android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું
calendar_today March 24, 2026

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું

ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે. આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિકોડ સિવિલ કોર્ડ બિલ રજૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, આજે સમાન નાગરિક સંહિતા બિલ ગૃહમાં લાવીશ. સમાનતાનો સંકલ્પ અને સંવિધાનનું સન્માન છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભામાં UCC બિલ રજૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્યોએ ગૃહમાં પાટલી થપથપાવીને નારા લગાવ્યા હતાં. ગૃહમાં જયશ્રી રામના નારા લાગ્યા હતાં. હર્ષ સંઘવીએ ભારત માતાકી જયના નારા લગાવ્યા હતાં. ઉત્તરાખંડ બાદ વિધાનસભામાં આ બિલ પસાર કરનાર ગુજરાત બીજુ રાજ્ય છે.UCCને લઇ DYCM હર્ષ સંઘવીનું નિવેદનનાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ ઈતિહાસમાં સોનેરી દિવસ છે. UCC વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આઝાદી મળી. દેશમાં નિયમો સમાજ અને ધર્મ આધારિત રહ્યા છે. સૌથી વધુ નુકસાન માતા અને બહેનોને થયું છે. દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે.ખૂબ મોટું રક્ષણ માતા બહેનોને મળશે.UCC કોઈ એક ધર્મ માટે નથી પણ બધા ધર્મ માટે સમાન છે. દેશમાં બીજા રાજ્ય તરીકે UCC લાવી રહ્યા છે. મુખ્યમંત્રીને હું ખૂબ અભિનંદન આપું છું. UCC બિલને લઇ સરકારની તૈયારી ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોર્ડ માટે 2025ની ચોથી ફેબ્રુઆરીએ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ એક વર્ષમાં વિવિધ અભિપ્રાયો મેળવ્યા હતાં. ત્યાર બાદ તાજેતરમાં જ આ કમિટી દ્વારા મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગેનો ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. આ અંગે કામકાજ સલાહકાર સમિતીની બેઠક પણ મળી હતી. હવે આ બિલ રજૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gandhinagar News : દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે, મહિલાઓને ખૂબ મોટું રક્ષણ મળશે : હર્ષ સંઘવી

Read Full Story arrow_forward
Surat: પુણા પોલીસે ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને 6 કિલો ગાંજા સાથે દબોચ્યા, 3.89 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today March 24, 2026

Surat: પુણા પોલીસે ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને 6 કિલો ગાંજા સાથે દબોચ્યા, 3.89 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પુણા પોલીસ મથકની ટીમે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.સુરતમાં ગાંજા સાથે 4 લોકો ઝડપાયાપુણા પોલીસને બાતમી મળી હતી કે ફ્રૂટ માર્કેટ પાસે કેટલાક શખ્સો નશીલા પદાર્થનું વેચાણ કરવાના ઈરાદે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 4 વ્યક્તિઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી 5.952 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹2,97,600 થાય છે.આરોપીઓ વિરુદ્ધ NDPS હેઠળ ગુનો નોંધ્યો પોલીસે આ ઓપરેશન દરમિયાન  5.952 કિલોગ્રામ ગાંજો,મોબાઈલ અને રોકડ રકમ, એક બાઈક સહીત કુલ મુદ્દામાલ અંદાજે 3.89 લાખ જપ્ત કર્યો છે.પુણા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ પણ વાંચો: Anand: ઉમરેઠ પોલીસે કારમાં લવાતો દારૂ-બીયર જથ્થો ઝડપી લીધો, પાયલોટિંગ કરતું બાઈક કોર્ડન કરી બેની ધરપકડ

Read Full Story arrow_forward
Surat: પરબ ગામે ગેસ બોટલના કાળાબજારના રેકેટ પર LCBનો દરોડો, 3 વાહનો અને 34 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સોની ધરપકડ
calendar_today March 24, 2026

Surat: પરબ ગામે ગેસ બોટલના કાળાબજારના રેકેટ પર LCBનો દરોડો, 3 વાહનો અને 34 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્સોની ધરપકડ

સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કામરેજ તાલુકાના પરબ ગામે ચાલી રહેલા ગેસ સિલિન્ડરના કાળાબજારના એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગેસના બોટલ, બે આઈશર ટેમ્પો અને એક છોટા હાથી સહિત કુલ રૂપિયા 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાળાબજારીમાં સંડોવાયેલા 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.ગેસ સિલિન્ડરના કાળાબજારનું નેટવર્કપોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પરબ ગામે કેટલાક વાહનોમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 229 નાના-મોટા ભરેલા ગેસના બોટલ તેમજ 153 ખાલી બોટલ મળી કુલ 382 નંગ જપ્ત કર્યા હતા. આ જથ્થો 2 આઈશર ટેમ્પો અને 1 છોટા હાથીમાં ભરેલો હતો.મહારાષ્ટ્ર કનેક્શન અને મોડસ ઓપરેન્ડીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલી 'કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ' નામની કંપનીમાંથી આ બોટલ ભરીને લાવ્યા હતા. આ જથ્થો તેઓ કામરેજના વેલંજા અને ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાના હતા. સસ્તા દરે ગેસ લાવી તેને ઊંચા ભાવે કાળાબજારમાં વેચવાનું આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી સક્રિય હોવાની આશંકા છે.LCB એ આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી છે.આ પણ વાંચો: Surat: પુણા પોલીસે ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને 6 કિલો ગાંજા સાથે દબોચ્યા, 3.89 લાખનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward