Himatnagar: હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ગેજ પરિવર્તન પૂર્ણ
હિંમતનરથી ખેડબ્રહ્મા વચ્ચેના 55 કિ.મી. અંતરનું ગેજ પરિવર્તન કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ ખેડબ્રહ્મા સુધી આવતા તમામ રેલવે સ્ટેશનો તૈયાર થઈ ચૂકયા છે ત્યારે બુધવારે રેલવે તંત્રના અમદાવાદ ડિવીઝન દ્વારા ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ લેવામાં આવશે જેની તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવાઈ છે. દરમિયાન માર્ચના અંતમાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ અસારવાથી ખેડબ્રહ્મા સુધીની નવીન ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી શકે તેવું આધારભૂત સૂત્રોમાંથી જણાવાયું છે. તો બીજી તરફ તાજેતરમાં સાબરકાંઠા-અરવલ્લીના સાંસદે રેલવે મંત્રીની મુલાકાત લઈને ખેડબ્રહ્મા તથા વડોદરા-મુંબઈ સુધી જતી ટ્રેનો શરૂ કરવાની માંગ દોહરાવી હતી.આ અંગેની વિગત એવી છે કે, વર્ષો અગાઉ હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે મીટરગેજ રેલવે લાઈન હતી ત્યારબાદ રેલવે તંત્રે આ રેલવે લાઈનનું નવિનીકરણ કરવાનો નિર્ણય લીધા બાદ ખર્ચ માટે અગાઉના વર્ષોમાં બજેટમાં જોગવાઈ કરી હતી, જેના પરિપાક રૂપે છેલ્લા કેટલાક મહિનાઓથી હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની 55 કિલોમીટર લાંબી બ્રોડગ્રેજ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ CRS સહિત ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ લેવામાં આવ્યો હતો. એટલુ જ નહીં પણ ગત 8 જાન્યુઆરીના રોજ પીસીઈઈ દ્વારા ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ લેવાયો હતો. હવે બે મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ રેલવે તંત્ર દ્વારા બુધવારે ફરીથી ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ લેવાશે. જેના માટે અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો અને રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં હિંમતનગર આવ્યા બાદ લગભગ 11 વાગ્યાની આસપાસ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. દરમિયાન માર્ચના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શકયતઃ તેઓ હિંમતનગર-ખેડબ્રહ્મા વચ્ચેની નવી ટ્રેનનું ઈ-લોકાર્પણ અથવા તો અમદાવાદથી આ નવી ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી શકે તો નવાઈ નહી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward