android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa: મોડાસામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
calendar_today March 27, 2026

Modasa: મોડાસામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોડાસા ટાઉન પોલીસે જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં દશામાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેઈડ કરતા ત્યાં કુંડાળું વળી જુગાર રમતા ત્રણ શખ્સો આબાદ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.10,520ની રોકડ રકમ કબજે કરી હતી. આરોપીઓ રખબીરસિંગ નેરૂસિંગ સરદાર (ઉં.વ.35, રહે. ખાડા વિસ્તાર, સર્વોદયનગર ડુંગરી, મોડાસા), મહેશ કનુ છારા (ઉં.વ.38, રહે. સર્વોદયનગર ડુંગરી, મોડાસા), નયન કનિયાલાલ છારા (ઉં.વ.35, રહે. સર્વોદયનગર ડુંગરી, મોડાસા) વિરૂદ્વ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
PANCHMAHAL: શહેરા ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા નવનિર્મિત જ્ઞાનગંગા ભવનનું ઉદઘાટન
calendar_today March 27, 2026

PANCHMAHAL: શહેરા ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા નવનિર્મિત જ્ઞાનગંગા ભવનનું ઉદઘાટન

શહેરાની શિવમ સોસાયટી ખાતે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત જ્ઞાનગંગા ભવનનો ઉદઘાટન સમારોહ સંપન્ન થયો હતો.આ પ્રસંગે મુખ્ય અતિથી માઉન્ટ આબુ સ્થિત ગુરૂશિખરના પ્રશિક્ષિકા અને મેનેજમેન્ટ ટ્રેનર રાજયોગીની બ્રહ્માકુમારી ઉષા દીદીએ નૂતન ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડોદરા સબ ઝોન ઇન્ચાર્જ રાજયોગીની ડો. નિરંજના દીદી, અમદાવાદ સુખ શાંતિ ભવનના અમર દીદી, પંચમહાલ-દાહોદ-મહીસાગર જિલ્લાના સંચાલિકા સુરેખા દીદી, તેમજ શહેરા સેવા કેન્દ્રના સંચાલિકા રતન દીદી અને જયા દીદી મંચસ્થ રહ્યા હતા. સમારોહમાં ડો.અજય ભાવસાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશ દેસાઈ સહિત નગરના અગ્રણી નાગરિકો, સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
GODHRA: રામપુરા (કાંકણપુર) ખાતેની બી.ફર્મસી કોલેજ સેમિનાર યોજાયો
calendar_today March 27, 2026

GODHRA: રામપુરા (કાંકણપુર) ખાતેની બી.ફર્મસી કોલેજ સેમિનાર યોજાયો

ગોધરા: ગોધરા તાલુકાના રામપુરા (કાંકણપુર) ખાતેની બી.ફર્મસી કોલેજ ખાતે તા.13 માર્ચના રોજ ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત ફાર્માસ્યુટિકલ લાઈફ સાયકલ એસેસમેન્ટ પર્યાવરણ પર પડતા વાસ્તવિક પ્રભાવનું માપન વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમ નૂતન એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ જે.આર.પટેલ તથા ઉપાધ્યક્ષ આર.આર.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સેમિનારના સંયોજક ડૉ. કિન્જલ કે. જાસાણી અને સહ-સંયોજક ડૉ. રાકેશકુમાર પરમાર હતા. સંકલન ડૉ. સુનીલ કુમાર ઓઝા અને ડૉ. વિકાસ અગ્નિહોત્રી દ્વારા કરાયું હતું. ઉદઘાટન સત્ર બાદ મુખ્ય વક્તાઓ તરીકે ડૉ.દિલીપ ભારતી, ડૉ.પાયલ ચૌહાણ અને ડૉ.જસવંદી મહેત્રેએ વૈજ્ઞાનિક સત્રો યોજાયા હતા. સેમિનારમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપક મંડળ, સંશોધકો તથા ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક સત્રો ઉપરાંત પોસ્ટર રજૂઆત પણ કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward