android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar : કાશીપરા ગામે ખેતરની વાડ સળગાવવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું, 7 લોકો લોહીલુહાણ
calendar_today March 26, 2026

Surendranagar : કાશીપરા ગામે ખેતરની વાડ સળગાવવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું, 7 લોકો લોહીલુહાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ એક જ દિવસમાં હિંસાની બીજી મોટી ઘટના સામે આવી છે. વઢવાણના ફૂલગ્રામમાં થયેલી હત્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સાયલા તાલુકાના કાશીપરા ગામે ખેતરની વાડ સળગાવવા જેવી નજીવી બાબતે એક જ સમાજના બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. આ જૂથ અથડામણમાં 5 મહિલાઓ સહિત કુલ 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.શું હતી અથડામણની પાછળની કડી? પ્રાપ્ત વિગતો અનુસાર, કાશીપરા ગામે ભાગવા રાખેલા એક ખેતરની વાડ બે દિવસ પહેલા સળગાવવામાં આવી હતી. આ મુદ્દે આજે બપોરના સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. બંને જૂથના લોકો લાકડીઓ અને ધારદાર હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ, હુમલો કરનાર નટુ મેણીયા નામનો શખ્સ ઘટના બાદ ફરાર થઈ ગયો છે. ઇજાગ્રસ્તોની હાલત અને પોલીસ કાર્યવાહી આ લોહિયાળ સંઘર્ષમાં ઘાયલ થયેલા સાત લોકો પૈકી એક મહિલા અને તેના પતિની હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સાયલાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે તપાસ શરુ કરી સાયલા પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, સાંજ સુધી આ મામલે સત્તાવાર રીતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નાના એવા કાશીપરા ગામમાં બનેલી આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કર્યું છે.આ પણ વાંચો----     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ

Read Full Story arrow_forward
Panchmahal News: મુલ્લાકુવા ગામે કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા? પોલીસે શરૂ કરી તપાસ
calendar_today March 26, 2026

Panchmahal News: મુલ્લાકુવા ગામે કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા? પોલીસે શરૂ કરી તપાસ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના મુલ્લાકુવા ગામે એક યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ગામના જ એક યુવકનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં કૂવામાંથી મળી આવતા અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.ઘટનાની વિગત મુલ્લાકુવા ગામમાં રહેતા પ્રકાશભાઈ કાનજીભાઈ બારીયા નામનો યુવાન રહસ્યમય રીતે લાપતા બન્યો હતો, જેની મૃતદેહ આજે ગામના જ એક કૂવામાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ કૂવામાં લાશ જોઈ પોલીસને જાણ કરતા ઘોઘંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. પોલીસ તપાસ અને રહસ્ય મૃતક યુવકની ઓળખ પ્રકાશ કાનજીભાઈ બારીયા તરીકે થતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, આ ઘટના પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. યુવાને કોઈ કારણોસર કૂવામાં કૂદીને આત્મહત્યા કર્યો છે કે, પછી તેની હત્યા કરીને મૃતદેહ કૂવામાં ફેંકી દેવામાં આવ્યો છે, તે રહસ્ય અકબંધ છે. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Panchmahal LCBની મોટી સફળતા: ગોધરા કોર્ટમાંથી વકીલના સિક્કા ચોરનાર શખ્સ ઝડપાયો

Read Full Story arrow_forward
CBIનું મેગા ઓપરેશન, આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી કૌભાંડના કિંગપીન ક્રિશ ની મુંબઈથી ધરપકડ
calendar_today March 26, 2026

CBIનું મેગા ઓપરેશન, આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી કૌભાંડના કિંગપીન ક્રિશ ની મુંબઈથી ધરપકડ

ભારતની પ્રીમિયર તપાસ એજન્સી સીબીઆઈ (CBI) એ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા માનવ તસ્કરી અને સાયબર સ્લેવરી કૌભાંડનો પર્દાફાશ કરી તેના મુખ્ય સૂત્રધારની મુંબઈથી ધરપકડ કરી છે. સુનિલ નેલ્લાથુ રામકૃષ્ણન ઉર્ફે 'ક્રિશ' નામના આ કિંગપીન પર આરોપ છે કે તે ભારતીય યુવાનોને વિદેશમાં આકર્ષક નોકરીની લાલચ આપી મ્યાનમાર અને કંબોડિયાના ખતરનાક 'સાયબર ડેથ ઝોન'માં ધકેલી દેતો હતો.કેવી રીતે ચાલતું હતું કૌભાંડ? આરોપી 'ક્રિશ' સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી યુવાનોને થાઈલેન્ડમાં ડેટા એન્ટ્રી કે ટેકનિકલ નોકરીની લાલચ આપતો હતો. એકવાર યુવાનો ત્યાં પહોંચી જાય એટલે તેમને ગેરકાયદેસર રીતે મ્યાનમારની સરહદે આવેલા સાયબર કેમ્પોમાં લઈ જવામાં આવતા હતા. અહીં યુવાનોને કેદ કરી, તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાતા અને તેમને દિવસ-રાત 'ડિજિટલ એરેસ્ટ' તેમજ 'ક્રિપ્ટો ફ્રોડ' કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. જો કોઈ યુવાન કામ કરવાની ના પાડે તો તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. CBIનું ઓપરેશન અને પુરાવા આ નરકમાંથી માંડ-માંડ બચીને આવેલા કેટલાક યુવાનોના નિવેદનોના આધારે સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી. મુંબઈમાં આરોપીના રહેણાંક સ્થળે પાડવામાં આવેલા દરોડા દરમિયાન માનવ તસ્કરી નેટવર્ક સાથે જોડાયેલા અનેક ચોંકાવનારા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ નેટવર્ક મ્યાનમાર અને કંબોડિયામાં પણ ફેલાયેલું હોવાના પુરાવા મળ્યા છે. ટ્રાફિકિંગ નેટવર્કની ડાયરીઓ જપ્ત સીબીઆઈએ આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ અને ટ્રાફિકિંગ નેટવર્કની ડાયરીઓ જપ્ત કરી છે. અત્યાર સુધીમાં આ ટોળકીએ કેટલા ભારતીય યુવાનોને વિદેશમાં વેચી દીધા છે તે અંગે અત્યારે સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ધરપકડથી એશિયાઈ દેશોમાં સક્રિય મોટા સાયબર માફિયા નેટવર્કની કમર તૂટી જવાની શક્યતા છે.આ પણ વાંચો---     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ

Read Full Story arrow_forward