Kalol: આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
કાલોલ : કાલોલમાં આગામી ગણેશોત્સવના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાના નિયમનના ભાગરૂપે બુધવારે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા હરેશ દુધાતના નેતૃત્વમાં એલસીબી, એસઓજી સહિતના જિલ્લા પોલીસના વાહનોના કાફ્લો જોડાયો હતો. જિલ્લા પોલીસ વડાએ મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને નગરજનોને શાંતિ, સુરક્ષા અને સલામતીનો સંદેશો આપ્યો હતો. ખાસ કરીને લોકો ભયમુક્ત બનીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવી શકે તદ્ઉપરાંત કાયદો અને વ્યવસ્થાના જતન માટે સહયોગ આપે તે માટે પણ સુરક્ષાતંત્ર સતત પ્રયત્નશીલ હોવાનો નિર્દેશ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward