android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News: ગઢડા પોલીસની મોટી કાર્યવાહી, સગીરા પર દુષ્કર્મ કરનારા 9 પૈકી 8 આરોપીઓની ધરપકડ
calendar_today March 26, 2026

Botad News: ગઢડા પોલીસની મોટી કાર્યવાહી, સગીરા પર દુષ્કર્મ કરનારા 9 પૈકી 8 આરોપીઓની ધરપકડ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક સગીરા પર નવ શખ્સો દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મના કેસમાં ગઢડા પોલીસે સપાટો બોલાવી 9 પૈકી 8 આરોપીઓને દબોચી લીધા છે.પોલીસની ત્વરિત કાર્યવાહી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ ગઢડા પોલીસે ગુનાની ગંભીરતા સમજી અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીની કલાકોમાં જ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારૂ અને પીન્ટુભાઇ ભુપતભાઇ પઢીયારનો સમાવેશ થાય છે. જ્યારે નવમો આરોપી હમીર ડાંગર હાલ અન્ય મારામારીના ગુનામાં જેલમાં હોવાથી તેને પકડવાની કાર્યવાહી બાકી છે. અલગ-અલગ સ્થળે આચર્યું દુષ્કર્મ પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ તમામ આરોપીઓએ અલગ-અલગ સ્થળે અને અલગ-અલગ સમયે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ તમામ 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો - Botad News : સભા-સરઘસ-રેલી-ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વાંચો શું છે જાહેરનામું

Read Full Story arrow_forward
Bhavnagar : ગળું દબાવી પત્નીને મોતના ઘાટ ઉતારી મૃતદેહ હોસ્પિટલ લઈ ગયો પાપી પતિ, પોલીસે કરી ધરપકડ
calendar_today March 26, 2026

Bhavnagar : ગળું દબાવી પત્નીને મોતના ઘાટ ઉતારી મૃતદેહ હોસ્પિટલ લઈ ગયો પાપી પતિ, પોલીસે કરી ધરપકડ

ભાવનગર જિલ્લાના વરતેજમાં ઘરેલુ કંકાસનો એક અત્યંત કરૂણ અને ભયાનક અંત આવ્યો છે. એક પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા નિપજાવી અને તેને કુદરતી મોત (હાર્ટ એટેક) માં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વરતેજ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસની સમયસૂચકતાને કારણે આ 'પરફેક્ટ મર્ડર'નો પ્લાન નિષ્ફળ રહ્યો છે અને સત્ય બહાર આવ્યું છે.શું હતી સમગ્ર ઘટના? વરતેજ ખાતે રહેતા અર્જુન કાળુભાઈ પરમારના લગ્ન અલ્પાબેન સાથે વર્ષ 2016માં પ્રેમલગ્નથી થયા હતા. લગ્ન બાદ દંપતીને બે દીકરાઓ પણ હતા. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી અર્જુનને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. આ યુવતીને તે ઘરમાં રાખવા માંગતો હતો, જેનો અલ્પાબેન વિરોધ કરતા હતા. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. ગત તા. 19 માર્ચ 2026ના રોજ સવારે અર્જુને આવેશમાં આવી કોઈ વસ્તુ વડે અલ્પાબેનનું ગળું દબાવી તેમની હત્યા કરી નાખી હતી. ષડયંત્રનો પર્દાફાશ હત્યા કર્યા બાદ પાપી પતિએ અલ્પાબેનને હાર્ટ એટેક આવ્યો હોવાનું નાટક કરી હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, હોસ્પિટલના તબીબોને મૃતદેહ પર ઈજાના નિશાન દેખાતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પેનલ પીએમ કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ મોત કુદરતી નથી પણ ગળું દબાવવાને કારણે થયું છે. પોલીસ કાર્યવાહી ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમના જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થતા જ પોલીસે પતિ અર્જુન વિરુદ્ધ BNS ની કલમ 103(1) હેઠળ મર્ડરનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. પત્નીએ પિયર પક્ષ સાથેના સંબંધો તોડીને જે પતિ પર ભરોસો મૂક્યો હતો, તે જ પતિ આખરે તેનો કાળ સાબિત થયો છે.આ પણ વાંચો---     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ

Read Full Story arrow_forward
Rajkot News: ચૂંટણી પહેલા ધોરાજીમાં રાજકીય ઉથલપાથલ, બે સરપંચ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ખેસ પહેર્યો
calendar_today March 26, 2026

Rajkot News: ચૂંટણી પહેલા ધોરાજીમાં રાજકીય ઉથલપાથલ, બે સરપંચ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ખેસ પહેર્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા બે ગામના સરપંચોએ આજે વિધિવત રીતે કોંગ્રેસનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટી (BJP)નો ખેસ ધારણ કર્યો છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા આ પક્ષ પલટાને કોંગ્રેસ માટે મોટા ભંગાણ તરીકે જોવામાં આવી રહ્યો છે.સરપંચો અને કાર્યકર્તાઓનું પક્ષ પરિવર્તન ધોરાજી તાલુકાના નાગલખડા ગામના સરપંચ અશરફભાઈ સમા અને ઉદકીયા ગામના સરપંચ મહંમદભાઈ સતારભાઈ સાયરાએ આજે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ બંને સરપંચોની સાથે તેમના સમર્થકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપના સ્થાનિક હોદ્દેદારો દ્વારા તમામનું કેસરીયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકાસની રાજનીતિમાં વિશ્વાસ ભાજપમાં જોડાયેલા સરપંચોએ જણાવ્યું હતું કે, તેઓ સરકારની વિકાસલક્ષી નીતિઓ અને લોકકલ્યાણના કાર્યોથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. નાગલખડા અને ઉદકીયા ગામના આ પક્ષ પલટાથી ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વધુ મજબૂત બનશે, જ્યારે કોંગ્રેસે તેના બે સક્રિય લોકપ્રતિનિધિઓ ગુમાવ્યા છે. આ પણ વાંચો - Rajkot નજીક વેરાવળ-પડવલા ફાટક પાસે અકસ્માત: ટ્રેક પર લોખંડની ગડરો પડતા રેલવે વ્યવહાર ખોરવાયો

Read Full Story arrow_forward