android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli: સીસી રોડના સેમ્પલ ફેઈલ થતા તંત્રમાં દોડધામ, મંત્રીની સૂચનાથી કામગીરી ઠપ્પ કરી તોડફોડ શરૂ
calendar_today March 26, 2026

Amreli: સીસી રોડના સેમ્પલ ફેઈલ થતા તંત્રમાં દોડધામ, મંત્રીની સૂચનાથી કામગીરી ઠપ્પ કરી તોડફોડ શરૂ

અમરેલી શહેરમાં વિકાસના કામોમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે રાજ્યના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયાએ લાલ આંખ કરી છે. અમરેલી શહેરમાં આશરે રૂપિયા 11 કરોડના ખર્ચે હજુ એક મહિના પહેલા જ બનેલા સીસી રોડની ગુણવત્તા અત્યંત નબળી હોવાનું સામે આવતા મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.સેમ્પલ ટેસ્ટમાં પોલ ખુલીઆર્ટસ કોલેજ પાસે બનાવવામાં આવેલા સીસી રોડ અંગે મંત્રી કૌશિક વેકરીયાને ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને આધારે લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જે ટેસ્ટમાં ફેઈલ સાબિત થયા હતા. નબળી ગુણવત્તાનો ઘટસ્ફોટ થતા મંત્રીએ તુરંત જ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને નબળું કામ તોડી પાડવા સૂચના આપી હતી.એજન્સીએ સ્વીકારી ભૂલમંત્રીના કડક વલણને પગલે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર એજન્સીએ પણ કામમાં નબળી ગુણવત્તા રહી ગઈ હોવાનું સ્વીકાર્યું છે અને માફી માંગી છે. આજે સવારથી જ આર્ટસ કોલેજ સામેના અંદાજે ૧૨૫ મીટર લાંબા રોડને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એજન્સી હવે આ રોડ પોતાના ખર્ચે ફરીથી મજબૂત ગુણવત્તા સાથે બનાવશે.સમગ્ર જિલ્લામાં તપાસના આદેશમંત્રી કૌશિક વેકરીયાએ માત્ર આ એક રોડ જ નહીં, પરંતુ અમરેલી જિલ્લામાં હાલમાં જે પણ માર્ગોના કામો ચાલી રહ્યા છે અથવા પૂર્ણ થયા છે, તે તમામના સેમ્પલ લેવાની સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કે ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.આ પણ વાંચો: Una: નવાબંદર દરિયાકાંઠે લાંગરેલી બોટમાં ભીષણ આગ, એક પછી એક બોટો ઝપેટમાં આવતા લાખોનું નુકસાન

Read Full Story arrow_forward
Ahmedabad News: સિંગર જીગરદાન ગઢવી હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય, સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી
calendar_today March 26, 2026

Ahmedabad News: સિંગર જીગરદાન ગઢવી હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય, સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીત જગતને મોટો ઝટકો વાગ્યો છે. જાણીતા ગાયક જીગરદાન ગઢવીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી છે. જીગરદાન ગઢવીના ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. જીગરા તરીકે જાણીતા જીગરદાન ગઢવી હવે અન્ય પ્રોજેક્ટ પર કામ કરશે તેવો સંકેત પણ આપ્યો છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી આજે રામનવમીના દિવસે જ તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, હું આ માધ્યમથી જાહેર કરુ છું કે, હવે પછી ગુજરાતી ફિલ્મો માટેના પ્લેબેક ગાયન તેમજ તમામ ગુજરાતી લેબલ્સ અને યૂટ્યૂબ ચેનલ્સના મ્યુઝિક પ્રોજેક્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. છેલ્લા 10 વર્ષનો આ સફર ખૂબજ યાદગાર રહ્યો છે. આપ સૌએ આપેલા પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર. તેમણે કયા કારણે આ નિર્ણય લીધો તેનો કોઈ ખુલાસો કર્યો નથી. વ્હાલમ આવોને જેવા અનેક લોકપ્રિય ગીતો ગાયા જીગરદાન ગઢવીએ વ્હાલમ આવોને જેવા અનેક લોકપ્રિય ગીતો ગાયા છે. સોશિયલ મીડિયામાં તેમના ચાહકો દ્વારા અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. જીગરદાન ગઢવીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદનથી કરી હતી. ચાલ જીવી લઈએ ફિલ્મના ગીત ચાંદને કહો ખૂબજ પ્રચલિત રહ્યું છે. જીગરદાન ગઢવીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે હાર્દિક અભિનંદન, આઈ વિશ અને લેપેટ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.આ પણ વાંચોઃ Chhota Udepur: પશુ સારવાર સેવા રામ ભરોસે! ડોક્ટરો અને ડ્રાઈવરોએ નોકરી છોડતા સેવાનું ફીંડલું વળ્યું

Read Full Story arrow_forward
Surat: વેસુના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં બાળક બેડરૂમમાં લોક થયું, ફાયર ટીમે દરવાજો તોડીને રેસ્ક્યુ કર્યું
calendar_today March 26, 2026

Surat: વેસુના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં બાળક બેડરૂમમાં લોક થયું, ફાયર ટીમે દરવાજો તોડીને રેસ્ક્યુ કર્યું

શહેરના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર આવેલ 'સેવન હેવન' એપાર્ટમેન્ટમાં આજે શ્વાસ અધ્ધર કરી દે તેવી એક ઘટના બની હતી. અહીં 8મા માળે રહેતા એક પરિવારનો 2 વર્ષનો માસૂમ પુત્ર બેડરૂમમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. બાળક અંદર ફસાઈ જતા અને રડવા લાગતા પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.રમત-રમતમાં સર્જાઈ મુસીબતપ્રાપ્ત વિગતો મુજબ, 2 વર્ષનું આ બાળક બેડરૂમમાં એકલું રમી રહ્યું હતું ત્યારે અચાનક દરવાજાનું લોક લાગી ગયું હતું. અંદરથી દરવાજો ન ખુલતા બાળક ગભરાઈ ગયું હતું અને જોરજોરથી રડવા લાગ્યું હતું. પરિવારજનોએ બહારથી દરવાજો ખોલવા ખૂબ પ્રયાસો કર્યા પરંતુ સફળતા મળી ન હતી. અંતે મામલાની ગંભીરતા જોઈ પરિવાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયર ટીમનું ત્વરિત રેસ્ક્યુઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર રોહિત ખલાસી અને તેમની ટીમ ગણતરીની મિનિટોમાં સેવન હેવન એપાર્ટમેન્ટ પહોંચી ગઈ હતી. ફાયર ટીમે દરવાજો તોડીને અત્યંત રડતી હાલતમાં રહેલા ૨ વર્ષના માસૂમને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો.આ પણ વાંચો: Amreli: સીસી રોડના સેમ્પલ ફેઈલ થતા તંત્રમાં દોડધામ, મંત્રીની સૂચનાથી કામગીરી ઠપ્પ કરી તોડફોડ શરૂ

Read Full Story arrow_forward