android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: ખેડબ્રહ્મામાં બગીચા વિસ્તારમાં બનાવેલ સ્વિમિંગ પુલ શોભાના ગાઠીયા સમાન
calendar_today March 25, 2026

Himatnagar: ખેડબ્રહ્મામાં બગીચા વિસ્તારમાં બનાવેલ સ્વિમિંગ પુલ શોભાના ગાઠીયા સમાન

ખેડબ્રહ્મા શહેરમાં ન.પાલિકા દ્વારા જે તે વખતે વહીવટી શાસન સમયે બગીચાની બાજુમાં આવેલ સ્વિમિંગપુલનો ઠરાવ કરીને રૂ.40 લાખના ખર્ચ કરી બનાવેલ છે. ત્યારે આ સ્વિમિંગ પુલ શોભાના ગાઠીયા સમાન બની ગયો છે. સરકારના લાખો રૂપિયા વેડફઈ રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. ખેડબ્રહ્મા શહેરમાં ન.પાલિકા દ્વારા હરણાવ નદી કિનારે આવેલ રીવર ફ્ંડ જે તે વખતે લાખો રૂપિયા ખર્ચ કરી બનાવેલ જેમા હાલની પરિસ્થિતી જોતા રીવડ ફ્ંડ રફેદફે થઈ ગયો છે. રીવડ ફ્ંડમા જે તે વખતે લાખોના ખર્ચ કરીને બનાવ્યો હતો.પણ હાલની પરિસિથતી કંઈ અલગ છે. ત્યાં શૌચાલયો છે પણ અંદર જતા માથુ ફાટી જાય તેવી દુર્ગંધ તેમજ ગંદકીનુ સામ્રાજ્ય બની ગયુ છે. તેવી જગ્યાએ ન.પાલિકા દ્વારા અંદાજે 40 લાખનો ખર્ચ કરી સ્વિમિંગ પુલ સ્ટાઈલો નાખી તૈયાર કરી દીધો છે. છેલ્લા 3-4 મહિના વીતી ગયા છે. સ્વિમિંગ પુલ હાલમાં ધૂળ ખાઈને શોભાના ગાઠીયા સમાનછે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: હિંમતનગરના સવગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળતા એક વિરુદ્ધ ફરિયાદ દાખલ
calendar_today March 25, 2026

Himatnagar: હિંમતનગરના સવગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળતા એક વિરુદ્ધ ફરિયાદ દાખલ

હિંમતનગરના સવગઢ- પાણપુર વિસ્તારમાં આવેલ રહેમતનગરમાં રહેતા એક રહીશે 8 વર્ષ અગાઉ મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા એક રહીશ પાસેથી માસિક પાંચ ટકાના વ્યાજે રૂ.50 લાખ લીધા હતા જે રકમ વ્યાજ સાથે ચુકવી દીધી હોવા છતાં વ્યાજે પૈસા આપનારે પૈસા લેનારના ઘરે જઈ વ્યાજે આપેલ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક અને આર્થિક રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.આ અંગે રહેમતનગરમાં રહેતા તૌફીક રજાકભાઈ મેમણે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, વર્ષ 2016માં તેમણે મોટી છાપરીયા કસ્બા મસ્જીદની પાછળ રહેતા ફીરોજખાન વકારભાઈ પઠાણ પાસેથી પાંચ ટકાના માસિક વ્યાજના દરે રૂ.50 લાખ લીધા હતા. પરંતુ તેમના મિત્રને પોતાની જવાબદારી પર આ રકમ અપાવી હોવાથી તૌફીક મેમણ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ તૌફીક મેમણ અને ભીખુસિંહે વ્યાજ અને મુડી પેટે રૂ.1.35 કરોડ રકમ ચુકવી દીધી હતી તેમ છતાં ગમે તે કારણસર ફીરોજખાન પઠાણ તૌફીક મેમણને ફોન પર તથા રૂબરૂ ઘરે આવીને અપશબ્દો બોલી સતત ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરી માનસિક તેમજ આર્થિક રીતે હેરાન પરેશાન કરી બળજબરીથી પૈસા કઢાવતા હોવાના આક્ષેપ સાથે તૌફીક મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Bayad: ચોઈલા પાસે વાહનની ટક્કરે યુવકનું મોત
calendar_today March 25, 2026

Bayad: ચોઈલા પાસે વાહનની ટક્કરે યુવકનું મોત

વાંટા ગામના રહેવાસી રાકેશ વાલમભાઈ ઝાલા (ઉં.વ.38) પોતાનું બાઇક લઈને કામ અર્થે ચોઈલા ગામે ગયા હતા. રાત્રિના આશરે સવા આઠ વાગ્યાના અરસામાં પરત ફરતી વખતે ચોઈલા ગામના વાસણીરેલ સ્ટેન્ડ નજીક કોઈ અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન લઇને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ કરાતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ફરજ પરના તબીબી સ્ટાફે યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના ભાઈ મુકેશભાઈ કાંતિભાઈ ઝાલાએ બાયડ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward