android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kalol: આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
calendar_today September 10, 2026

Kalol: આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

કાલોલ : કાલોલમાં આગામી ગણેશોત્સવના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાના નિયમનના ભાગરૂપે બુધવારે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા હરેશ દુધાતના નેતૃત્વમાં એલસીબી, એસઓજી સહિતના જિલ્લા પોલીસના વાહનોના કાફ્લો જોડાયો હતો. જિલ્લા પોલીસ વડાએ મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને નગરજનોને શાંતિ, સુરક્ષા અને સલામતીનો સંદેશો આપ્યો હતો. ખાસ કરીને લોકો ભયમુક્ત બનીને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવી શકે તદ્ઉપરાંત કાયદો અને વ્યવસ્થાના જતન માટે સહયોગ આપે તે માટે પણ સુરક્ષાતંત્ર સતત પ્રયત્નશીલ હોવાનો નિર્દેશ આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: શહેરામાં ગણેશ ઉત્સવ પૂર્વે જિલ્લા પોલીસની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ
calendar_today September 10, 2026

Panchmahal: શહેરામાં ગણેશ ઉત્સવ પૂર્વે જિલ્લા પોલીસની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ

શહેરા : શહેરામાં ગણેશ મહોત્સવ અને વિસર્જન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું હતુ. જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાયએસપી બિન્દ્રા જાડેજાની સીધી આગેવાની હેઠળ ગણેશ વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અને ડીવાયએસપી બિન્દ્રા જાડેજાની સીધી દેખરેખ હેઠળ શહેરા પોલીસ સ્ટેશનથી માર્ચનો પ્રારંભ થયો હતો. પોલીસનો કાફ્લો નગરના અતિ સંવેદનશીલ અને મુખ્ય વિસ્તારો હુસેની ચોક, હોળી ચકલા અને મેઈન બજારમાંથી પસાર થઈને ગણેશ વિસર્જન થનાર મુખ્ય તળાવ ખાતે પહોંચ્યો હતો. તળાવ ખાતે જિલ્લા પોલીસ વડાએ પોતે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ બસ સ્ટેશન રોડ થઈને પરત પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ તકે પોલીસ તંત્ર દ્વારા તમામ ગણેશ મંડળો અને નાગરિકોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા અને ડીજે સાઉન્ડ સિસ્ટમ અંગે સરકારે નક્કી કરેલા પેરામીટર્સ અને નિયમો મુજબ જ અવાજની મર્યાદા રાખવી આ સહિત નિયમોનું ચુસ્ત પાલન કરવા ખાસ અપીલ કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Padra: તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે કોંગ્રેસની ટ્રેક્ટર રેલી
calendar_today September 10, 2026

Padra: તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે કોંગ્રેસની ટ્રેક્ટર રેલી

પાદરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક પર સંકટ ઊભું થયું હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક પાક સહાય આપવાની માંગ સાથે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી.વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારની આગેવાનીમાં યોજાયેલી આ ટ્રેક્ટર રેલીમાં પાદરા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મુવાલથી શરૂ થયેલી રેલી વડુ, મહુવડ સહિતના રૂટ પરથી પસાર થઈ પાદરા નગરમાં પહોંચી હતી.રાજ્યમાં પૂરતો વરસાદ ન પડવાના કારણે વરસાદ આધારિત વાવેતર કરાયેલા પાકો નષ્ટ થવાની આરે હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની કફોડી સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર તાત્કાલિક પાક સહાય જાહેર કરે તેવી માંગ કરવામાં આવી હતી.ટ્રેક્ટર રેલી પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.કોંગ્રેસ દ્વારા પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ઉપરાંત ખેડૂતોને આર્થિક પાક સહાય આપવી, ખેડૂતોને 16 કલાક વીજ પુરવઠો આપવો તથા નર્મદા નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી.આ રેલીમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પઢીયાર, પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક પટેલ, શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર સહિત તાલુકાના કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.જશપાલસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા પાદરા તાલુકાના ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર તાત્કાલિક પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પાક સહાય આપે, 16 કલાક વીજળી પૂરી પાડે અને નર્મદા નહેરમાં પાણી છોડે. ખેડૂતોની હાલતને ધ્યાનમાં રાખી સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી અમારી માંગ છે. જેને પગલે નગર સહિત તાલુકામાં ઉત્તેજના વ્યાપી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward