android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : પૂર્વ સરપંચનો પંચાયત સાથે જ ખેલ, બોગસ દસ્તાવેજો બનાવી લોન લેતા જેલભેગો કરાયો
calendar_today March 26, 2026

Valsad : પૂર્વ સરપંચનો પંચાયત સાથે જ ખેલ, બોગસ દસ્તાવેજો બનાવી લોન લેતા જેલભેગો કરાયો

વલસાડ જિલ્લાના મગોદ ગામે પંચાયતના એક સભ્યની કરતૂતે સમગ્ર પંથકમાં ચકચાર મચાવા સાથે પંચાયતી રાજની ગરિમા લજવી છે. મગોદ ગ્રામ પંચાયતના સભ્ય અને ભૂતપૂર્વ સરપંચ દીપેશ પટેલે બેંકમાંથી અંગત લોન મેળવવા માટે પંચાયતના જ સહી-સિક્કાનો દુરુપયોગ કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.સમગ્ર ઘટનાક્રમ મગોદ ગામમાં અગાઉ સરપંચ રહી ચુકેલા અને હાલ પંચાયત સભ્ય તરીકે કાર્યરત દીપેશ પટેલે બેંકમાંથી લોન લેવા માટે કારસો રચ્યો હતો. બેંકની પ્રક્રિયામાં દસ્તાવેજોની જરૂર પડતા, તેમણે સત્તાનો દુરુપયોગ કરી પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરીને બોગસ આધાર-પુરાવા ઊભા કર્યા હતા. જોકે, આ બાબતની જાણ વર્તમાન સરપંચ અને તલાટીને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ પંચાયતના સત્તાવાર દસ્તાવેજોમાં છેડછાડ અને બોગસ પુરાવા બદલ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે રૂરલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી દીપેશ પટેલની ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો---     Gandhinagar : રાજ્યમાં નવા વીજ દરની જાહેરાત, સ્માર્ટ મીટર ધારકો અને દિવસના વપરાશકર્તાઓને થશે મોટો ફાયદો

Read Full Story arrow_forward
Kutch News: રાપરમાં કાળજું કંપાવતી ઘટના, સુપર માર્કેટની લિફ્ટમાં માથું ફસાઈ જતાં શ્રમિક યુવાનનું મોત
calendar_today March 26, 2026

Kutch News: રાપરમાં કાળજું કંપાવતી ઘટના, સુપર માર્કેટની લિફ્ટમાં માથું ફસાઈ જતાં શ્રમિક યુવાનનું મોત

કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના મુખ્ય મથક એવા રાપર શહેરમાં આજે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રાપર-ધોરાવીરા રોડ પર આવેલી એક જાણીતી સુપર માર્કેટમાં માલસામાનની હેરફેર કરતી લિફ્ટ એક નિર્દોષ યુવાન માટે કાળ સાબિત થઈ છે. કામ દરમિયાન અચાનક લિફ્ટમાં માથું ફસાઈ જતાં યુવાનનું મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, રાપર ધોરાવીરા રોડ પર આવેલા સુપર માર્કેટમાં ચેતન પુંજાભાઈ ગામી નામનો યુવાન ફરજ બજાવી રહ્યો હતો. સુપર માર્કેટમાં માલસામાનની ઉપર-નીચે હેરફેર કરવા માટે બનાવવામાં આવેલી લિફ્ટમાં કામ કરતી વખતે અચાનક જ ચેતનભાઈનું માથું લિફ્ટના ગાળામાં ફસાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો ઘટનાને પગલે સુપર માર્કેટમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને સાથી કર્મચારીઓએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ચેતનને રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ મૃતક યુવાનના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. પોલીસ તપાસ શરૂ આ અકસ્માત અંગે જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. રાપર PSI પી. એલ. ફણેજાએ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લિફ્ટમાં ટેકનિકલ ખામી હતી કે, કેમ અથવા સુરક્ષાના સાધનોનો અભાવ હતો, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Kutch : સુપ્રસિદ્ધ માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી, સાતમા નોરતે યોજાયો પરંપરાગત હોમ-હવન

Read Full Story arrow_forward
Dwarkaના ભાણવડમાં રામનવમીના પવિત્ર પર્વે ભવ્ય શોભાયાત્રા, 'જય શ્રી રામ' ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર
calendar_today March 26, 2026

Dwarkaના ભાણવડમાં રામનવમીના પવિત્ર પર્વે ભવ્ય શોભાયાત્રા, 'જય શ્રી રામ' ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં શહેરના ખૂણેખૂણેથી રામભક્તો ઉમટી પડ્યા હતા. "જય શ્રી રામ" ના આકાશી ગુંજતા નારાઓ અને ભક્તિમય માહોલ વચ્ચે સમગ્ર ભાણવડ શહેર રામમય બની ગયું હતું.શોભાયાત્રાના આકર્ષણો અને જન-ઉત્સાહ આ શોભાયાત્રામાં ભગવાન શ્રી રામની મનમોહક અને સુંદર ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. લહેરાતા ભગવા ધ્વજ, ડીજેના તાલે ગુંજતા ભક્તિ ગીતો અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ ભક્તોના કારણે વાતાવરણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના બાળકોથી લઈને વડીલો અને મહિલાઓએ પણ મોટી સંખ્યામાં આ આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભક્તોના હૈયે રામભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકસ્વાગત અને પ્રસાદ વિતરણ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રાનું ઠેર-ઠેર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો અને વિવિધ મંડળો દ્વારા યાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠંડા શરબત અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાળઝાળ ગરમી વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી ન હતી. શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી આ શોભાયાત્રાએ ભાણવડમાં કોમી એકતા અને ભક્તિનો સંગમ રચ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward