android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત 10થી વધુ રાજ્યમાં વરસાદની આગાહી
calendar_today March 26, 2026

Weather Update: ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત 10થી વધુ રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે 31 માર્ચ સુધી પશ્ચિમી હિમાલય, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનોમાં વરસાદની આગાહી કરી છે. વરસાદની અપાઇ ચેતવણી દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પૂર્વી રાજસ્થાનમાં 31 માર્ચ સુધી વાવાઝોડા, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી છે. દિલ્હી-એનસીઆર વાદળોથી ઘેરાયેલું છે. વધુમાં, હવામાન વિભાગે 26 અને 27 માર્ચે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદથી તીવ્ર ગરમીથી રાહત મળવાની ધારણા છે. પહાડી રાજ્યોમાં વરસાદ હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી હિમાલય પ્રદેશ, એટલે કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં 27 માર્ચ સુધી ભારે પવન સાથે હળવો વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા છે. વધુમાં, પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે, આ વરસાદ 28 થી 31 માર્ચ સુધી છૂટાછવાયાથી વ્યાપક હોઈ શકે છે. 27 માર્ચે, ઉત્તરાખંડના પાંચ સરહદી પહાડી જિલ્લાઓ: ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની અપેક્ષા છે. ઉત્તર-પૂર્વમાં કેવું રહેશે વાતાવરણ ? માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં પણ હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. 27 થી 29 માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ અને 28 માર્ચે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે. ૨૬ માર્ચે કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં અને ૨૬ થી ૨૭ માર્ચ દરમિયાન કેરળમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. આ પણ વાંચોઃ શું માસ્ક અને બૂસ્ટરનો યુગ પાછો આવી શકે, જાણો શું છે સ્થિતિ?

Read Full Story arrow_forward
Gandhinagr News: 18 સરકારી વિભાગો 23 વર્ષમાં ખર્ચેલા 7432 કરોડનો હિસાબ નથી આપતાં
calendar_today March 26, 2026

Gandhinagr News: 18 સરકારી વિભાગો 23 વર્ષમાં ખર્ચેલા 7432 કરોડનો હિસાબ નથી આપતાં

ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, રાજ્ય સરકારના 18 વિભાગોએ 2001-02થી 2023-24 સુધીના 23 વર્ષ દરમિયાન રૂ.7431.84 કરોડની ગ્રાન્ટ તો વાપરી નાખી છે, પણ તેના માટે જરૂરી 4258 વપરાશી પ્રમાણપત્રો 31 માર્ચ 2025 સુધી પણ રજૂ કર્યા નથી.આમાં 2022-23ના રૂ.1697.44 કરોડની ગ્રાન્ટના 874 વપરાશી પ્રમાણપત્રો અને 2023-24ના રૂ. 4284.56 કરોડની ગ્રાન્ટના 1374 વપરાશી પ્રમાણપત્રો સમાવિષ્ટ છે. ગ્રાન્ટના વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવાના બાકી કેગના રિપોર્ટ પ્રમાણે આમાં આદિજાતિ વિકાસ વિભાગે રૂ.1662.22 કરોડની ગ્રાન્ટના, શહેરી વિકાસ વિભાગે રૂ. 1567.78 કરોડની ગ્રાન્ટના, શિક્ષણ વિભાગે રૂ.1086.42 કરોડની ગ્રાન્ટના, કૃષિ અને સહકાર વિભાગે રૂ. 1044.32 કરોડની ગ્રાન્ટના, પંચાયત, ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે રૂ. 735.57 કરોડની ગ્રાન્ટના, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે રૂ. 681.09 કરોડની ગ્રાન્ટના, કલાઈમેટ ચેન્જ વિભાગે રૂ. 192 કરોડની ગ્રાન્ટ,ઉદ્યોગ-ખાણકામ વિભાગે રૂ. 179 કરોડની ગ્રાન્ટના, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે રૂ. 129.18 કરોડની ગ્રાન્ટના તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રૂ.115.45 કરોડની ગ્રાન્ટના વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવાના બાકી છે.

Read Full Story arrow_forward
Mehsana : દારૂડિયા માટે બનાવેલા પાંજરામાં કાકાની બોણી! કૂતૂહલ પડ્યું ભારે
calendar_today March 26, 2026

Mehsana : દારૂડિયા માટે બનાવેલા પાંજરામાં કાકાની બોણી! કૂતૂહલ પડ્યું ભારે

સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે કઈ ઘટના વાયરલ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે, પણ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાન્છા ગામની એક રમુજી ઘટનાએ અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. ગામમાં દારૂડિયાઓને પાઠ ભણાવવા માટે બનાવવામાં આવેલું લોખંડનું પાંજરું અચાનક એક નિર્દોષ મહેમાન માટે 'જેલ' બની ગયું હતું.શું હતી સમગ્ર ઘટના? પાન્છા ગામના ગ્રામજનોએ ગામમાં દારૂ પીને છાકટા બનતા અને શાંતિ હણતા તત્વોને ઠેકાણે લાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો હતો. ગામની વચ્ચે એક મજબૂત લોખંડનું પાંજરું તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી દારૂડિયો પકડાય તો તેને ત્યાં પૂરી શકાય. જોકે, આ પાંજરાનું 'ઉદ્ઘાટન' કોઈ દારૂડિયાએ નહીં, પણ બાજુના ગામથી આવેલા એક રમુજી સ્વભાવના કાકાએ કર્યું! કાકા મસ્તીમાં પાંજરાની અંદર ગયા બન્યું એવું કે, આ કાકા પાન્છા ગામે મહેમાન ગતિએ આવ્યા હતા. નવું નકોર લોખંડનું પાંજરું જોઈ તેમને કુતૂહલ થયું. રમૂજમાં તેમણે કહ્યું, "જોઈએ તો ખરા, આમાં અંદર કેવું લાગે છે!" એમ કહી કાકા મસ્તીમાં પાંજરાની અંદર ગયા. મજાક પડી ગઈ ભારે! કાકા જેવા અંદર ગયા કે તરત જ ત્યાં હાજર રહેલા એક યુવાનને મજાક સૂઝી અને તેણે બહારથી પાંજરાનો દરવાજો બંધ કરી દીધો. થોડીવાર પહેલા જે કાકા હસતા હસતા અંદર ગયા હતા, તે હવે ખરેખર કેદી બની ગયા હોય તેમ મુંઝવણમાં મુકાઈ ગયા. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ખડખડાટ હસી પડ્યા હતા. જોકે, થોડીવાર બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધીમાં તો આ 'સ્પેશિયલ ગેસ્ટ'નો વીડિયો કેમેરામાં કેદ થઈ ચૂક્યો હતો. સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતો વીડિયો આ રમુજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા લોકો જાતભાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે "બોહણી તો કાકાએ જ કરાવી!" આ કિસ્સો અત્યારે મહેસાણા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.આ પણ વાંચો----     Gandhinagar : રાજ્યમાં નવા વીજ દરની જાહેરાત, સ્માર્ટ મીટર ધારકો અને દિવસના વપરાશકર્તાઓને થશે મોટો ફાયદો

Read Full Story arrow_forward