android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદમાં 12 લાખ LPGને PNGમાં પરિવર્તિત કરાશે, ઘરેઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો પહોંચાડાશે
calendar_today March 27, 2026

Ahmedabad News : અમદાવાદમાં 12 લાખ LPGને PNGમાં પરિવર્તિત કરાશે, ઘરેઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો પહોંચાડાશે

અમદાવાદમાં PNG નેટવર્કવાળા વિસ્તારોને આગામી ત્રણ માસમાં LPG મુક્ત બનાવી દેવાશે. આ પ્રકારના સરકારી આદેશને લઇને આગામી ત્રણેક માસમાં શહેરના અંદાજે ૧૨ લાખથી વધુ LPG કનેક્શનોમાંથી મોટાભાગના કનેક્શનો રદ થઈ તે PNG કનેક્શનમાં જોડાણ પામશે. શહેરમાં હાલ અંદાજે ૧૦ લાખથી વધુ PNG કનેક્શન છે. અમદાવાદમાં PNG કનેક્શનનો આ આંકડો આગામી ત્રણ માસમાં બમણો કરી દેવાના સરકારી પ્રયાસો છે. શહેરી વિસ્તારોમાં પીએનજી જોડાણને અગ્રીમતા આપવાનો લક્ષ્ય સરકારને નક્કી કર્યો PNG જોડાણ હોય છતાંય એલપીજી સિલિન્ડ રાખતા હોય તેવા પરિવારોને શોધીને તેમના એલપીજી જોડાણ રદ કરવાની મોટાપાયે ઝૂંબેશ પણ હાથ ધરાશે. આગામી ત્રણ માસમાં એલપીજી સિલિન્ડર વપરાશ ઘટાડવાના દિશાનિર્દેશ હોવાથી આ નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ અમદાવાદ શહેરમાં જોવા મળશે. શહેરના મોટાભાગના એલપીજી વપરાશકર્તા હવે પીએનજી તરફ વળશે. ઇરાન યુદ્ધે LPG ની તંગી સર્જી દેતા તેના વપરાશ પરની નિર્ભરતા ઘટાડી શહેરી વિસ્તારોમાં પીએનજી જોડાણને અગ્રીમતા આપવાનો લક્ષ્ય સરકારને નક્કી કર્યો છે. અમદાવાદ હવે પીએનજી સિટી બનવા તરફ જઈ રહ્યું છે એલપીજી સિલિન્ડરો પીએનજી નેટવર્ક ન હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરતી માત્રામાં સપ્લાઈ કરવાનો ઈરાદો છે. અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર, સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, ગોતા, ચાંદખેડા, સાબરમતી, ચાંદલોડિયા, નારણપુરા, મણિનગર, ઈસનપુર, નારોલ, ઓઢવ, વટવા, રખિયાલ, અમરાઇવાડી, હાથીજણ, શેલા, બોપલ, વસ્ત્રાલ, ઘુમા, સાણંદ રોડ વિસ્તારમાં PNGનું નેટવર્ક મજબૂત છે. મહતમ લોકો તેનો વપરાશ કરી રહ્યા છે. જુના અમદાવાદના કોટ વિસ્તારમાં સાંકડા રસ્તા, જૂનું માળખું અને પાઇપલાઇન નાંખવામાં મુશ્કેલીના કારણોસર PNG કનેક્શન મર્યાદિત છે. જેમાં કાલુપુર, દરિયાપુર, જમાલપુર, રાયખડ, શાહપુર વિસ્તારનો સમાવેશ થાય છે. ત્રણ માસમાં અઢી લાખ જ પીએનજી જોડાણો આપી શકાશે PNG જોડાણના નિષ્ણાતો દાવો કરી રહ્યા છેકે આગામી ત્રણ માસમાં મહતમ અઢી લાખ એલપીજી જોડાણોને પીએનજીમાં પરિવર્તિત કરી શકાશે. શહેરના ૧૨ લાખ એલપીજી કનેક્શનને પીએનજીમાં પરિવર્તિત કરતા મહિનાઓનો સમય લાગી શકે છે. પીએનજી જોડાણ માટેની પ્રક્રિયા લાંબી છે. તેથી ત્રણ મહિનામાં શહેરને સંપૂર્ણપણે એલપીજી મુક્ત કરી શકાયે તેમ નથી. પીએનજી જોડાણ હોવા છતાંય એલપીજી સિલિન્ડર રાખી કાળાબજાર કરાય છે ! અમદાવાદમાં પીએનજી જોડાણ હોવા છયાંત એલપીજી જોડાણ રાખીને ગેસ સિલિન્ડરોના કાળાબજાર થકી રોકડી કરવાનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં ઘરેલું ગેસ સિલિન્ડરો ખાણીપીણી બજારમાં, હોટલ-રેસ્ટોરામાં કોમર્શિયલ ભાવે વેચી દેવાય છે. જ્યારે કેટલાક પરિવારો પાસે એક જ એલપીજી જોડાણ હોવાથી તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલેકે વાસ્તવિક હકદાર એલપીજી જોડાણધારકોને ગેસ સિલિન્ડરો સરળતાથી મળતા નથી. એલપીજીના સિલિન્ડર બુક કરી રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે સરકારે ગરબી વર્ગને ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર આપ્યા છે તે ચાલુ રહેશે. પીએનજી જોડાણથી ઘર આંગણે સતત ગેસ પુરવઠો મળી રહેશે. શહેરીજનોએ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવા, આવે તેની રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરમાં છેલ્લા 8 વર્ષમાં BRTS બસે 2000 અકસ્માત સર્જયા, વિપક્ષે બજેટ બેઠક દરમિયાન આક્ષેપ કર્યા

Read Full Story arrow_forward
Dahod: દારૂ ભરેલા એક્ટિવાને અજાણ્યા વાહને ઠોકર મારી, રસ્તા પર દારૂની રેલમછેલ અને 1નું મોત
calendar_today March 27, 2026

Dahod: દારૂ ભરેલા એક્ટિવાને અજાણ્યા વાહને ઠોકર મારી, રસ્તા પર દારૂની રેલમછેલ અને 1નું મોત

જિલ્લાના ગરબાડા ચોકડી પાસે મોડી રાત્રે એક સનસનાટીભર્યા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક્ટિવા પર દારૂની હેરાફેરી કરી રહેલા બે યુવકોને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.દાહોદમાં હિટ એન્ડ રનમાં 1નું મોતમળતી માહિતી મુજબ, બે યુવકો પોતાના એક્ટિવા સ્કૂટર પર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈને ગરબાડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.રસ્તા પર દારૂની રેલમછેલઅકસ્માતને પગલે એક્ટિવા પર રાખેલી દારૂની બોટલો રોડ પર ફૂટી ગઈ હતી, જેના કારણે ગરબાડા ચોકડી પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં અકસ્માતની સાથે સાથે દારૂની હેરાફેરીનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Vadodara: સેન્ટ્રલ જેલમાં કેદીએ બીજા કેદી પર જીવલેણ હુમલો, પતરાની પટ્ટી પેટમાં આરપાર થઈ ગઈ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજકોટમાં કાળઝાળ ગરમીમાં વધારો, ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોચ્યો
calendar_today March 27, 2026

Gujarat Latest News Live : રાજકોટમાં કાળઝાળ ગરમીમાં વધારો, ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોચ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward