Palanpur : અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં સાયબર ક્રાઈમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો
પાલનપુર : સરકારી વિનયન કોલેજ, અમીરગઢમાં સાયબર ક્રાઈમ પોલીસ મથક, પાલનપુર - બનાસકાંઠા અને કવચ પ્રકલ્પ, સરકારી વિનયન કોલેજ, અમીરગઢના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઈમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિગ્નેશ એ.બારોટ એ.એસ.આઈ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વડા ર્ડા.એન.કે.સોનારા દ્વારા જિગ્નેશ એ.બારોટનું સૂતરની આટી અને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રો.જય બુદ્ધદેવ, ર્ડા.ભાવેશ પ્રજાપતિ, ર્ડા.હિતેશ ઠક્કર, ર્ડા.નિતિન જાદવ સહિતના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય ર્ડા.એન.કે.સોનારા દ્વારા સાયબર અવેરનેસ અંગે ઉંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી. જિગ્નેશ એ. બારોટ દ્વારા પીપીટી દ્વારા સાયબર ફ્રોડનાં પ્રકાર, તેને લગતા ગુનાઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે રસપ્રદ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward