરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં હજી વીજ પુરવઠો બંધ, ગરમીમાં સ્થાનિકો અકળાયા

Read Full Story arrow_forward