android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: નિરોણામાં ગ્રામજનોનો આક્રોશ, રહેણાંક મકાન પર 'જનતા રેડ' પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
calendar_today March 26, 2026

Kutch News: નિરોણામાં ગ્રામજનોનો આક્રોશ, રહેણાંક મકાન પર 'જનતા રેડ' પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

કચ્છ જિલ્લાના નિરોણા ગામે દારૂબંધીના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી દારૂના વેચાણથી કંટાળેલા સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈ 'જનતા રેડ' કરી હતી. ગ્રામજનોએ એકત્ર થઈને દારૂના અડ્ડા પર ત્રાટકીને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પકડી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો નિરોણા ગામના એક રહેણાંક વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની આશંકા હતી. ગ્રામજનોએ જ્યારે એક બંધ મકાનનું તાળું તોડ્યું, ત્યારે અંદરથી દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. રહેણાંક મકાનનો ઉપયોગ દારૂ છુપાવવા અને વેચવા માટે થતો હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં નિર્ભય બનીને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે યુવાધનને બરબાદ કરી રહ્યું છે. બંધ મકાનનું તાળું તોડતા દારૂનો જથ્થો મળી આવ્યો ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી આ હિંમતભરી જનતા રેડના સમાચાર વાયુવેગે પ્રસરતા કચ્છ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ પકડેલો દારૂનો જથ્થો પોલીસને હવાલે કર્યો હતો. હાલમાં પોલીસે મુદ્દામાલ કબજે કરી, મકાન માલિક અને દારૂના વેપાર સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Arvalli News: LCBનો સપાટો, મોડાસા લૂંટનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે પકડાયો વોન્ટેડ આરોપી
calendar_today March 26, 2026

Arvalli News: LCBનો સપાટો, મોડાસા લૂંટનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે પકડાયો વોન્ટેડ આરોપી

અરવલ્લી જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. મોડાસામાં બે મહિના પૂર્વે થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલી પોલીસે આંતરરાજ્ય લૂંટ ગેંગના એક સભ્યને ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી મૂળ મધ્યપ્રદેશનો હોવાનું અને લૂંટેલા દાગીનાને ઓગાળીને વેચવાની પેરવીમાં હોવાનું બહાર આવ્યું છે.બે મહિના જૂની લૂંટનો ભેદ ઉકેલાયો મોડાસા પંથકમાં બે મહિના પહેલાં ત્રાટકેલી લૂંટારુ ટોળકીએ તરખાટ મચાવ્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલી ગેંગને પકડવા એલસીબીની ટીમ સતત વોચમાં હતી. બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે આંતરરાજ્ય ગેંગનો સક્રિય સભ્ય છે, જે રાત્રિના સમયે બંધ મકાનો કે ચોક્કસ સ્થળોને નિશાન બનાવી લૂંટ ચલાવતા હતા. રૂપિયા 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2.90 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી આ દાગીનાની ઓળખ છુપાવવા માટે તેને પીગળાવીને સોની બજારમાં વેચવાનો પ્લાન બનાવી રહ્યો હતો, પરંતુ તે પહેલાં જ પોલીસના સકંજામાં આવી ગયો હતો. અન્ય 5 આરોપીઓની શોધખોળ શરૂ આ ગેંગમાં કુલ 6 સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ હાલ ફરાર છે. અરવલ્લી પોલીસે ફરાર આરોપીઓના સંભવિત રહેઠાણો અને મધ્યપ્રદેશના કનેક્શન પર તપાસ કેન્દ્રિત કરી છે. આ ગેંગ પકડાતા જિલ્લામાં અન્ય ચોરી અને લૂંટના ગુનાઓ ઉકેલાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. આ પણ વાંચો - Arvalli News : અરવલ્લીના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો 1.10 કરોડનો વિદેશી દારૂ, સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward
National News : 60 દિવસનું ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ, 8 લાખ ટન LPG પણ મગાવ્યો: સરકાર
calendar_today March 26, 2026

National News : 60 દિવસનું ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ, 8 લાખ ટન LPG પણ મગાવ્યો: સરકાર

પેટ્રોલિયમ મંત્રાલયે ગુરુવાર, 26 માર્ચના રોજ જણાવ્યું કે ભારત પાસે આગામી 60 દિવસ સુધી ચાલે તેટલા ક્રૂડ ઓઈલ ભંડાર છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે જો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા અવરોધ આવે તો પણ ભારતને અછતનો સામનો કરવો પડશે નહીં. આનું કારણ એ છે કે ભારતે પશ્ચિમી દેશો પાસેથી તેલ ખરીદીમાં વધારો કર્યો છે, જે કોઈપણ વિક્ષેપને ભરપાઈ કરશે.પુરવઠાની કોઈ અછત નથી "હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ હોવા છતાં, ભારત આજે વિશ્વભરના 41થી વધુ સપ્લાયર્સ પાસેથી પહેલા કરતાં વધુ ક્રૂડ ઓઈલ મેળવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને પશ્ચિમી દેશોમાંથી તેલની વધતી ઉપલબ્ધતાએ કોઈપણ અવરોધોને દૂર કર્યા છે," મંત્રાલયે જણાવ્યું હતું. સરકારે એમ પણ જણાવ્યું હતું કે દરેક રિફાઈનરી 100% થી વધુ ઉપયોગિતા પર કાર્યરત છે અને ભારતીય તેલ કંપનીઓએ આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઇલનો પુરવઠો પહેલાથી જ સુરક્ષિત કરી લીધો છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે "પુરવઠાની કોઈ અછત નથી." દેશ પાસે કુલ 74 દિવસની તેલ સંગ્રહ ક્ષમતા મંત્રાલયે એવા અહેવાલોને પણ ફગાવી દીધા હતા કે ભારત પાસે ફક્ત 6 દિવસનો તેલ ભંડાર બાકી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે દેશ પાસે કુલ 74 દિવસની તેલ સંગ્રહ ક્ષમતા છે. હાલમાં, ભારતમાં આશરે 60 દિવસનો તેલ ભંડાર છે. આમાં ક્રૂડ તેલ, પેટ્રોલ અને ડીઝલ જેવા તૈયાર ઉત્પાદનો અને વ્યૂહાત્મક ભૂગર્ભ સંગ્રહમાં સંગ્રહિત તેલનો સમાવેશ થાય છે. પશ્ચિમ એશિયા કટોકટી પછી પણ આ સ્ટોક 27 દિવસ સુધી રહે છે. ખોટા પ્રચારથી ગુમરાહ ન થશો : પેટ્રોલિયમ મંત્રાલય મંત્રાલયે જણાવ્યું હતું કે વૈશ્વિક ઘટનાઓને ધ્યાનમાં લીધા વિના દરેક ભારતીય પાસે લગભગ બે મહિના સુધી તેલનો સતત પુરવઠો રહેશે. તેમણે ઉમેર્યું હતું કે આગામી બે મહિના માટે કાચા તેલની ખરીદી પણ પૂર્વનિર્ધારિત છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત આગામી મહિનાઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આવી સ્થિતિમાં ભૂગર્ભ વ્યૂહાત્મક ભંડાર (કવર્ડ સ્ટોરેજ)નું મહત્વ ઘટે છે, કારણ કે પુરવઠો પહેલાથી જ પૂરતો છે. LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે કરી સ્પષ્ટતા સરકારે એમ પણ જણાવ્યું હતું કે LPG પુરવઠા અંગેની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અમેરિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયાથી આશરે 8,00,000 મેટ્રિક ટન LPG ભારત આવી રહ્યું છે અને તેનો પુરવઠો સમયસર પહોંચી રહ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે LPG કંટ્રોલ ઓર્ડર પછી દેશની રિફાઈનરીઓમાં ઉત્પાદન 40% વધ્યું છે. હાલમાં દરરોજ આશરે 50,000 મેટ્રિક ટન LPGનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે દેશની કુલ માંગના 60%થી વધુ સંતોષે છે.આ પણ વાંચો : Middle East સંક્ટ વચ્ચે ન્યૂ મેંગલોર પોર્ટ પર LPG જહાજ 'અપોલો ઓશન'ની એન્ટ્રી

Read Full Story arrow_forward