Mehsana : કડીના ઇન્દ્રાડ ગામમાં દાગીના માટે મહિલાની કરપીણ હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધી! આરોપી ઝડપાયો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર થોડા દાગીનાની લાલચમાં એક 54 વર્ષીય આધેડ મહિલાની નિર્મમ હત્યા કરી, તેની લાશને ખેતરમાં દાટી દેવાનો મામલો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, નંદાસણ પોલીસ અને મહેસાણા LCBએ ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.શું હતી સમગ્ર ઘટના? ઇન્દ્રાડ ગામના શારદાબેન ઠાકોર ગત 20 માર્ચ 2026ના રોજ સીમમાં ઘાસચારો લેવા ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન સવિતા અમૃત ફાર્મના સીસીટીવી ફૂટેજમાં શારદાબેન અમૃત ફાર્મ તરફ જતા દેખાયા હતા, પણ બહાર આવ્યા નહોતા. 23 માર્ચે પોલીસ અને પરિવારે ફાર્મમાં ઝીણવટભરી તપાસ કરતા લીંબુડીના એક છોડ નીચે તાજું ખોદાણ અને માખીઓ બણબણતી જોવા મળી હતી. શંકાના આધારે ખોદકામ કરતા અંદરથી શારદાબેનની લાશ મળી આવી હતી. તેમના કાન ચીરાયેલા હતા અને શરીર પરના 4.40 લાખના દાગીના ગાયબ હતા. પોલીસની કામગીરી અને આરોપીની ધરપકડ ઘટનાની ગંભીરતા જોઈ મહેસાણા LCB અને નંદાસણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી કે એક શખ્સ ચાંદીના કડલા વેચવા આવ્યો છે. સીસીટીવી અને બાતમીના આધારે પોલીસે સચિનકુમાર મુકુંદભાઈ દંતાણી (રહે. ઈરાણા) ને ઝડપી પાડ્યો હતો. હત્યા પાછળનું કારણ પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે આર્થિક સંકડામણને કારણે તેણે લૂંટના ઈરાદે આ હત્યા કરી હતી. શારદાબેન ખેતરમાં એકલા હોવાનો લાભ ઉઠાવી તેણે ધારીયાથી હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ પાવડાથી ખાડો ખોદી લાશ દાટી દીધી હતી. પોલીસે આરોપી પાસેથી 3.40 લાખના દાગીના અને હથિયાર જપ્ત કરી તેને 27 તારીખ સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે.આ પણ વાંચો--- Gandhinagar : રાજ્યમાં નવા વીજ દરની જાહેરાત, સ્માર્ટ મીટર ધારકો અને દિવસના વપરાશકર્તાઓને થશે મોટો ફાયદો
Read Full Story arrow_forward