Palanpur : ની અક્ષતમ-3 સોસાયટીમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
પાલનપુર : નવરાત્રી મહોત્સવ 2026 ની પાલનપુર શહેરભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે શહેરની અક્ષતમ 3 સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીના આંગણે માં આદ્યશક્તિની આરાધના માટે ભવ્ય મંડપ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. દરરોજ સાંજે આરતી બાદ ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘુમે છે. ઢોલના તાલ અને માતાજીના ધૂનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. આયોજનમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. મહિલાઓ, યુવતીઓ રંગબેરંગી ચણિયા-ચોલીમાં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સોસાયટીના યુવાનો દ્વારા સ્વયંસેવકો તરીકે સેવા આપવામાં આવી રહી છે. નવ દિવસ સુધી ચાલનારો આ નવરાત્રી મહોત્સવ સૌ માટે યાદગાર બની રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward