android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila: ચોટીલા પરિક્રમામાં 700 પદયાત્રિકોની અંગદાનની પ્રતિજ્ઞા
calendar_today March 24, 2026

Chotila: ચોટીલા પરિક્રમામાં 700 પદયાત્રિકોની અંગદાનની પ્રતિજ્ઞા

ચૈત્રી નવરાત્રીમાં ધર્મજાગરણ મંચ દ્વારા યોજાતી છઠ્ઠી ચોટીલા ડુંગર પરિક્રમા ના રુટ ઉપર ચોટીલાની જે વી એચ પ્રાથમિક શાળા,એન એન શાહ હાઇસ્કુલ તથા મેઘસ્વામી હાઈસ્કૂલના બાળકોએ અંગદાન મહાદાન તથા રક્તદાનની ઝુંબેશ સાથે માઇ ભક્તોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. ચોટીલા નગરમાં આવેલી જે.વી.એચ દોશી પ્રાથમિક શાળા, એન. એન. શાહ હાઇસ્કુલ તથા મેઘસ્વામી હાઈસ્કૂલના બાળકોએ ધર્મ જાગરણ સંસ્થા દ્વારા યોજાતી ચોટીલા ડુંગર પરિક્રમા દરમિયાન પરિક્રમા રૂટ ઉપર અંગદાન મહાદાન ઝુંબેશ સાઉન્ડ દ્વારા જાહેરાત કરી. અંગદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને ચોપાનીયા વિતરણ કર્યા હતા અને સાથે સાથે માઇ ભક્તો ને અંગદાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આપણો આ મનુષ્ય દેહ આપણા મૃત્યુ પછી રાખમાં જ ભળી જવાનું છે તેથી જો આપણા થકી આપણા મૃત્યુ પછી 13 જેટલા અંગો જેવા કે હૃદય, ફેફ્સા,લીવર, કિડની, ચામડી,પિતાશય, આંતરડા, આંખો જેવા અંગો જો વિવિધ વ્યક્તિ જે ખરેખર આ અંગોથી પીડાય છે તેમને દાન કરીએ તો તેવા વ્યક્તિ ઓને નવું જીવનદાન મળે છે તથા તેઓ નવી જિંદગી જીવી શકે છે. તથા સાથે સાથે શાળા ના બાળકો દ્વારા આ પરિક્રમા રૂટ ઉપર રક્તદાનની ઝુંબેશ કરીને રૂટ પર જ આવેલી મેઘસ્વામી હાઇસ્કુલના શાળા સંચાલક મંડળ દ્વારા રાખવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 60 થી વધુ બોટલો એકત્રિત કરી રાજકોટની 'નાથાણી બ્લડ બેન્ક' માં જમા કરાવ્યું હતું શાળાના બાળકો દ્વારા સેવાભાવી સંસ્થાના આર્થિક સહયોગથી સાકર વરિયાળીના શરબતો તથા ઠંડી છાશ અને તરબૂચ નું ભક્તોમાં વિતરણ કર્યું હતું. અંગદાન મહાદાન ની ઝુંબેશ દ્વારા અંદાજિત 700 જેટલા માઈ ભક્તોએ અંગદાન કરવાની પ્રતિજ્ઞા કરેલ તે ખૂબ જ સરાહનીય કાર્ય બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: અગરિયાઓને રણમાં વાવાઝોડાથી થયેલ નુકશાનીના સરવેની ધારાસભ્યની રજૂઆત
calendar_today March 24, 2026

Surendranagar: અગરિયાઓને રણમાં વાવાઝોડાથી થયેલ નુકશાનીના સરવેની ધારાસભ્યની રજૂઆત

ધ્રાંગધ્રા પાસે કચ્છનું નાનુ રણ આવેલુ છે આ રણમાં ધ્રાંગધ્રા-હળવદ અને પાટડી તાલુકા સહિતના મોટી સંખ્યામાં અગરીયાઓ મીઠુ પકવે છે.એવામાં બે દિવસ ભારે વાવાઝોડુ અને કમોસમી વરસાદના કારણે અગરીયાઓ વસવાટ કરતા ઝુપડા ઉડી ગયા છે,સોલાર પેનલો તુટીને વેર વીખેર થઇ છે અને મીઠાનું પણ ધોવાણ થયુ છે.જેથી ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાએ મુખ્યંમત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી બંન્નેને લેખીત રજૂઆત કરી સોલર પેનલો તુટી જવાથી કામ ઠપ્પ થઇ ગયુ છે અને વરસાદ થવાના કારણે અગરીયાઓએ પકવેલા મીઠાનું પણ ધોવાણ થઇ ગયુ છે.જેથી અગરીયાઓને ભારે નુકશાન થયુ હોવાથી સોલારની સો ટકા મદદ કરાય અને મીઠાના નુકશાનીનો તાત્કાલીક સર્વે કરી મદદ કરવાની રજૂઆત કરી છે.બીજી તરફ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખીત રજૂઆત કરી અગરીયાઓએ પકવેલા મીઠાની વાવાઝોડાના કારણે ગુણવતા બગડી ગઇ છે સોલારને મોટુ નુકશાન થયુ છે જેથી અગરીયાઓને રાહત થાય એ માટે આપતી નુકશાનની શહાય ચુકવવા રજૂઆત કરી છે.આમ ધ્રાંગધ્રા અને પાટડી બંન્ને ધારાસભ્યોએ ગાંધીનગર રજૂઆત કરતા અગરીયાઓને રાહત મળે એવી આશા બંધાઇ છે પરંતુ તાત્કાલીક સર્વે કરાય એવી પણ માંગ ઉઠી છે..ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Halvad: હળવદને 64.44 કરોડના આઠ વિકાસ પ્રકલ્પોની ભેટ
calendar_today March 24, 2026

Halvad: હળવદને 64.44 કરોડના આઠ વિકાસ પ્રકલ્પોની ભેટ

હળવદ ના શરણેશ્વર મહાદેવ મંદિર ના હોલ માં યોજાયેલા શહેર ના જુદા જુદા ખાતમુહૂર્ત કાર્યક્રમ માં દીપ પ્રાગટય બાદ એક જ મંચ ઉપર થી ડબલ એન્જિન સરકાર ના સંકલિત પ્રયાસો થી હળવદ શહેર આજે વિકાસ ના નવા માપદંડો સ્થાપી રહ્યું છે ત્યારે કુલ. 64.44 કરોડ ના વિવિધ આઠ વિકાસ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંશરણેશ્વર મહાદેવ મંદિર થી વડ તેમજ શરણેશ્વર મહાદેવ મંદિર થી હરીદર્શન ચોક અને પરશુરામ મંદિર સુધી આર.સી.સી. રોડનું કામ રૂ.845 લાખ આંબેડકર શોપિંગ થી ધ્રાંગધ્રા માળિયા હાઈવે સુધી આર.સી.સી. રોડ તથા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ રૂ.791.44 લાખ, પંચમુખી મહાદેવ મંદિર થી મીરાં બોડી થી હાઈવે સુધી આર.સી.સી. રોડ તથા ડિવાઈડર અને સ્ટ્રીટ લાઈટ નાખવાનું કામ રૂ.301.79 સહિત શ્રીનીધી લોન અંતર્ગત IHSDP આવાસ યોજના અન્વયે બાકી રહેલ આવાસોનું પુનઃનિર્માણ રૂ.587 લાખનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ મા માન્ય સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, માન્ય રીજનલ કમિશનર શ્રી રાજકોટ મહેશભાઈ જાની તપન ભાઈ દવે , નગર પાલિકા ના પ્રમુખ ફેરમબેન વિશાલભાઈ રાવલ, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, રણછોડ ભાઈ દલવાડી, બિપીન ભાઈ દવે, નગર પાલિકા ના કારોબારી ચેરમેન શ્રી ઉપપ્રમુખ શ્રી તમામ સદસ્ય શ્રી તેમજ તમામ વેપારી આગેવાન શ્રી ઉપત્સ્થીત રહેલ હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward