android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: કડી APMC ખાતે નીતિન પટેલની ગર્જના, ‘સારો એ મારો’ મંત્ર સાથે ટિકિટ અપાશે
calendar_today March 26, 2026

Mehsana News: કડી APMC ખાતે નીતિન પટેલની ગર્જના, ‘સારો એ મારો’ મંત્ર સાથે ટિકિટ અપાશે

મહેસાણા જિલ્લાના કડી APMC ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત કડી પહોંચેલા નીતિન પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પક્ષની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી 45 દિવસમાં 10 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની મોટી જવાબદારી પક્ષે સોંપી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને નીતિન પટેલનું નિવેદન નીતિન પટેલે ટિકિટ વિતરણના માપદંડો અંગે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું હતું કે, "મારો માણસ હોય એટલે સારો એવું નહીં, પરંતુ જે સારો કાર્યકર છે તે જ મારો માણસ છે" તે મંત્ર સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પક્ષ પ્રત્યે વફાદાર, નિષ્ઠાવાન અને સમાજમાં સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને જ ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક મળશે. કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલા કે ખરાબ પ્રતિષ્ઠા ધરાવતા લોકોને ટિકિટ નહીં મળે તેવો તેમણે પક્ષ વતી મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ખરાબ છબી ધરાવતા લોકોને ટિકિટ નહિ મળે તેવો સ્પષ્ટ સંકેત ગુજરાતમાં આગામી સમયમાં અંદાજે 80 ટકા જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં બેઠકો માટે યોગ્ય અને સક્ષમ ઉમેદવારો શોધવા એ એક પડકાર છે, પરંતુ નીતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પક્ષના પાયાના કાર્યકરોની મહેનત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોના જોરે ભાજપ ફરી એકવાર ભવ્ય વિજય મેળવશે. કડીમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand News: પેટલાદમાં હર્ષોલ્લાસ સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા
calendar_today March 26, 2026

Anand News: પેટલાદમાં હર્ષોલ્લાસ સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ, રામનવમી નિમિત્તે ભવ્ય અને શાંતિપૂર્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. "જય શ્રી રામ" ના ગગનભેદી નારા અને ભક્તિમય માહોલમાં અનેક ભક્તો આ પવિત્ર મહોત્સવમાં જોડાયા હતા.ભવ્ય શોભાયાત્રા રામનવમીને લઈને સમગ્ર પેટલાદ શહેરમાં પવિત્રતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના નગરપાલિકા મેદાન સામે આવેલ શ્રી રામ મંદિરથી પરંપરાગત ભવ્ય શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. શણગારેલા રથોમાં ભગવાન શ્રી રામની મૂર્તિઓના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત શોભાયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર પોલીસ ઈન્સ્પેક્ટર (PI), પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર સતત હાજર રહી દેખરેખ રાખી રહ્યા હતા. દર્શનનો લ્હાવો શોભાયાત્રાના માર્ગ પર લોકોએ પુષ્પવર્ષા કરીને ભગવાન શ્રી રામનું સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ ઉભેલા અનેક ભક્તોએ શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ પણ વાંચો - Anand: બોરસદ રોડ પર કાળમુખી XUV કારે બાઈક સવાર બે યુવકોને કચડ્યા, મજૂરી કામથી ઘરે જતી વખતે સર્જાયો અકસ્માત

Read Full Story arrow_forward
World Trade Organization: નવા વૈશ્વિક વેપાર નિયમો વચ્ચે સરકાર ખેડૂતો માટે ઢાલ બનીને કરશે કાર્ય, જાણો કેવી રીતે?
calendar_today March 26, 2026

World Trade Organization: નવા વૈશ્વિક વેપાર નિયમો વચ્ચે સરકાર ખેડૂતો માટે ઢાલ બનીને કરશે કાર્ય, જાણો કેવી રીતે?

WTO સુધારા, ડિજિટલ વેપારમાં નીતિગત સ્વતંત્રતા અને વિકાસશીલ દેશો માટે ખાસ છૂટની પણ માંગ કરશે. ખેડૂતો અને માછીમારોના હિત પર ભાર વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOની 14મી મંત્રીસ્તરીય બેઠક 26થી29 માર્ચ દરમિયાન કેમેરૂનના યાઉંડેમાં યોજાઈ રહી છે. ભારત આ બેઠકમાં મજબૂતીથી ભાગ લેશે. તેની વેપાર પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડશે અને અનેક મુખ્ય મુદ્દાઓ ઉઠાવશે. સરકારના મતે, ભારતનું પ્રાથમિક ધ્યાન નાના ખેડૂતો અને માછીમારોના જીવનનિર્વાહનું રક્ષણ કરવા પર રહેશે. દેશ ખાતરી કરવા માંગે છે કે, બદલાતા વૈશ્વિક વેપાર નિયમો વચ્ચે આ સમુદાયોના હિત સાથે ચેડા ન થાય. ખાદ્ય સુરક્ષા મુખ્ય મુદ્દો ભારત આ મંચ પર ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપશે. ખાસ કરીને, જાહેર સ્ટોકહોલ્ડિંગ માટે કાયમી ઉકેલ શોધવામાં આવશે, જેથી ગરીબો અને જરૂરિયાતમંદોને ખાદ્યાન્ન પૂરું પાડવાની યોજનાઓ પ્રભાવિત ન થાય. ભારત વિકાસશીલ દેશો માટે પૂરતી નીતિ જગ્યાની માંગ કરશે જેથી તેઓ તેમની જરૂરિયાતોને અનુરૂપ નીતિઓ બનાવી શકે. ડિજિટલ વેપાર જેવા નવા ક્ષેત્રોમાં આ મુદ્દો ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. WTO સુધારા માટે સમર્થન ભારત સંગઠનને વધુ અસરકારક અને સંતુલિત બનાવવા માટે WTO સુધારાને સમર્થન આપશે. વિવાદ સમાધાન પ્રણાલીને ફરીથી સક્રિય કરવા પર પણ ભાર મૂકવામાં આવશે. બેઠકના એજન્ડામાં ઈ-કોમર્સ કાર્ય કાર્યક્રમો, મોરેટોરિયમ, રોકાણને સરળ બનાવવા માટેના પગલાં અને મત્સ્યઉદ્યોગ સબસિડી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સભ્ય દેશો વચ્ચે આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચોઃ Fast Food કેવી રીતે વધારે છે ભૂખ?, જાણો સ્થૂળતા પાછળનું કારણ

Read Full Story arrow_forward