android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Radhanpur : માં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થા સામે સવાલો
calendar_today October 16, 2026

Radhanpur : માં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થા સામે સવાલો

સરકાર એક તરફ્ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નિઃશુલ્ક અનાજ આપવાની યોજનાઓના પ્રચાર-પ્રસાર પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે બીજી તરફ્ રાધનપુરમાં જ સરકારી અનાજ વિતરણ વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સરકારી ગોડાઉનમાંથી મળતા ઘઉં, ચોખા ની ગુણવત્તા નબળી હોવા ઉપરાંત વજનમાં પણ એકથી ત્રણ કિલો સુધીની ઘટ આવતી હોવાના રેશનિંગ દુકાનદારો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. રાધનપુરના સસ્તા અનાજની દુકાનદાર ના પતિ અલ્પેશકુમાર દવેના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાંથી મળતા અનાજની ગુણવત્તા અત્યંત નબળી હોય છે અને કેટલાક જથ્થા ખાવા લાયક ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. બીજી તરફ્, અનાજના વજનમાં પણ ઘટ આવતી હોવાના કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનદારોનો આક્ષેપ છે કે આ બાબતે વારંવાર લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જવાબદારો દ્વારા 'ઉપરથી આવું જ આવે છે' તેવો જવાબ આપીને વાત ટાળી દેવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.આટલું જ નહીં, દુકાનદારોને સમયસર કમિશન ન મળતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે. એક તરફ્ અનાજના જથ્થામાં ઘટ અને બીજી તરફ્ આર્થિક મુશ્કેલીઓના કારણે રેશનિંગ દુકાનદારોની હાલત કફોડી બની છે. ગ્રાહકોને પૂરતો જથ્થો આપવા માટે કેટલાક દુકાનદારોએ પોતાના ખિસ્સામાંથી નાણાં ખર્ચીને અથવા બહારથી અનાજની વ્યવસ્થા કરીને પૂર્તિ કરવી પડતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Tharad : થરાદ પોલીસ સ્ટેશનના ગરબામાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામનું વિતરણ
calendar_today October 16, 2026

Tharad : થરાદ પોલીસ સ્ટેશનના ગરબામાં વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામનું વિતરણ

વાવ થરાદ જિલ્લામાં પ્રથમ વખત થરાદ પોલીસ વિભાગ દ્વારા એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશન ખાતે આયોજિત નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં માં ભગવતીની આરાધનામાં ગરબાના તાલે ઝૂમી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કૌટુંબિક વાતાવરણના કારણે દરરોજ ગરબે રમવા આવતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. થરાદ પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત પરિસરમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ અને યુવતીઓ સુરક્ષાના અહેસાસ સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરી રહી છે. આ આયોજનને વધુ રોમાંચક અને ઉત્સાહવર્ધક બનાવવા માટે ગરબે રમતી મહિલાઓ અને યુવતીઓમાંથી પ્રતિદિન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર એક થી પાંચ વિજેતા ખેલૈયાઓને પસંદ કરીને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે.તાજેતરમાં જ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના ધર્મપત્નીના વરદહસ્તે 1 થી 5 ક્રમાંકે વિજેતા બનેલી ખેલૈયા બહેનોને વિવિધ આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજનમાં માત્ર રમવા આવનાર ખેલૈયાઓ જ નહીં, પરંતુ ગરબા જોવા આવતી આમ જનતા માટે પણ પોલીસ વિભાગ દ્વારા સુંદર બેઠક વ્યવસ્થા અને સુસજ્જ વાહન પાર્કિંગની નિઃશુલ્ક સુવિધા કરવામાં આવી છે. પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહીને આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓનું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા છે.પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતી અને નારી શક્તિને સુરક્ષા સાથે ઉત્સવ મનાવવાનું મંચ પૂરું પાડતી થરાદ પોલીસની આ સુંદર પહેલની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Disa : ડીસા પાલિકાએ વીજ પોલ હટાવ્યા વગર જ રોડ બનાવ્યો
calendar_today October 16, 2026

Disa : ડીસા પાલિકાએ વીજ પોલ હટાવ્યા વગર જ રોડ બનાવ્યો

ડીસા નગરપાલિકામાં રસ્તાઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ડીસા નગરપાલિકાએ રસ્તા વચ્ચે આવતા વીજ પોલ હટાવ્યા વગર જ રોડનું કામ શરૂ કરી દેતા નગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીસા પાલનપુર હાઈવે થી અજાપુરા તરફ જતા રોડ પર વ્રજ વિલા, વિષ્ણુ દેવી સહિત પાંચથી વધુ સોસાયટીઓ અને અજાપુરા તેમજ કાંટ રોડને જોડતો બાયપાસ રોડ આવેલો છે જે રોડ પર દિવસે હજારો વાહનોની અવર-જવર છે જે રોડનું સમારકામ ડીસા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. પરંતુ રોડની વચ્ચે ઊભેલો વીજપોલ ન હટાવતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે હેવી વીજ લાઈનના પોલ રોડ વચ્ચે હોવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકોની માંગણી છે કે આ પુલને હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં અકસ્માતની સંભાવના રહેશે અને તેના જવાબદાર કોણ રહેશે. જોકે હેવી વીજ લાઈનથી અકસ્માત થશે તો ક્યારેક મોટી દુર્ધટના સર્જાય તેવી પરિસ્થિતિ છે ત્યારે નગરપાલિકાએ તાત્કાલિક આ વીજ પોલ હટાવા જરૂરી છે. જોકે ઘોર નિંદ્રામાં રહેલી ડીસા નગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે હલકી ગુણવત્તાના રોડ બનાવી વીજ પોલ પણ હટાવી સકતા નથી જેના ઉપરથી નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward