android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur : બનાસકાંઠામાં વિવિધ સરકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા
calendar_today October 16, 2026

Palanpur : બનાસકાંઠામાં વિવિધ સરકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવાના હેતુથી જિલ્લા પ્રભારી સચિવ ડી.કે.પ્રવીણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમ્યાન પ્રભારી સચિવએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગો દ્વારા યોજનાઓ અંતર્ગત નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યાંકો, અત્યાર સુધી પૂર્ણ થયેલી કામગીરી, બાકી રહેલી કામગીરી અને યોજનાઓની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ ઉપરાંત, યોજનાઓના અમલીકરણમાં થતી પ્રગતિની સમીક્ષા કરી કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવએ સંબંધિત અધિકારીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા, નિર્ધારિત લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તથા બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતા આપવા જરૂરી સૂચનો કર્યા હતા. સાથે જ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવી વિકાસલક્ષી અને જનહિતલક્ષી કામગીરીને વધુ વેગ આપવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhanera : ની મધુસૂદન રેસીડેન્સી ખાતે પર્યાવરણ જાળવણીનો સંદેશાત્મક કાર્યક્રમ
calendar_today October 16, 2026

Dhanera : ની મધુસૂદન રેસીડેન્સી ખાતે પર્યાવરણ જાળવણીનો સંદેશાત્મક કાર્યક્રમ

ધાનેરા સ્થિત મધુસૂદન રેસીડેન્સી સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે ખેલૈયાઓ વિવિધ આકર્ષક વેશભૂષામાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે માતાજીની મહાઆરતી બાદ પર્યાવરણ જાળવણી અને ધાનેરા શહેરને 'પ્લાસ્ટિક મુક્ત' બનાવવાના હેતુથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરા નગરપાલિકા દ્વારા 'ભારત વિકાસ પરિષદ' ના વિશેષ સહયોગથી સોસાયટીના દરેક પરિવારને રોજિંદા વપરાશમાં ઉપયોગી થાય તેવી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત પાલિકાના પદાધિકારીઓ તેમજ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ambaji : મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સાડીઓનું વિનામૂલ્યે વિતરણ
calendar_today October 16, 2026

Ambaji : મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સાડીઓનું વિનામૂલ્યે વિતરણ

અંબાજી : સપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સેવાકીય અને સામાજિક જવાબદારીના ભાગરૂપે જરૂરિયાતમંદ મહિલાઓના કલ્યાણ માટે વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ક્કઅનંત સેવાક્રના સેવાભાવી સંકલ્પ અંતર્ગત નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહિલા માઈભક્તો તથા અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતી જરૂરિયાતમંદ મહિલાઓને વિતરણ કરવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સાડીઓ દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, મંદિર ટ્રસ્ટના એસ્ટેટ ઓફ્સિર સિવિલ ઇજનેર સહિત ટ્રસ્ટના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward