android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : કોર્પોરેશનની ફૂડ ચેકિંગ ડ્રાઈવ, 144 કિલો શંકાસ્પદ જથ્થાનો કર્યો નાશ
calendar_today March 26, 2026

Ahmedabad : કોર્પોરેશનની ફૂડ ચેકિંગ ડ્રાઈવ, 144 કિલો શંકાસ્પદ જથ્થાનો કર્યો નાશ

અમદાવાદમાં આરોગ્ય અને ભોજન સુરક્ષા જાળવવા માટે અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા ચાર દિવસીય ફૂડ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. આ ડ્રાઈવમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં શેરડીનો રસ, કેરી, દૂધ અને દૂધજન્ય ઉત્પાદનોનો સમાવેશ થયો હતો.શું છે ડ્રાઈવનો હેતુ? AMCના અધિકારીઓએ જણાવ્યું કે ડ્રાઈવ દરમિયાન કુલ 127 ફૂડ સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા. આ સેમ્પલને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને રિપોર્ટના આધારે સંબંધિત વેપારી અથવા એકમો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ડ્રાઈવનો મુખ્ય હેતુ ભોજનમાં કોઈ પણ પ્રકારના હાનિકારક ઘટકો અથવા મિગ્રેશન-લાયક પ્રોડક્ટ્સની ઓળખ કરવી અને નાગરિકોને સુરક્ષિત ભોજન સુવિધા પૂરી પાડવી છે. 144 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો નાશ કરવામાં આવ્યો AMCએ જણાવ્યું છે કે ચેકિંગ દરમિયાન જટિલ અથવા શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. તાત્કાલિક પગલાં તરીકે 144 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો નાશ કરવામાં આવ્યો, જેથી જાહેરમાં કોઈ હાનીના જોખમને રોકી શકાય. અધિકારીઓએ જાહેરને પણ સચેત રહેવાની સલાહ આપી છે અને ખોરાક ખરીદતી વખતે ગુણવત્તા અને સર્ટિફિકેટ તપાસવાની નોંધણી કરી છે. ખાદ્ય વ્યવસાયોને નિયમોનું પાલન કરવું અનિવાર્ય ફૂડ સેફ્ટી ડ્રાઈવ શહેરમાં નિયમિત રૂપે હાથ ધરવામાં આવે છે અને આ પહેલથી નાગરિકોમાં ખોરાકની ગુણવત્તા અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાઈ છે. AMCનું કહેવું છે કે આવી તપાસો ભવિષ્યમાં વધુ કડક થશે અને ખાદ્ય વ્યવસાયોને નિયમોનું પાલન કરવું અનિવાર્ય બનશે. આ પગલાં શહેરના રહેવાસીઓ માટે આરોગ્યપ્રદ અને સુરક્ષિત ભોજન સુનિશ્ચિત કરશે. આ પણ વાંચો : Amreliમાં રોડની ગુણવત્તા સામે લાલ આંખ: એક જ મહિનામાં નવા બનેલા સીસી રોડ તોડવા ઉચ્ચ કક્ષાએથી આદેશ

Read Full Story arrow_forward
Gandhinagar News: કલોલ પોલીસે ભંગાર વેચવાના બહાને રેકી કરતી ઘરફોડ ગેંગની પોલીસે કરી ધરપકડ
calendar_today March 26, 2026

Gandhinagar News: કલોલ પોલીસે ભંગાર વેચવાના બહાને રેકી કરતી ઘરફોડ ગેંગની પોલીસે કરી ધરપકડ

ગાંધીનગર જિલ્લાના કલોલમાં પોલીસે એક મોટી સફળતા મેળવી છે. દિવસે ઘરફોડ ચોરી કરતી એક રીઢા ગુનેગારોની ગેંગને ઝડપી પાડીને પોલીસે લાખો રૂપિયાની મિલકત રિકવર કરી છે. ભંગાર વેચવાના બહાને રહેણાંક વિસ્તારોમાં ફરીને બંધ મકાનોને ટાર્ગેટ કરતી આ ગેંગના ઝડપાવવાથી જિલ્લાના 3 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.દિવસે ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી. ગેંગના સભ્યો દિવસના સમયે રિક્ષા લઈને ભંગાર લેવા અથવા વેચવાના બહાને સોસાયટીઓમાં ફરતા હતા. આ દરમિયાન તેઓ કયા મકાનો બંધ છે તેની ચોકસાઈપૂર્વક રેકી કરતા હતા. જેવું કોઈ ઘર બંધ જણાય, કે તકનો લાભ ઉઠાવી ધોળા દિવસે જ ઘરના તાળા તોડી કિંમતી ઘરેણાં અને રોકડની ચોરી કરી પલાયન થઈ જતા હતા. કલોલ પોલીસે બાતમીના આધારે રિક્ષામાં જઈ રહેલી આ ગેંગને આંતરી હતી અને તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. બંધ ઘરને ટાર્ગેટ બનાવી કરતાં હતા ચોરી પોલીસે આ મામલે 6 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 1 સગીરની અટકાયત કરવામાં આવી છે. હજુ પણ આ ગેંગના 2 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગ પકડાતા કલોલ અને આસપાસના વિસ્તારોમાં વેપારીઓ અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાત ACBના શર્મજનક આંકડા, 5 વર્ષમાં 250 કેસો કોર્ટમાં સાબિત ન થઈ શક્યા, ટ્રેપ નિષ્ફળ જવાનો આંકડો પણ ચિંતાજનક
calendar_today March 26, 2026

Gandhinagar News: ગુજરાત ACBના શર્મજનક આંકડા, 5 વર્ષમાં 250 કેસો કોર્ટમાં સાબિત ન થઈ શક્યા, ટ્રેપ નિષ્ફળ જવાનો આંકડો પણ ચિંતાજનક

ગુજરાત વિધાનસભા ગૃહમાં તાજેતરમાં રજૂ થયેલા તકેદારી આયોગના અહેવાલે એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભ્રષ્ટાચાર નિવારવા માટે સક્રિય એસીબી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા કુલ 539 કેસો પૈકી 250 કેસો કોર્ટમાં સાબિત જ થઈ શક્યા નથી. જેની સામે માત્ર 148 કેસોમાં જ એસીબી ગુના સાબિત કરવામાં સફળ રહી છે.ટ્રેપ નિષ્ફળ જવાનો વધતો ગ્રાફ અહેવાલના આંકડા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારીઓને પકડવા માટે કુલ 854 સફળ ટ્રેપ કરવામાં આવી હતી, જેની સામે 566 ટ્રેપ નિષ્ફળ રહી છે. વર્ષવાર આંકડા જોઈએ તો, 2020માં 107 નિષ્ફળ ટ્રેપ સામે 2024માં આ આંકડો વધીને 147 સુધી પહોંચી ગયો છે, જે સૂચવે છે કે, તપાસમાં ક્યાંક ખામી રહી રહી છે. વર્ષ 2024માં સૌથી વધુ કાર્યવાહી વર્ષ 2024માં એસીબીએ કુલ 349 આરોપીઓ સામે કેસ દાખલ કર્યા હતા. જેમાં વર્ગ-1ના 17, વર્ગ-2ના 39, વર્ગ-3ના 136 અને વર્ગ-4ના 6 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 151 ખાનગી વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 231 ગુનાઓ પૈકી 186 ટ્રેપ, 23 ડીકોય, 12 અપ્રમાણસર મિલકત અને 10 અન્ય કેસો નોંધાયા છે. કોર્ટમાં કેસોની સ્થિતિ ચાર્જશીટ અને પરિણામો પર નજર કરીએ તો, વર્ષ 2024માં 272 ચાર્જશીટ દાખલ થઈ હતી, જેમાંથી 49 કેસ સાબિત થયા છે, જ્યારે 92 કેસમાં આરોપીઓ છૂટી ગયા અથવા ગુના સાબિત ન થઈ શક્યા. છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ આંકડો જોતા સ્પષ્ટ થાય છે કે, ગુજરાત એસીબી જેટલી ઝડપથી ટ્રેપ કરે છે, તેટલી જ મજબૂતીથી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં ક્યાંક ઉણી ઉતરી રહી છે. આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતમાં 69 લાખથી વધુ વાહનો પાસે PUC નથી, કેગના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Read Full Story arrow_forward