android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur: માંકડા વિકાસસિંહ 425 મત સાથે મોખરે, ગોપાલસિંહ, લક્ષ્મણસિહને 424 મત
calendar_today September 10, 2026

Chhota Udepur: માંકડા વિકાસસિંહ 425 મત સાથે મોખરે, ગોપાલસિંહ, લક્ષ્મણસિહને 424 મત

નસવાડી APMCની સામાન્ય ચૂંટણી-2026માં ખેડૂત મતવિભાગની 10 બેઠકોનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. મતગણતરી પૂર્ણ થતાં 20માંથી સૌથી વધુ મત મેળવનારા 10 ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતા. માંકડા વિકાસસિંહ મદનસિંહે 425 મત મેળવી સૌથી વધુ મત સાથે મોખરું સ્થાન મેળવ્યું છે. જ્યારે ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ અને માંકડા લક્ષ્મણસિંહ ઈશ્વરસિંહે 424-424 મત મેળવી વિજય હાંસલ કર્યો છે.જાહેર થયેલા પરિણામ મુજબ, ખેડૂત મતવિભાગમાં માંકડા વિકાસસિંહ મદનસિંહને 425 મત મળ્યા હતા. ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહ અને માંકડા લક્ષ્મણસિંહ ઈશ્વરસિંહને 424-424 મત મળ્યા હતા. પંડયા ધવલકુમાર સુભાષચંદ્રે 395 મત સાથે વિજેતા બન્યા હતા. રાજયકુમાર ઘનશ્યામસિંહ હઠીસિંહને 393 મત, છોટા વિજયલાલ શાંતિલાલને 384 મત, દલાલ નઠાભાઈ જગનદાસને 379 મત અને ચૌહાણ હિંમતસિંહ સોમસિંહને 378 મત મળ્યા હતા. રાઠવા રમણલાલ કાદવાભાઈએ 369 મત મેળવી જીત મેળવી હતી. જ્યારે દલાલ દલસંગ નાનાભાઈને 340 મત મળ્યા હતા. નસવાડી APMCની કુલ 16 બેઠકો પૈકી વેપારી મંડળની બે તથા સહકારી ખરીદ-વેચાણ સંઘની બે બેઠકો અગાઉથી બિનહરીફ્ જાહેર થઈ ચૂકી છે. ખેડૂતની 10 બેઠક માટે ભાજપની સહકાર પેનલ, કોંગ્રેસની ખેડૂત હિત રક્ષક પેનલ વચ્ચે મુખ્ય જંગ રહ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: બોડેલી-ક્વાંટ રોડ ઉપર સખાન્દ્રા-ધરોલિયા રૂટ પર બસ સેવાનો અભાવ
calendar_today September 10, 2026

Chhota Udepur: બોડેલી-ક્વાંટ રોડ ઉપર સખાન્દ્રા-ધરોલિયા રૂટ પર બસ સેવાનો અભાવ

છોટાઉદેપુર જિલ્લાના શૈક્ષણિક હબ બોડેલીમાં રોજ હજારો વિદ્યાર્થી અભ્યાસ અર્થે આવે છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાંથી બોડેલી સુધી પૂરતી એસટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડે છે. સખાન્દ્રા-ધરોલિયા રૂટના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને બસના અભાવે ખાનગી વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરવાની ફરજ પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને પગલે વિદ્યાર્થિનીઓએ કલેક્ટરને રજૂઆત કરતા તંત્ર દોડતું થયું હતું.બોડેલીની નવજીવન હાઈસ્કૂલ અને શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 50થી 60 જેટલા વિદ્યાર્થી દરરોજ સખાન્દ્રા તથા ધરોલિયાથી આશરે 15થી 20 કિ.મીનું અંતર કાપીને બોડેલી આવે છે. પરંતુ યોગ્ય સમયે બસ સેવા ન મળતા વિદ્યાર્થી સમયસર શાળાએ પહોંચી શકતા નથી. અને શાળા છૂટયા બાદ ઘરે પણ સમયસર જઈ શકતા નથી. બસના અભાવે ઘણી વખત ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થિનીઓએ સ્થળ પરથી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને ફોન કરતા તંત્ર દોડતું થયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: રેલવે સ્ટેશને નવી મેમુના સ્વાગત માટે નેતાઓ ન ફરક્યા
calendar_today September 10, 2026

Bodeli: રેલવે સ્ટેશને નવી મેમુના સ્વાગત માટે નેતાઓ ન ફરક્યા

છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે નવી મેમું ટ્રેનનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ડભોઇ રેલવે સ્ટેશન ખાતે નવી મેમુ ટ્રેન પહોંચતા ત્યાં પણ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું પરંતુ જિલ્લાના આર્થિક હબ ગણાતા બોડેલી ખાતે કોઈ ઉત્સાહ જોવા ના મળતા ચર્ચાનો વિષય બન્યો હતો.ગુજરાત-મધ્યપ્રદેશને જોડતી નવી મેમુ ટ્રેન સેવાનો પ્રારંભ થતાં આદિવાસી વિસ્તારના મુસાફરોને મોટી રાહત મળવાની છે. વર્ષોથી રેલવે કનેક્ટિવિટીની રાહ જોઈ રહેલા આ વિસ્તારના વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ સહિત રોજિંદા મુસાફરો માટે નવી ટ્રેન સેવા મહત્વપૂર્ણ સાબિત થશે. પરંતુ એક તરફ્ જિલ્લાવાસીઓને રેલવેની મોટી ભેટ મળી છે. તો બીજી તરફ્ બોડેલીમાં નવી ટ્રેનના આગમન સમયે સ્વાગત કે ઉજવણીનો અભાવ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર ખાતે સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, માજી રેલ મંત્રી નારણ રાઠવા સહિતના અગ્રણીએ નવી શરૂ કરાયેલી ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આદિવાસી વિસ્તાર માટે મહત્વની ગણાતી નવી ટ્રેન સેવા શરૂ થઈ હતી. પરંતુ બોડેલીમાં તેના સ્વાગત અને ઉજવણીનો અભાવ હવે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રતાપનગરથી મધ્યપ્રદેશના ટાંડા રોડ વચ્ચે નવી MEMU ટ્રેન સેવા શરૂ કરાઇ છે. વડોદરાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી નવી ટ્રેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. બોડેલીમાં ટ્રેન આવી પહોંચતા મુસાફરોમાં ખુશી જોવા મળી, પરંતુ ટ્રેનના સ્વાગત માટે કોઈ મોટો જાહેર કાર્યક્રમ કે સ્થાનિક આગેવાનોની ખાસ હાજરી જોવા મળી નહોતી. જિલ્લાને મળેલી આ મોટી રેલવે ભેટ વચ્ચે બોડેલીમાં ઉજવણીનો અભાવ કેમ રહ્યો, તે મુદ્દો હવે સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward