android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Middle East સંક્ટ વચ્ચે ન્યૂ મેંગલોર પોર્ટ પર LPG જહાજ 'અપોલો ઓશન'ની એન્ટ્રી
calendar_today March 26, 2026

Middle East સંક્ટ વચ્ચે ન્યૂ મેંગલોર પોર્ટ પર LPG જહાજ 'અપોલો ઓશન'ની એન્ટ્રી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. અપોલો ઓશન નામનું એલપીજી વહન કરતું જહાજ ન્યૂ મેંગલોર પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. આ ઘટનાને ઊર્જા સુરક્ષા દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત માટે રાહતજનક સમાચાર કર્ણાટકમાં આવેલું આ બંદર દેશના મહત્વના પોર્ટ્સમાંનું એક છે, જ્યાંથી એલપીજી સહિતના ઈંધણનો પુરવઠો વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ સપ્લાય ચેઈનમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. આવી પરિસ્થિતિમાં 'અપોલો ઓશન'નું સમયસર આગમન ભારત માટે રાહતજનક માનવામાં આવે છે. આ ગેસ પુરવઠો મહત્વનો સાબિત થશે આ જહાજ દ્વારા લાવવામાં આવેલા એલપીજીના જથ્થાને ઘરેલુ તેમજ ઔદ્યોગિક જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ થશે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ગેસની માગને પહોંચી વળવા માટે આ પુરવઠો મહત્વનો સાબિત થશે. પોર્ટ અધિકારીઓએ જહાજના આગમનને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા અને તકેદારીના પગલા લીધા હતા. હાલમાં માલ ઉતારવાની પ્રક્રિયા નિયમિત રીતે ચાલી રહી છે. વિશ્વભરમાં ઊર્જા સંકટની શક્યતાઓ વચ્ચે ભારત પોતાના પુરવઠાને મજબૂત રાખવા માટે વિવિધ સ્ત્રોતોથી આયાત વધારી રહ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભારત મુશ્કેલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ વચ્ચે પણ ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા સજ્જ છે.આ પણ વાંચો : Weather Update: ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત 10થી વધુ રાજ્યમાં વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Ahmedabad News: કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા ફિલ્ડ ઓફિસરનું અપહરણ, માર મારી માફી માગતો વીડિયો બનાવ્યો
calendar_today March 26, 2026

Ahmedabad News: કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા ફિલ્ડ ઓફિસરનું અપહરણ, માર મારી માફી માગતો વીડિયો બનાવ્યો

અમદાવાદના વાડજ વિસ્તારમાં કર્મચારીઓેને પગારના ચુકવવાનુ ફીલ્ડ ઓફિસરને ભારે પડ્યું છે. વારંવાર પગારની માંગણી કરવા છતાં પગાર ના આપતા કર્મચારીઓએ ફિલ્ડ ઓફિસરનું અપહરણ કરીને માર માર્યો.એટલું જ નહીં માફી મંગાવતો વીડિયો પણ બનાવ્યો.અંતે મામલો પોલીસ સ્ટેશન પહોચતા પોલીસે ફરીયાદ નોંધીને બે સગીર સહીત સાત લોકોને ઝડપી લીધા છે.તમામ આરોપીઓની વાડજ પોલીસે ધરપકડ કરી છે. કંપનીનું કામ હાઉસ કિપીંગ મેન પાવરનું હતું આરોપીઓએ ભેગા મળીને તેમની જ કંપનીના ફિલ્ડ ઓફિસરનું અપહરણ કર્યું અને માર માર્યો છે. પગારના બાકી લેણાની વારંવાર ઉઘરાણી કરવા છતાં ફરીયાદી યુવકએ પગાર ચુકવ્યો ના હતો.જેથી અંતે કંટાળીને આરોપીઓએ તેને મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં તેને માર મારીને ક્રેટા ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં અન્ય જગ્યાએ લઇ જઇને બીજા મિત્રોને બોલાવી માર માર્યો હતો.જે અંગેની જાણ ફરીયાદીએ પોલીસને કરતા પોલીસએ ફરીયાદ નોંધી હતી. ફરીયાદી નવરંગપુરા ખાતે આવેલ એમ આઇ એફ એમ કોર્પોરેશનમાં ફીલ્ડ ઓફિસર તરીકે કામ કરતો હતો.જે કંપનીનું કામ હાઉસ કિપીંગ મેન પાવરનું હતું. બે સગીર સહીત સાત આરોપીઓને ઝડપી લીધા જેણે પકડાયેલ આરોપી માંથી પીન્ટુ મકવાણા અને હર્ષ મોભને સાતેક મહીના પહેલા નોકરીએ રખાવ્યા હતાં.જ્યારે નયન પણ તેમની સાથે ફીલ્ડ ઓફિસર તરીકે નોકરી કરતો હતો.24મી માર્ચના દિવસે સાંજના સાડા છ વાગ્યાની આસપાસ ફરીયાદી નોકરીથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે વિશાલએ તેને ફોન કરીને ભીમજીપુરામાં આવેલ સંજીવની હોસ્પિટલ નજીક બોલાવ્યો હતો. જ્યાંથી નયન અને વિશાલએ તેને માર મારીને ક્રેટા ગાડીમાં બેસાડી ચાંદલોડીયા રેલ્વે સ્ટેશન નજીક આવેલ ખુલ્લી જગ્યામાં લઇ ગયા હતાં. અને અન્ય આરોપીઓ સાથે મળી તેને માર માર્યો હતો.સમગ્ર ઘટનાની જાણ ફરીયાદીએ પોલીસને કરતા વાડજ પોલીસએ અપહરણ, રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને બે સગીર સહીત સાત આરોપીઓને ઝડપી લીધા છે. આ પણ વાંચોઃ Surendranagar News : વઢવાણ વિસ્તારમાં કનેક્ટિવિટીમાં થશે વધારો, દૂધરેજ -ખોડુ- વેળાવદર રોડના રૂ.30.54 કરોડના કામનું ખાતમુહૂર્ત

Read Full Story arrow_forward
Gandhinagar : સરકારી વિભાગોની ખાતાકીય તપાસમાં આળસ, તકેદારી આયોગની કડક ચીમકી!
calendar_today March 26, 2026

Gandhinagar : સરકારી વિભાગોની ખાતાકીય તપાસમાં આળસ, તકેદારી આયોગની કડક ચીમકી!

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ચાલતી ખાતાકીય તપાસમાં જોવા મળી રહેલી આળસ અને વિલંબ સામે રાજ્ય તકેદારી આયોગે લાલ આંખ કરી છે. ભ્રષ્ટાચાર કે ગેરરીતિના કેસોમાં સંડોવાયેલા અધિકારીઓ સામે તપાસ પૂર્ણ કરવામાં થઈ રહેલા અક્ષમ્ય વિલંબને લઈને આયોગે તમામ સરકારી વિભાગોને કડક સૂચના આપી છે.તંત્રની આળસ છતી થઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, અનેક વિભાગોમાં વર્ષો જૂના ખાતાકીય તપાસના કેસો હજુ પણ પેન્ડિંગ છે. નિયમ મુજબ અમુક ચોક્કસ સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ સુપરત કરવાનો હોય છે, પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ તપાસ કરવામાં આળસ દાખવી રહ્યા છે. આ વિલંબનો સીધો ફાયદો કસૂરવાર અધિકારીઓને મળે છે, જેઓ નિવૃત્તિ સુધી પોતાની સજાથી બચી જાય છે અથવા પ્રમોશન મેળવી લે છે. આયોગનો આદેશ: "ત્વરિત અહેવાલ આપો" રાજ્ય તકેદારી આયોગે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તપાસ કરવામાં હવે વધુ વિલંબ સહન કરવામાં આવશે નહીં. આયોગે દરેક વિભાગના વડાઓને આદેશ આપ્યો છે કે, પડતર કેસોની સમીક્ષા કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે તપાસ અહેવાલ રજૂ કરવામાં આવે. સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ આ કડક વલણ પાછળનો હેતુ સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવાનો છે. હવે જોવાનું એ રહે છે કે આયોગની આ ચીમકી બાદ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ કેટલી ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કરે છે. આ પણ વાંચો---     Gandhinagar : રાજ્યમાં નવા વીજ દરની જાહેરાત, સ્માર્ટ મીટર ધારકો અને દિવસના વપરાશકર્તાઓને થશે મોટો ફાયદો

Read Full Story arrow_forward