android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 29 અને 30 માર્ચે વરસાદની બે સિસ્ટમ થઈ શકે છે સક્રિય
calendar_today March 27, 2026

Weather News : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 29 અને 30 માર્ચે વરસાદની બે સિસ્ટમ થઈ શકે છે સક્રિય

29મીએ કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે, 30મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગાહી વરસાદની કરવામાં આવી છે, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં પડી શકે છે વરસાદ, સાથે સાથે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 30મી માર્ચે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું પડી શકે છે આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. જોકે, આગામી ૨૯ અને ૩૦ માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી ૨૯ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થવાની જયારે ૩૦ માર્ચના રોજ બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પ્રદેશોમાં પણ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર અન્ય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત રહ્યું છે. દરમિયાન, 28 માર્ચ, 2.26ની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતના વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : રાજકોટમાં કાળઝાળ ગરમીમાં વધારો, ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોચ્યો 

Read Full Story arrow_forward
DABHOI: નાના કરાડા-સનોરને જોડતા રોડના કામમાં ભ્રષ્ટાચારના કરાયેલા આક્ષેપ
calendar_today March 27, 2026

DABHOI: નાના કરાડા-સનોરને જોડતા રોડના કામમાં ભ્રષ્ટાચારના કરાયેલા આક્ષેપ

ડભોઇ તાલુકાના સનોરથી નાના કરાડાને જોડતા માર્ગને બનાવવાની માગ કેટલાય સમયથી લોકો કરી રહ્યાં હતા. જે બાબતે વર્ષ 2020માં આ કામની મંજૂરી મળતા શરૂ કરાયું હતું. ગ્રામજનોની સુખાકારી માટે આઝાદી બાદ પ્રથમવાર માર્ગ બન્યો હતો તો, ખરો પરંતુ કોન્ટ્રાકટરની મનમાનીનો ભોગ ગ્રામજનોએ બનવું પડયું છે. તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાઇ રહ્યો છે.આ માર્ગ ઉપર ત્રણ જગ્યાએ નાળાના સપોર્ટ માટે ગેબિયન વોલ બનાવાઇ છે. જે ત્રણ પૈકી એક વોલ સંપૂર્ણ ધોવાઈ ગઇ છે. જયારે બાકીની બેમાં પણ ગાબડાં પડી ગયા છે. ગેબિયન વૉલ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયેલ હોવાને કારણે ગ્રામજનોએ તકલાદી કામગીરી અંગે માર્ગ મકાન વિભાગને ફરિયાદ પણ કરાઇ હતી. પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓની કોન્ટ્રાક્ટર પર મીઠી નજર હોઈ આજદિન સુધી આ બાબતે એટલે કે છેલ્લા એક વર્ષમાં તકલાદી કામગીરી બાબતની નોટિસ કોન્ટ્રાકટરને પાઠવાઇ નથી. વિભાગ દ્વારા રૂટિન નોટિસ આપી કામકાજ કરાવાતા ગ્રામજનોએ ફરિયાદ કરી હતી. જે બાબતે પણ અધિકારી દ્વારા સરખો જવાબ ના મળ્યો હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રાની વસાડવા ચોકડી ખાતે ઈમરજન્સી કેર સેન્ટર અને એમ્બ્યુલન્સ સેવાનો આરંભ
calendar_today March 27, 2026

Surendranagar: ધ્રાંગધ્રાની વસાડવા ચોકડી ખાતે ઈમરજન્સી કેર સેન્ટર અને એમ્બ્યુલન્સ સેવાનો આરંભ

સુરેન્દ્રનગર સી. યુ. શાહ ટ્રસ્ટની હોસ્પિટલ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનમાં વિલય થયા બાદ અનેક જરૂરી ડોકટરી સેવાઓ,ગરબી દર્દીઓને નિઃશુલ્ક સારવાર,સરકારી કાર્ડ વગરના દર્દીને જરૂરી પુરાવા સાથે તાત્કાલીક સારવાર,આભા કાર્ડ અને વસાડવા ચોકડી પાસે વિનામુલ્યે હોસ્પીટલ અને એમ્બ્યુલન્સ સેવા શરૂ કર્યાનું જણાવી જરૂરિયાતમંદ દર્દીઓને સેવાનો લાભ લેવા અપીલ કરી હતી.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી હોસ્પીટલોમાં મોંઘી સારવાર અને સરકારી હોસ્પીટલોમાં ડોકટરોની ખાલી જગ્યાના કારણે દર્દીઓને ભારે મુસ્કેલી ભોગવવી પડે છે.ત્યારે સુરેન્દ્રનગરની આશાનું કિરણ ગણાતી સી.યુ.શાહ ટ્રસ્ટ હોસ્પીટલનો ધરમપુરના શ્રીમદરાજચંદ્ર મીશનમાં વિલય થતા હવે ગુરૂદેવ રાકેશજીના માર્ગદર્શન હેઠળ હોસ્પીટલમાં સારવાર સાથે સેવાના ઉદેશ્યથી અનેક પ્રકારના ડોકટરો અને સુવિધામાં વધારો કરાયો છે.ધ્રાંગધ્રાના વસાડવા ચોકડી ઉપર અરજન્ટ કેર સેન્ટર અને એક એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક શરૂ કરાઇ છે. બીજી તરફ હોસ્પીટલના 25 વર્ષ પુર્ણ થયા સમયે ડો.શ્યામ શાહ,ડીન સંજય મહેતા,અસ્થી મીનોચા અને ડો.રમેશ બબલાણી સહિતની ટીમે જરૂરીયાતમંદ દર્દીઓ માટે જરૂરી માહીતી આપી હતી.હોસ્પીટલમાં દર્દીના સગાને આરામ માટે રેનબસેરા,અગરીયા કે જરૂરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર,આયુષ્યમાન કાર્ડ ન હોય તો આધારકાર્ડ,રેશનકાર્ડ,આવકના દાખલાના આધારે તાત્કાલીક હોસ્પીટલ દ્વારા કાર્ડ આપી સારવાર શરૂ કરવાની સેવા.દર્દીની અવર જવર માટે ઇ બગી રીક્ષા સેવા અને તમામ પ્રકારના ડોકટરો સાથે સારવાર શરૂ કરાતા વિસ્તારના લોકોએ આનંદ વ્યકત કર્યો છે. શ્રીરાજચંદ્ર સર્વમંગલ (સી.યુ.શાહ) હોસ્પિટલના ડો.શ્યામ શાહે જણાવેલ કે અરજન્ટ કેર સેન્ટર ધ્રાંગધ્રા પાસે શરૂ કર્યુ એવી રીતે અલગ અલગ જગ્યાએથી થશે,દર્દીના સારવાર બિમારીની તમામ વિગતો સાથેનું આભા કાર્ડ સેવા નિઃશુલ્ક શરૂ કરાઇ છે દેશ દુનિયામાં ગમે ત્યાં દર્દીનો આધારકાર્ડ નંબર નાખવાથી તમામ ડેટા આ આભાકાર્ડથી ડોકટર ગમે ત્યાં જોઇ શકશે અને જરૂરી ડોકટરો દ્વારા તમામ સારવાર શરૂ કરાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward