android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : નિવૃત્ત PIએ પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
calendar_today March 26, 2026

Ahmedabad : નિવૃત્ત PIએ પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

નિવૃત્તિ બાદ શાંતિપૂર્ણ જીવન જીવવાના બદલે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એ પોતાના જ પરિવારના સભ્યોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતાચકચાર મચી ગઈ છે. નિવૃત્ત PI જયંતીભાઈ પરમારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે, પરંતુ મરતા પહેલા તેમણે લખેલી સુસાઇડ નોટમાં પોતાની વેદના ઠાલવી છે.પરિવારના સભ્યો સામે ગંભીર આક્ષેપો મૃતક જયંતીભાઈએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તેમના પત્ની, પુત્ર અને સાળી દ્વારા તેમને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. નિવૃત્ત PI ના ભાઈએ પણ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જયંતીભાઈ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેમની સાથે પરિવારના સભ્યો દ્વારા અત્યંત ખરાબ વર્તન કરવામાં આવતું હતું. ઘરના જ સભ્યોના આવા વર્તનને કારણે તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા.સોલા પોલીસની કાર્યવાહી આ આઘાતજનક ઘટના બાદ સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટના આધારે પોલીસે નિવૃત્ત PI ના પત્ની, પુત્ર અને સાળી વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.આ પણ વાંચો---     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ

Read Full Story arrow_forward
Amreli News: પૂરપાટ ઝડપે આવતી કારે બે રાહદારીઓને ઉડાવ્યા, ઇજાગ્રસ્તો કુંકાવાવ સિવિલમાં સારવાર હેઠળ
calendar_today March 26, 2026

Amreli News: પૂરપાટ ઝડપે આવતી કારે બે રાહદારીઓને ઉડાવ્યા, ઇજાગ્રસ્તો કુંકાવાવ સિવિલમાં સારવાર હેઠળ

અમરેલી જિલ્લાના કુંકાવાવ પંથકમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે. કુંકાવાવ ચોકી રોડ પર આવેલા રેલવે ફાટક પાસે એક અજાણ્યા કાર ચાલકે બે નિર્દોષ રાહદારીઓને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી કાર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.ચોકી રોડ પર કારચાલકે બે રાહદારીને ઉડાવ્યા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા બે વ્યક્તિઓને પૂરપાટ ઝડપે આવતી ફોર-વ્હીલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આણંદભાઈ ભાલીયા નામના વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે, જ્યારે પરેશભાઈ નામના અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. એકને સામાન્ય ઇજા, બીજાની હાલત ગંભીર સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કુંકાવાવ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આણંદભાઈની સ્થિતિને જોતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત સર્જી ફરાર થયેલા ચાલકની શોધખોળ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Viramgam News: ગોળપીઠા વિસ્તારમાં કલરની દુકાનમાં લાગી ભીષણ આગ
calendar_today March 26, 2026

Viramgam News: ગોળપીઠા વિસ્તારમાં કલરની દુકાનમાં લાગી ભીષણ આગ

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આજે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના ગીચ ગણાતા ગોળપીઠા વિસ્તારમાં આવેલી એક કલરની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કલરના કેમિકલને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોળપીઠા વિસ્તારમાં આવેલી તૈયબભાઈ અમીરભાઈ નામાની કલરની દુકાનમાં આ આગ લાગી હતી.ગોળ પીઠા વિસ્તારમાં આગની ઘટનાકલર અને અન્ય જ્વલનશીલ પદાર્થોને કારણે આગની લપેટો આસપાસની દુકાનો સુધી પહોંચવાની ભીતિ સેવાઈ રહી હતી. આગને કારણે નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે બજાર રોડ પર નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફાયર વિભાગનો આગ બુઝાવવાનો પ્રયાસસદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે ફાયર વિભાગ અને પોલીસની તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward