android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: હીરાભાગોળ ખાતે કાયમી કૃત્રિમ તળાવનું નિર્માણ
calendar_today September 10, 2026

Dabhoi: હીરાભાગોળ ખાતે કાયમી કૃત્રિમ તળાવનું નિર્માણ

આગામી ગણેશોત્સવ પર્વને ધ્યાનમાં રાખીને ડભોઇ નગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અને ભક્તોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરાઇ છે. ડભોઇ નગરમાં દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન સર્જાતી અગવડતાનો કાયમી ઉકેલ લાવવા હીરા ભાગોળ બહાર કાયમી ધોરણે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરાયો છે. જેનું ખાતમુહૂર્ત નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન સતિષભાઈ રાવલ દ્વારા કરાયું હતું.આ કૃત્રિમ તળાવનું કદ આશરે 20 બાય 40 ફૂટ રખાયું છે. તળાવ તૈયાર થવાથી વિસર્જન પ્રક્રિયા ઝડપી, સલામત અને સુવ્યવસ્થિત બનશે. જેથી ટ્રાફ્કિ અને ભીડ નિયંત્રણમાં પણ રાહત મળશે. દર વર્ષે અસ્થાયી ખાડા ખોદવાને બદલે પાલિકા દ્વારા કાયમી માળખું ઊભું કરાઇ રહ્યું છે. જે આગામી વર્ષોમાં પણ ઉપયોગી નીવડશે. ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડભોઇ નગરપાલિકાના ઉપપ્રમુખ નૂર મહંમદ મહુડાવાળા, કારોબારી ચેરમેન અફ્ઝલ હુશેન કબાવાળા, નગરસેવકો સુનિલ વસાવા અજય રાઠવા, પ્રકાશ વસાવા, સલીમ ઘાંચી અન્ય પાલિકાના ઇજનેરો તેમજ વહીવટી સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો. દર વર્ષે ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ વિસર્જનની મુશ્કેલી થતી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ઇદના જુલૂસમાં નિયમભંગ બદલ ચાર ડીજે સંચાલક પર તવાઇ
calendar_today September 10, 2026

Dabhoi: ઇદના જુલૂસમાં નિયમભંગ બદલ ચાર ડીજે સંચાલક પર તવાઇ

ડભોઇ શહેરમાં ગત 26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા કેટલાક ડી.જે. એ સૂર રેલાવ્યા હતા. જેની સામે ડભોઇ પોલીસે વાતાવરણ પ્રદુષિત કરવાની કલમોથી ફરિયાદ નોંધીને ડી.જે જપ્ત કરવામાં આવતા નાનકડા શહેરમાં ચકચાર મચી છે.ડભોઇ ખાતે ઈદેમિલાદના જુલૂસમા વૈભવ ડી.જે. સાઉન્ડના ઓપરેટર અજય અરવિંદ ઓડ (રે. બોડેલી), પાટીલ ડી.જે. સાઉન્ડના ઓપરેટર હિમાંશુ યોગેશ પવાર (રે.તરસાલી વડોદરા), સ્નાઈપર ડી.જે. સાઉન્ડના ઓપરેટર મિત અશોક માછી (રે. નવા માંડવા ચાંદોદ) અને જે.આર.ડી. કિંગ ડી.જે. સાઉન્ડના ઓપરેટર સાહિલ સુરેશ બારીયા (નારણપુરા તા.ડભોઇ)એ ગત તા.26-8-26ના રોજ ઈદેમિલાદના જુલૂસમા ડી.જે. વગાડયું હતું. જેમાં ના. કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટની પરવાનગી હતી. છતાં ડી.જે. સિસ્ટમના સંચાલકો દ્વારા પોતાની અને અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમ મા મૂકાય તેમ ડી.જે.સિસ્ટમ ઉપર કેટલાક વ્યક્તિને બેસાડયાં હતા. અને પોતાના વાહનોને મોડીફાઈડ કરી વધારે પડતી સિસ્ટમ ગોઠવી નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદાના નિર્દેશો અને ગુજરાત પોલ્યુશન બોર્ડ પર્યાવરણ 51252 14-5-2010થી ધોંધાટ ઉત્પન્ન કરતાં અને નિપજાવતા સ્ત્રોતના નિયંત્રણ અને નિયમન માટે અને ભારત સરકારના વન પર્યાવરણ અધિનિયમ 1986ની કલમ 6 તથા 25 હેઠળ ધ્વનિ પ્રદુષણ 2000નું 14 ફેબ્રુઆરી 2000નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં 1-1-2010ના સુધારા મુજબ સાઉન્ડ લીમીટર સિસ્ટમ વગર ડી.જે સિસ્ટમ વગાડવી અને ટ્રાફ્કિ અડચણ અને આજુબાજુ રહેતા લોકોને ત્રાસદાયક કૃત્ય કરી જિલ્લા મેજીસ્ટ્રેટ વડોદરાના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અને ગુજરાત પોલીસ એકટ કલમ 33 (1) , 37 (1) (એફ્) અન્વયે બહાર પાડેલ જાહેરનામા મુજબ 281, 292, 223 અને 184,194 A મુજબ ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ગ્રામસેવકો હવે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
calendar_today September 10, 2026

Surendranagar: ગ્રામસેવકો હવે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

રાજયભરમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ માંગણીઓ પુરી ન થતા આંદોલનનું રણશીંગુ ફુંકયુ છે. જેમાં તા. 10મીના રોજ રાજયના દરેક જિલ્લામથકે આવેદનપત્ર આપી આંદોલનાત્મક કાર્યક્રમોની જાણ કરી છે.રાજયના મહેસુલી કર્મીઓ બાદ હવે ગ્રામસેવકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. રાજયમાં જગતના તાતના સુખ-દુઃખનો સાથી અને માર્ગદર્શક એવા ગ્રામ સેવકો ગ્રામ્ય પંથકના છેવાડાના ખેડુત સુધી સરકારી વીવીધ યોજનાઓ, સબસીડી, બીયારણ-ખાતરની માહીતી, ખેતીની આધુનીક પધ્ધતી પહોંચાડી સરકાર અને ખેડુતો વચ્ચે સેતુનું કામ કરે છે. પરંતુ ગ્રામ સેવકોના પડતર પ્રશ્નો અને તેમના પર લાદવામાં આવતા અન્ય સંવર્ગોના કામના ભારણથી ગ્રામસેવકો પરેશાન થઈ ગયા છે. આથી ગુજરાત રાજય ગ્રામસેવક મહામંઢળ દ્વારા રાજયના કૃષી મંત્રી, પંચાયત મંત્રીને અગાઉ લેખીત રજુઆત કરી અલ્ટીમેટમ અપાયુ હતુ. તેમ છતાં સરકારે કોઈ હકારાત્મક નીર્ણય ન લેતા ગ્રામસેવકોએ તા. 9 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી હતી. જયારે તા. 10ને ગુરૂવારે રાજયના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર અપાયુ હતુ. અને આગામી કાર્યક્રમોની જાણ સાથે માંગણીઓ પુરી કરવા જણાવ્યુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ સેવકોએ કલેકટર કચેરી ખાતે અધીક કલેકટર વી.ડી.સાકરીયાને અને બહુમાળી ભવન ખાતે ખેતીવાડી અધીકારીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં ગ્રામ સેવકો તા. 14મીએ તમામ સરકારી વોટસએપ ગ્રુપમાંથી લેફટ થશે, તા. 21થી ઓનલાઈન કામગીરીનો બહીષ્કાર કરશે, તા. 25મીએ પેનડાઉન, તા. 1-10ના રોજ માસ સીએલ પર જશે અને તા. 2જી ઓકટોબરથી અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward