android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi કોર્ટનો મોટો ચુકાદો, DeM સંગઠનની મહિલા સભ્યોને દોષિત ઠેરવી
calendar_today March 24, 2026

Delhi કોર્ટનો મોટો ચુકાદો, DeM સંગઠનની મહિલા સભ્યોને દોષિત ઠેરવી

દિલ્હીની કડકરડૂમા કોર્ટે દેશવિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કેસમાં ત્રણ મહિલાઓને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે. આ કેસમાં દુખ્તરન-એ-મિલ્લત (DeM) સંગઠનની મહિલા સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વર્ષ 2018માં આસિયા અંદ્રાબી, સોફી અને નાહિદા નામની ત્રણેય મહિલાઓની ધરપકડ કરી હતી.મહિલાઓ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહી હતી તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે ત્રણેય મહિલાઓ કાશ્મીર અલગતાવાદી ષડયંત્રમાં સક્રિય રીતે સંકળાયેલી હતી અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહી હતી. ખાસ કરીને આસિયા અંદ્રાબીના હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી તત્વો સાથે સંબંધો પણ સામે આવ્યા હતા. સોશિયલ મીડિયા પરના પુરાવાઓના આધારે હિંસા અને જેહાદ માટે ઉશ્કેરણી કરવાના આરોપો સાબિત થયા હતા. પુરાવાઓના આધારે કોર્ટે આ નિર્ણય લીધો કોર્ટે આ તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈને આસિયા અંદ્રાબીને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. જ્યારે સોફી અને નાહિદાને 30 વર્ષની કેદ સાથે રૂ. 7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આસિયા સામે અગાઉથી જ 32 જેટલા એફઆઈઆર નોંધાયેલા હોવાનું પણ કોર્ટમાં રજૂ થયું હતું. NIAની વિગતવાર તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આ નિર્ણય લીધો છે. આ ચુકાદાને દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, જે દેશવિરોધી પ્રવૃત્તિઓ સામે કડક સંદેશ આપે છે. આ પણ વાંચો : Fact Check : હોર્મુઝ પાર કરવા માટે ભારતીય જહાજોને આપવી પડી ચાઈનીઝ કરન્સી? આ મામલે ભારતે આપ્યો જવાબ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  વિધાનસભા ગૃહમાં UCC કાયદો પસાર,  7.30 કલાકથી વધુ ચાલી ચર્ચા
calendar_today March 24, 2026

Gujarat Latest News Live : વિધાનસભા ગૃહમાં UCC કાયદો પસાર, 7.30 કલાકથી વધુ ચાલી ચર્ચા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar : વિધાનસભામાં હાસ્યની છોળો, લગ્નના છૂટાછેડાની ચર્ચામાં રાજકીય છૂટાછેડાનો કટાક્ષ
calendar_today March 24, 2026

Gandhinagar : વિધાનસભામાં હાસ્યની છોળો, લગ્નના છૂટાછેડાની ચર્ચામાં રાજકીય છૂટાછેડાનો કટાક્ષ

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પરની ચર્ચા દરમિયાન આજે એક રસપ્રદ અને રમુજી કિસ્સો જોવા મળ્યો હતો. બિલમાં છૂટાછેડાની જોગવાઈઓ પર વાત ચાલી રહી હતી ત્યારે આ ચર્ચા અચાનક અંગત જીવનમાંથી ફંટાઈને 'રાજકીય છૂટાછેડા' પર પહોંચી ગઈ હતી, જેનાથી આખું ગૃહ હાસ્યમાં ડૂબી ગયું હતું.કેટલાક લોકો રાજકીય છૂટાછેડા લઈને પણ આવે છે ચર્ચાની શરૂઆત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના નિવેદનથી થઈ હતી, જેમાં તેમણે હસતા ચહેરે છૂટાછેડા લેવાની પ્રક્રિયા અંગે ટિપ્પણી કરી હતી. આ તક ઝડપી લેતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ચપટી લેતા કહ્યું કે, "અહીં તો કેટલાક લોકો રાજકીય છૂટાછેડા લઈને પણ આવે છે." અધ્યક્ષનો ઈશારો પક્ષપલટો કરનારા નેતાઓ તરફ હતો. અલ્પેશ ઠાકોર અને શૈલેષ પરમાર વચ્ચેની ટીખળ અધ્યક્ષની વાતમાં સુર પુરાવતા ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કબૂલાત કરી હતી કે, "હા, અમે પણ રાજકીય છૂટાછેડા લઈને જ અહીં આવ્યા છીએ." આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી કે, "તેઓ તેમના જૂના પક્ષમાં દુઃખી હોય છે એટલે જ તો અહીં આવે છે." જોકે, આખી ચર્ચામાં સૌથી વધુ હાસ્ય ત્યારે ફેલાયું જ્યારે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે અલ્પેશ ઠાકોર પર કટાક્ષ કરતા કહ્યું કે, "અલ્પેશભાઈ તો ત્યાં (ભાજપમાં) જઈને પણ અત્યારે દુઃખી જ છે!" આ પણ વાંચો---     Rajkot : પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી પડી ભારે, પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો

Read Full Story arrow_forward