android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના કાપોદ્રામાં દોડતી ST બસ બની અગ્નિરથ, 51 મુસાફરોનો આબાદ બચાવ
calendar_today March 23, 2026

Suratના કાપોદ્રામાં દોડતી ST બસ બની અગ્નિરથ, 51 મુસાફરોનો આબાદ બચાવ

ડાયમંડ સિટી સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. તરસાડી-સુરત રૂટની એસટી (ST) બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે બસમાં આગ લાગી ત્યારે તેમાં 51 જેટલા મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઈવરની સતર્કતા અને મુસાફરોની સમયસૂચકતાને કારણે તમામનો આબાદ બચાવ થયો છે.આખી બસ આગની લપેટમાં આવી ગઈ મળતી માહિતી મુજબ, રસ્તા પર જતી એસટી બસમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતાની સાથે જ મુસાફરો જીવ બચાવીને તાત્કાલિક બસમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. કોઈ જાનહાનિ નોંધાઈ નથી ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ભરચક રસ્તા પર બસ સળગતી જોઈને રાહદારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.આ પણ વાંચો---     Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી

Read Full Story arrow_forward
Veraval News: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ મચાવ્યો હાહાકાર, પંપો પર વાહનોની લાંબી કતારો
calendar_today March 23, 2026

Veraval News: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ મચાવ્યો હાહાકાર, પંપો પર વાહનોની લાંબી કતારો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડતા લોકોમાં ભારે ગભરાટ (પેનિક) જોવા મળી રહ્યો છે. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અફવાઓને કારણે લોકોમાં એવી ફાળ પડી છે કે જો અત્યારે ઈંધણ નહીં ભરાવીએ તો આગામી દિવસોમાં મુશ્કેલી પડશે, જેના પરિણામે મોડી રાત સુધી પંપો પર વાહનોની લાંબી કતારો યથાવત જોવા મળી હતી.હાઇવેના કેટલાક પંપ પર તાત્કાલિક ડ્રાય સ્થિતિ પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે હાઈવે પરના કેટલાક પેટ્રોલ પંપો પર અચાનક 'નો સ્ટોક' અથવા 'ડ્રાય' સ્થિતિ સર્જાઈ હતી. ખરેખર, ઓઈલ કંપનીઓ દ્વારા ડેબિટ સુવિધા બંધ કરવામાં આવતા સપ્લાય ચેઈન પર આંશિક અસર પડી છે. બીજી તરફ, કન્ઝ્યુમર રેટમાં થયેલા વધારાને કારણે જથ્થાબંધ ખરીદદારો પણ રિટેલ પંપ તરફ વળ્યા છે, જેનાથી સામાન્ય જનતા માટેના પંપ પર ઘસારો અચાનક વધી ગયો છે. આ ટેકનિકલ કારણોને લોકોએ અછત માની લેતા ભયનો માહોલ ઉભો થયો છે. સાંજથી અનેક પંપ પર લાંબી કતારો યથાવત વધતી જતી ભીડ અને અફવાઓને જોતા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો ખોરવાયો નથી. અધિકારીઓએ નાગરિકોને સોશિયલ મીડિયા પર વહેતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ખરીદી કરવા અપીલ કરી છે. તંત્રની ખાતરી છતાં, હજુ પણ અનેક સ્થળોએ લોકોમાં ઉતાવળ અને ચિંતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન
calendar_today March 23, 2026

PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તેમના આ ભાષણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ તેઓ લોકસભામાં પણ વિવિધ મુદ્દાઓ પર વિગતવાર રજૂઆત કરી ચૂક્યા છે, જેમાં દેશની આર્થિક સ્થિતિ, આંતરરાષ્ટ્રીય તણાવ અને ઊર્જા સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી.ભારત પર પડતા પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવના આ વખતના રાજ્યસભાના સંબોધનમાં વૈશ્વિક અશાંતિ, ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને તેના ભારત પર પડતા પ્રભાવ પર ધ્યાન કેન્દ્રિત થવાની સંભાવના છે. ઉપરાંત, દેશમાં ઊભા થયેલા ઈંધણ સંકટ, તેલના વધતા ભાવ અને સપ્લાય ચેઇનમાં પડતી મુશ્કેલીઓ અંગે પણ તેઓ મહત્વપૂર્ણ નિવેદન આપી શકે છે. સરકાર તરફથી લેવામાં આવતા પગલાં, ઊર્જા પુરવઠાને સ્થિર રાખવા માટેની યોજનાઓ અને સામાન્ય નાગરિકોને રાહત આપવા માટેના નિર્ણયો અંગે પણ માહિતી આપવામાં આવી શકે છે. સાંસદોમાં ઉત્સુકતા જોવા મળી રાજકીય વિશ્લેષકો માને છે કે આ ભાષણ દ્વારા સરકાર દેશની હાલની પરિસ્થિતિ અંગે પોતાની સ્પષ્ટ રણનીતિ રજૂ કરશે. સાંસદો તેમજ જનતા બંનેમાં આ સંબોધનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. દેશની અર્થવ્યવસ્થા અને ઊર્જા સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર વડાપ્રધાન શું દિશા દર્શાવે છે તે હવે ખાસ ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. આ પણ વાંચો : RBI વ્યાજ દરમાં કરશે ઘટાડો કે વધારો? 6-8 એપ્રિલ દરમિયાન યોજાશે MPCની બેઠક

Read Full Story arrow_forward