android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ઉધનામાં ધોળા દિવસે ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ, પોલીસે 3 આરોપીઓને દબોચી મુદ્દામાલ કર્યો જપ્ત
calendar_today March 24, 2026

Surat: ઉધનામાં ધોળા દિવસે ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ, પોલીસે 3 આરોપીઓને દબોચી મુદ્દામાલ કર્યો જપ્ત

શહેરના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોળા દિવસે બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ વધી હતી. આ મામલે ઉધના પોલીસે સઘન તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉધનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો પકડાયેલા આરોપીઓ અત્યંત ચાલાકીથી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. તેઓ ધોળા દિવસે રહેણાંક વિસ્તારોમાં રેકી કરી એવા મકાનો શોધતા હતા જે બંધ હોય. મકાન બંધ હોવાની ખાતરી થતા જ, આરોપીઓ ગણતરીની મિનિટોમાં દરવાજાનો નકુચો કાપી અંદર પ્રવેશતા હતા. ઘરમાંથી કિંમતી સામાન અને દાગીના ઉઠાવી તેઓ પળવારમાં પલાયન થઈ જતા હતા.ધોળા દિવસે બંધ મકાનોના તાળા તોડ્યા ઉધના પોલીસની ટીમે બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ અન્ય કેટલીક જગ્યાએ પણ હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી છે. આ પણ વાંચો: Veraval: નગરપાલિકાની ટેક્સ વસૂલાતમાં બેદરકારી, 38 કરોડના લક્ષ્યાંક સામે માંડ 10 કરોડ વસૂલાયા

Read Full Story arrow_forward
Ahmedabad: કૃષ્ણનગરમાં MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા, જોધપુર હાઈવેથી લવાયો હતો નશાનો જથ્થો
calendar_today March 24, 2026

Ahmedabad: કૃષ્ણનગરમાં MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા, જોધપુર હાઈવેથી લવાયો હતો નશાનો જથ્થો

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને કિંમતી MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.MD ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયાકૃષ્ણનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો બાઈક પર નશીલા પદાર્થનો જથ્થો લઈને પસાર થઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને રામપાલ બિશ્નોઈ અને મહેન્દ્ર બિશ્નોઈ નામના બે શખ્સોને આંતર્યા હતા. તેમની તપાસ કરતા તેમની પાસેથી 28 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે ₹84,000 જેટલી થાય છે.કુલ 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે ડ્રગ્સ ઉપરાંત આરોપીઓ પાસેથી એક બાઈક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો તેઓ રાજસ્થાનના જોધપુર હાઈવે પર આવેલા એક ધાબા પરથી લાવ્યા હતા અને અમદાવાદમાં તેનું વેચાણ કરવાના હતા.કૃષ્ણનગર પોલીસની કાર્યવાહીકૃષ્ણનગર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ કોણે આપ્યું હતું અને અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી આવતા ડ્રગ્સના આ રૂટને લઈને પણ પોલીસ ઉંડી તપાસ કરી રહી છે.આ પણ વાંચો: Surat: ઉધનામાં ધોળા દિવસે ઘરફોડ ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ, પોલીસે 3 આરોપીઓને દબોચી મુદ્દામાલ કર્યો જપ્ત

Read Full Story arrow_forward
Ahmedabad: ટ્રાફિક વ્યવસ્થામાં મોટો બદલાવ, પોલીસ કમિશનર જી.એસ. મલિકે ઝાયડસ ચાર રસ્તાની રૂબરૂ મુલાકાત લીધી
calendar_today March 24, 2026

Ahmedabad: ટ્રાફિક વ્યવસ્થામાં મોટો બદલાવ, પોલીસ કમિશનર જી.એસ. મલિકે ઝાયડસ ચાર રસ્તાની રૂબરૂ મુલાકાત લીધી

અમદાવાદ શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકની જટિલ સમસ્યાને ઉકેલવા માટે પોલીસ વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે. ખુદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મેદાનમાં ઉતરીને ટ્રાફિક વ્યવસ્થાનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ઝાયડસ ચાર રસ્તા જેવા વ્યસ્ત પોઈન્ટ્સ પર ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે તાત્કાલિક અસરથી ફેરફારો કરવામાં આવ્યા છે.અમદાવાદ પોલીસ કમિશનરે કરી ટ્રાફિક સમીક્ષાઆ ફેરફારો કોઈ અંદાજ પર નહીં, પરંતુ વૈજ્ઞાનિક સર્વેના આધારે કરવામાં આવ્યા છે. SVNIT (Surat) ની ટીમ દ્વારા અમદાવાદના વિવિધ જંકશન અને રસ્તાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના રિપોર્ટ બાદ કયા સ્થળે નવા કટ ખોલવા અને કયા સ્થળે જૂના કટ બંધ કરવા તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.ઝાયડસ ચાર રસ્તા ખાતે નવી વ્યવસ્થાપોલીસ કમિશનરે ઝાયડસ ચાર રસ્તાની મુલાકાત લઈને બ્રિજની નીચે બંને તરફ નવા ટ્રાફિક કટ ખોલવાની મંજૂરી આપી છે. પોલીસનો દાવો છે કે આ નવા કટથી વાહનોની અવરજવર સરળ બનશે અને ચાર રસ્તા પર થતો ટ્રાફિક જામ ઓછો થશે.બિનજરૂરી કટ બંધ કરાયાનિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે શહેરમાં અનેક જગ્યાએ લોકોએ પોતાની સુવિધા ખાતર બિનજરૂરી રીતે ડિવાઈડરમાં કટ બનાવી દીધા છે, જે અકસ્માત અને ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે. પોલીસ કમિશનરે આવા તમામ ગેરકાયદે અને બિનજરૂરી કટને તાત્કાલિક બંધ કરવાની કામગીરી શરૂ કરાવી છે.આ પણ વાંચો: Ahmedabad: કૃષ્ણનગરમાં MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા, જોધપુર હાઈવેથી લવાયો હતો નશાનો જથ્થો

Read Full Story arrow_forward